માત્ર 1 રૂપિયામાં મળી રહ્યો છે એક કિલો લોટ, ખાંડ, દાળ-ચોખા- આ ઈ કોમર્સ કંપની એ શરૂ કરી અનોખી ઓફર…..

0

જો તમે પણ ઈ-કોમર્સ કંપનીઓ પાસેથી સામાન ખરીદો છો તો પછી તમે ખુબ જ ઓછી કિંમત પર સામાનને ખરીદી શકો છો. મોબાઈલ અને ટીવી પછી હવે ઘણી કંપનીઓ અન્ય ગ્રોસરી ઘરવકરી સામાન પણ વહેંચવા લાગી છે, જ્યાં ખુબ જ ઓછી કિંમત પર સામાન મળી રહ્યો છે. એમેજોન, બિગ બાસ્કેટ અને ગ્રોફર્સ ના સિવાય દેશના પ્રમુખ ઈ-કોમર્સ ફ્લિપકાર્ટે પણ આ સેક્ટરમાં પ્રવેશ લીધો છે.ફ્લિપકાર્ટે લોન્ચ કર્યો સુપરમાર્ટ:

ફ્લિપકાર્ટે પોતાનો ગ્રોસરી સ્ટોર સુપરમાર્ટ ના નામથી લોન્ચ કરી દીધો છે. હાલ આ સ્ટોર બેંગ્લોર અને હૈદરાબાદમાં શરૂ થઇ ચુક્યો છે. કંપની અમુક જ દિવસોમાં તેને દિલ્લી એનસીઆર, મુંબઈ અને કોલકતા માં પણ શરૂ કરવા જઈ રહી છે.

1 રૂપિયામાં મળી રહ્યા છે દાળ-ચોખા:

ફ્લિપકાર્ટે પોતાના આ સ્ટોરની શરૂઆત માં એક ઓફર નીકાળી છે, જેમાં 1 રૂપિયાની મામૂલી કિંમત પર એક કિલો દાળ, ચોખા, ખાંડ, રીફાઇન્ડ ઓઇલ અને લોટ મળી રહ્યો છે. આ Steal Deals ના ચાલતા રોજ ગ્રાહકોને ત્રણ આઈટમ માત્ર એક રૂપિયાના ભાવમાં મળશે.

કરવી પડશે આ શરત પુરી:

જો કે ગ્રાહકોએ આ ડીલ માટે એક શરત પુરી કરવી પડશે. આ શર્તના અનુસાર, લોકોને ઓછામાં ઓછા 600 રૂપિયા ની શોપિંગ કરવી પડશે. રોજના ડીલમાં આઈટમ અલગ-અલગ હશે, જેનાથી ગ્રાહકોને એક જ સમાન નહીં મળે.

બિગ બાસ્કેટ પણ શરૂ કરી આવી ઓફર:

એક અન્ય ગ્રોસરી કંપની બીગ બાસ્કેટ પણ લોકોને એક રૂપિયામાં ખરીદારી કરવાની ઓફર આપી રહી છે. જો કે તેના માટે લોકોને ઓછામાં ઓછા 2 હજાર રૂપિયાની શોપિંગ વેબસાઈટ કે પછી એપ દ્વારા કરવાની રહેશે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here