માત્ર 450 રૂપિયામાં વહેંચાઈ રહ્યો છે આ 16 કરોડનો આલીશાન બંગલો, કારણ જાણીને હેરાન રહી જાશો….

0

જો તમને કહેવામાં આવે કે 16 કરોડ રૂપિયાનો આલીશાન બંગલો માત્ર 5 પાઉન્ડ એટલે કે માત્ર 450 રૂપિયામાં તમારો થઇ શકે છે, તો તમે વિશ્વાસ નહિ કરો. સ્વાભાવિક છે કે તમને લાગશે કે આ ખોટી બાબત છે, ભલા કોઈ પોતાની આટલી મોંઘી પ્રોપર્ટી આટલા પાણીના ભાવે શા માટે આપવા માગશે. પણ તમને જણાવી દઈએ કે આ વાત એકદમ સાચી છે.બ્રિટેનમાં એક વ્યક્તિ પોતાના 16 કરોડ રૂપિયાનો બંગલો માત્ર 450 રૂપિયામાં તમને તમારા નામ પર કરવા માટેનો અવસર આપી રહ્યા છે. પણ તે એટલો કઈ મૂર્ખ નથી જેટલો તમે તેને સમજી રહ્યા છો પણ તેની પાછળ એક ખાસ બુદ્ધિ લગાવામાં આવેલી છે.

ન મળ્યા કોઈ ખરીદદાર:
તમને જણાવી દઈએ કે બર્ટન હોલ નામ ના આ બંગલા ના મલિકનું નામ જોન રોટન છે અને તે 2014 થી જ આ આલીશાન બંગલા ને વહેંચવાની કોશિશ કરી રહ્યા છે. જોન રોટને આ બંગલાને 16 કરોડ રૂપિયામાં તેને લિસ્ટેડ કરાવ્યો હતો. પણ તેને આ બંગલાના કોઈ જ ખરીદદાર ન મળ્યા. જેના પછી તેણે આ બંગલાની કિંમત ઓછી કરવાનો નિર્ણય કર્યો અને આગળના વર્ષ તેમણે આ બંગલાની કિંમત એક કરોડ ઘટાળીને 15 કરોડ કરાવી નાખી હતી. પણ એક વાર ફરી તને નિરાશા મળી હતી અને કોઈપણ આ બંગલાને ખરીદવા માટે રાજી ન થયા જેના પછી જોન ખુબ જ પરેશાન થઈ ગયા હતા. જેના પછી તેણે આ બઁગલાને વહેંચવા માટેનો નવો તરીકો અપનાવ્યો હતો.

લોટરી સિસ્ટમ દ્વારા તલાશ કરી રહ્યા છે બંગલાના નવા માલિક:જ્યારે ઓછી કિંમત કરવા છતાં પણ આ બંગલો ન વહેંચાયો તો જોને પોતાના દીકરાની સાથે મળીને લોટરી સિસ્ટમ દ્વારા તેના નવા માલિક શોધવાનો નિર્ણય કર્યો. જણાવી દઈએ કે આ શાનદાર બંગલાને તમારા નામ કરવા માટે 5 પાઉન્ડ એટલે કે 450 રૂપિયાની લોટરી ટિકિટ ખરીદવી અનિવાર્ય છે. જો તમારું નસીબ સારું હશે તો આ લકી ડ્રો માં લોટરી તમારા નામની નીકળી તો આ 16 કરોડનો બંગલો તમારા નામ થઇ શકે છે. જણાવી દઈએ કે તેમાં લોટરી માટેના દરેક રુલ ફોલો કરવાના રહેશે. જેના ચાલતા ટિકિટ ખરીદનાર લોકોને નોલેજ બેસ્ડ સવાલના જવાબ પણ આપવાના રહેશે. જોન રોટલ અને તેની ફેમિલીની ઉમ્મીદ છે કે આગળના વર્ષ સુધીમાં 450 રૂપિયાંની કિંમત વાળી 379,000 લોટરી ટિકિટ વેંચાઈ જાશે, એવામાં તેઓને પોતાના બંગલાની પુરી કિંમત મળી જાશે.
ખુબ જ આલીશાન છે આ બંગલો:બંગલાની ફોટો જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે તે કેટલો આલીશાન છે અને જે આ બંગલાના માલિક બનશે તે કેટલા લકી હશે. જણાવી દઈએ કે આ બંગલામાં કાર પાર્ક કરવા માટે એક મોટું ગેરેજ બનેલું છે. 3400 સ્કવેઇર ફિટમાં બનેલા આ બંગલામાં 5 મોટા બેડરૂમ, 4 બાથરૂમ, મ્યુઝિકે રૂમ, બે કિચન, લોન્ડરી રૂમ, અને 1.5 એકડ જમીન છે. સાથે જ લોટરી વિનરને બંગલાના કેમ્પસ માં જ શાનદાર ગાર્ડનની સાથે ઝીલ ની પણ મજા લેવાનો મૌકો મળશે. જો કે બઁગલાના હાલના માલિકે જણાવ્યું કે આ બંગલામાં એક સમસ્યા એ છે કે બંગલાની દેખભાળ માટે વર્ષના 1 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!