માત્ર 2 લાખ માં ખરીદી શકો છો 1Bhk ઘર, ગમે ત્યાં કરી શકો છો શિફ્ટ….

0

જો તમે ઓછી જગ્યામાં વધુમાં વધુ સુવિધાઓ માં રહેવા માગો છો અને તે પણ ઓછી કિંમતમાં, તો આ ઘર તમારા માટે બેસ્ટ છે. તેની ખાસિયત એ છે કે તે તમારી જરૂરિયાત ના હિસાબે ડિઝાઇન કરવામાં આવે છે અને તમે તેને ક્યાંય પણ શિફ્ટ કરી શકો છો. આ છે પોર્ટેબલ એટલે કે મોબાઈલ હોમ જેની કિંમત લાખ કરતા પણ ઓછી કિંમતમાં શરૂ થાય છે. ઇન્ડિયામાર્ટ વેબસાઈટ પર એવી ઘણી કંપનીઓ છે જે તમને આ ઘર બનાવીને આપશે, જે પોર્ટેબલ હોવાની સાથે સાથે ઇકો-ફ્રેન્ડલી પણ હશે. 7 દિવસોમાં જ બનીને થઇ જાશે તૈયાર:

રિપોર્ટ અનુસાર 1bhk ઘર માત્ર 2 લાખ રૂપિયામાં બનીને તૈયાર થઇ જાશે, જેની કિંમત 1000 રૂપિયા પ્રતિ સ્કવેયર ફિટ રહેશે. તેની કંપની પુરા દેશમાં આવા ઘર અને અન્ય સ્ટ્રક્ચર બનાવીને ટ્રાન્સપોર્ટ કરે છે. કંપની એ કહ્યું કે લોકોની જરૂરિયાત ના હિસાબે ઘરની સાઈઝ વધારી શકાય છે અને તેને યોગ્ય રીતે ડિલિવર કરવાની જબાબદારી પણ કંપની ની જ રહેશે.

જેવી જરૂરિયાત તેવું ઘર:આવી ઘણી કંપનીઓ રજીસ્ટર છે જે તમને દેશના કોઈપણ ખૂણામાં તમારી મરજીના હિસાબે ઘર ડિલિવર કરી શકે છે. તમારી જરૂરિયાત ના હિસાબે ઘર સસ્તા કે મોંઘા હોઈ શકે છે. નવી દિલ્લી ની એક કંપની 3.75 લાખ રૂપિયાના ઓન વહીલ્સ ઘર બનાવીને આપી રહી છે, જે વોટરપ્રુફ હોવાની સાથે સાથે એકદમ સુંદર પણ છે.

મળશે આ સુવિધાઓ:અમદાવાદ ની કંપની એ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેની કંપની આવા ઘર બનાવે છે જેની કિંમત 1500 રૂપિયા સ્કવેયર ફિટ છે, ગ્રાહકો ની જરૂરિયાત ના હિસાબે ઘરોમાં ડાઇનિંગ હૉલ, લિવિંગ રૂમ, ફર્નિચર અને અન્ય લગ્ઝરી સુવિધાઓ ની અલગ-અલગ કિંમત છે. આ ઘર 30 થી 35 દિવસોમાં તૈયાર થઇ જાય છે. કંપની ગ્રાહકોના બતાવેલા લોકેશન પર તેને ટ્રાંસપોર્ટ કરે છે. તેના પછી ગ્રાહક પણ તેને પોતાની મરજીના હિસાબે ટ્રાન્સપોર્ટ કરી શકે છે.

લોકોને પસંદ આવી રહ્યા છે મોબાઈલ હોમ:
મોબાઈલ હોમ્સ ની આ સુવિધા લોકોને ખુબ પસંદ માં આવી રહી છે. કંપની પાસે દરેક મહિને લગભગ 200 મોબાઈલ હોમ્સ, ઓફિસ, કેબીન અને દુકાનો બનાવાના ઓર્ડર આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here