માત્ર 13 વર્ષની ઉમરમાં જ બની ગયો હતો બાળકનો પિતા, જાણો સૌથી નાની ઉમરનાં આ પિતાની કહાની….

0

દોસ્તો આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા છોકરાની જે લગભગ 13 વર્ષની ઉમરમાં જ બાપ બની ગયો હતો. તેની કહાની જાણીને તમને પણ ખુબ જ હેરાની લાગશે. આવો તો જાણીએ 13 વર્ષીય આ પિતાની કહાની.  આ છોકરો બ્રિટેનનો રહેવાસી છે. વર્ષ 2009 માં દુનિયાની સામે જ્યારે આ ખબર આવી કે એક 13 વર્ષનો છોકરો એક બાળકનો બાપ બન્યો છે તો બધા દંગ રહી ગયા હતા. ઘણા લોકોને આ ખબર પર વિશ્વાસ કરવો પણ મુશ્કિલ થઇ રહ્યો હતો.

‘એલ્ફી’ નામના આ 13 વર્ષના કિશોરનાં પિતા બનવાની સાચી જાણકારી છે, જયારે આ જાણકારી લોકોના સામે આવી તો લોકોના મો ખુલ્લા જ રહી ગયા હતા. બાદમાં આ જાણકારી ચારે બાજુ ફેલાઈ ગઈ હતી. જોત જોતામાં એલ્ફીનું નામ એટલું ફેમસ બની ગયું જે લોકો તેના વિશે વાતો કરવા લાગ્યા હતા. રીપોર્ટ અનુસાર જયારે તેની ઉમર 12 વર્ષની હતી ત્યારે તેને એક 15 વર્ષીય છોકરી સાથે પ્રેમ થઇ ગયો હતો અને એક વર્ષ બાદ તે પિતા બની ગયો હતો. એલ્ફીની એક તસ્વીર જેમાં તે પોતાની બાળકીને હાથમાં પકડીને બેઠો છે તે સમયે તે સૌથી વધુ ચર્ચામાં આવી હતી. .ખુદ એલ્ફી તેને ખુબ શાનદાર અહેસાસ જણાવે છે. પણ 13 વર્ષના આ પિતાની કહાનીમાં ત્યારે દુઃખદ મોડ આવ્યો જ્યારે એક વર્ષ બાદ જ તે છોકરી જેને તે ખુબ જ પ્રેમ કરતો હતો તેણે એલ્ફીને દગો આપી દીધો. તેના બાદ તે છોકરીએ કોઈ અન્ય સાથે લગ્ન કરી લીધા હતા.

જયારે એલ્ફીને નાની ઉમરમાં જાણ થઇ કે તેની ગર્લફ્રેન્ડ ગર્ભવતી છે તો તેણે પોતાની ગર્લફ્રેન્ડને સપોર્ટ કરતા કહ્યું કે આપણે આ બાળકને જન્મ આપીશું.

તેણે પોતાની ગર્લફ્રેન્ડને અબોર્શનની વાત પર ઇનકાર કરી દીધો હતો અને કહ્યું કે હું આ બાળકની જવાબદારી લઈશ. એલ્ફીને એ વાતની બિલકુલ પણ પરવાહ ન હતી કે લોકો શું કહેશે. તેણે તે જ કર્યું જે ખુદને ઠીક લાગ્યું. અહી જયારે તેની પ્રેમિકાએ તેને દગો આપ્યો ત્યારે એલ્ફી સદમામાં ચાલ્યો ગયો અને નશામાં ધુત રહેવા લાગ્યો હતો. માત્ર આટલું જ નહી, પોતાની આ ખરાબ આદતોના ચાલતા તેને નાની ઉમરમાં જેલ પણ જવું પડ્યું હતું.

પ્રેમિકાના આવી રીતે છોડીને ચાલ્યા ગયા બાદ એલ્ફીને એ મહેસુસ થવા લાગ્યું કે આ બાળક બીજા કોઈનું તો નથી ને? આ શકને લીધે એલ્ફીના દિમાગમાં ન જાણે કેવા-કેવા સવાલ પૈદા થવા લાગ્યા હતા. એકવાર તેણે આ બાળકના DNA રીપોર્ટ કરવાનું પણ વિચાર્યું હતું.રીપોર્ટમાં એલ્ફી એ ક્લેમ કરતા રહ્યા કે આટલી નાની ઉમરમાં તેણે માત્ર એક જ વાર પોતાની પ્રેમિકા સાથે સંબંધ બનાવ્યો હતો. તેને હવે લાગવા લાગ્યું કે આ બાળક તેનું પોતાનું નથી. તેણે બસ પોતાની ગર્લફ્રેન્ડના કહેવા પર જ માની લીધું હતું કે આ બાળક તેનું છે અને તેના દ્વારા તે ગર્ભવતી બની છે. આ બાબત વિશે જ્યારે પોતાની ગર્લફ્રેન્ડને પૂછ્યું કે તે પોતે જ આ બાળકનો પિતા છે ત્યારે તેણે જવાબ ‘હા’ માં આપ્યો હતો.   લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.