માત્ર 350 રૂપિયામાં ઘરે બેઠા બનાવો ડ્રાંઇવિંગ લાઇસેંસ, દેશમાં ગમે ત્યાંથી કરો આવેદન….જાણો શું કરવાનું?

0

જો ત ડ્રાંઈવિંગ લાઇસેંસ બનાવા માગો છો અને સમયના અભાવને લીધે આરટીઓ ઓફિસ નથી જઈ રહ્યા તો આ જાણકારી તમારા માટે જ છે. આજે અમે તમને ડ્રાંઇવિંગ લાઇસેંસ બનાવાનો સૌથી આસાન તરીકો જણાવવા જઈ રહ્યા છીએ. કેન્દ્ર સરકાર ની નવી પહેલ ના ચાલતા હવે તમે ઘરે બેઠા પુરા દેશમાં ગમે ત્યાંથી ડ્રાંઇવિંગ લાઇસેંસ માટે આવેદન કરી શકો છો. તેના માટે કેન્દ્ર સરકારના તરફથી સારથી નામની નવી સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાના ચાલતા દેશભરના દરેક આરટીઓ ઓફિસ ને ઓનલાઇન એક જ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવ્યું છે. તેના માટે તમારે ઓનલાઇન આવેદન કરવાનું રહેશે. જો કે, જો તમે પહેલી વાર ડ્રાંઇવિંગ લાઇસેંસ બનાવા જઈ રહ્યા છો તો તમારે એકવાર ડ્રાંઇવિંગ ટેસ્ટ આપવા માટે આરટીઓ ઓફિસ જરૂર જાવાનું રહેશે. આવો તો તમને જણાવીએ ડ્રાઇવીંગ લાઇસેંસ માટે કેવી રીતે આવેદન કરવું અને તેનો કેટલો ખર્ચ લાગશે?
અહીં કરવાનું રહેશે આવેદન:

જો તમે તમારા શહેરથી દૂર રહીને નોકરી કે અન્ય કામ કરી રહ્યા છો અને ડ્રાંઇવિંગ લાઇસેંસ બનાવા માગો છો તો તમે તમારા શહેર ના આરટીઓ ઓફિસમાં ઓનલાઇન આવેદન કરી શકો છો. આવેદન કરવા માટે સૌથી પહેલા https://parivahan.gov.in/ પર લોગઈન કરવાનું રહેશે. અહીં પર તમને ડ્રાંઇવિંગ લાઇસેંસ સેક્શન પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમને તમારા રાજ્ય વિશે પૂછવામાં આવશે. રાજ્યની જાણકારી આપ્યા પછી તમારી સામે એક નવી વિન્ડો ખુલશે. આ વિન્ડો પર ડાબી બાજુએ તમને ડ્રાંઇવિંગ લાઇસેંસ માટે આવેદન કરવા માટેના દરેક વિકલ્પ મળશે. અહીં પર તમે તમારી જરૂરિયાત ના અનુસાર નવા ડ્રાંઇવિંગ લાઇસેંસ, ડ્રાંઇવિંગ લાઇસેંસ ના રીન્યુઅલ કે ડુપ્લીકેટ લાઇસેંસ માટે આવેદન કરી શકો છો. આવેદન કરવા માટે તમારી પાસે થી 10 ધોરણની માર્કશીટ અને આધાર કાર્ડ ની જાણકારી માંગવામાં આવશે.

આટલી થશે ફી:

ડ્રાંઈવિંગ લાઇસેંસ માટે આવેદન કર્યા પછી તમારે ફી જમા કરવાની રહેશે. તેના માટે 350 રૂપિયા ની ફી નિર્ધારિત છે. તમે આ ફી ઓનલાઇન જમા કરાવી શકો છો. આ પ્રક્રિયા પુરી થયા પછી તમારી પાસે આરટીઓ ઓફિસ થી એક મેસેજ આવશે. આ મેસેજ માં તમારા ટેસ્ટ ની તારીખ અને સમય ની જાણકારી હશે. તમારે નિર્ધારિત સમય પર ડ્રાંઇવિંગ ટેસ્ટ આપવા માટે આરટીઓ ઓફિસ જાવાનું રહેશે. ટેસ્ટ આપ્યા ના 15 દિવસ પછી તમારું ડ્રાંઇવિંગ લાઇસેંસ તમારા એડ્રેસ પર પહોંચી જાશે. પણ જો તમે ટેસ્ટ માં ફેલ થઇ જાવ તો પુરી પ્રક્રિયા ફરીથી કરવાની રહેશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!