માત્ર 10 રૂપિયાના ટૂથપેસ્ટથી નવા જેવી ચમકવા લાગશે તમારી જૂની બાઈક, આવી રીતે કરો ઉપીયોગ…

0

દુનિયામાં બધા ઇચ્છતા હોય છે કે તેની બાઈક હંમેશા નવા જેવી ચમકતી રહે, પણ આવું થવું ત્યારે જ સંભવ થાય છે જયારે તેની યોગ્ય રીતે દેખભાળ કરવામાં આવે. બાઈકની જેટલી વધુ દેખભાળ કરવામાં આવે તે એટલા જ લાંબા સમય સુધી સાથ આપશે. જો તમે તમારી બાઇકનું યોગ્ય રીતે ધ્યાન નહિ રાખો તો અમુક જ દિવસોમાં નવી બાઈક પણ જૂની દેખાવા લાગશે. જો તમે પણ ઇચ્છતા હોવ કે તમારી બાઈક હંમેશા નવા જેવી જ રહે તો આજે અમે તમને અમુક આસાન ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ.રસ્તાઓ પર એટલી વધુ માટી ઊડતી હોય છે કે બહાર નીકળતા જ બાઈક ગંદી થઇ જાતિ હોય છે અને ધીમે-ધીમે બાઇકનો રંગ પણ હલ્કો થવા લાગે છે અને તેની ચમક ખતમ થઇ જાતિ હોય છે. અમુક લોકો બાઇકને સાબુથી ધોતા હોય છે અને જેનાથી બાઇકનું પેન્ટ ધીમે ધીમે ખરાબ થાવા લાગે છે. બાઇકને ધોયા પછી હંમેશા સુકેલા કપડાથી જ તેને સારી રીતે સાફ કરવી જોઈએ. તેના લીધે બાઇકમાં ક્યાંય પણ પાણી નહીં રહે અને કાટ પણ નહિ લાગે. બાઇકના ટાયરોને પણ યોગ્ય રીતે સાફ કરવા જોઈએ, કેમ કે રસ્તાઓ પરની ગંદકી તેમાં ચોંટી જાતિ હોય છે અને તેના લીધે ટાયર ગંદા થઇ જતા હોય છે.

બાઈકની ચમકને તથાવત રાખવા માટે ટૂથપેસ્ટનો ઉપીયોગ કરી શકાય છે. તમે બજાર માંથી કોઈપણ બ્રાન્ડ ની સસ્તી સફેદ ટૂથપેસ્ટ ખરીદી લો.

સૌથી પહેલા બાઇકને એક સાફ કપડાથી પુરી રીતે સાફ કરી લો અને તેના પછી બાઈકની બોડી પર અલગ-અલગ જગ્યાએ ટૂથપેસ્ટ લગાવો. ટૂથપેસ્ટ લગાવ્યા પછી અમુક મિનિટ વાટ જોવાની છે અને પછી સાફ કપડાથી ટૂથપેસ્ટ ને રગડો. જયારે પેસ્ટ પુરી બાઈક પર ફેલાઈ જાય તો તેના પછી તેને 15 મિનિટ સુધી રહેવા દો. તેના પછી સાફ કપડાને પાણીમા પલાળીને બાઇકને હલકા હાથે સાફ કરી લો. હવે તમારી જૂની બાઈક પણ એકદમ નવી બાઈકની જેમ ચકચકિત બની જાશે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here