પક્ષીઓ તરસ્યા ના રહે તેના માટે 6 લાખ રૂપિયાના 10,000 માટીના વાસણો વહેંચી ચુક્યા છે આ ભાઈ, વાંચો આજે મસ્ત સ્ટોરી

0

કેરળ પોતાની સુંદરતા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે અને એનારકુલમ કેરળના સૌથી સમૃદ્ધ જિલ્લાઓમાંથી એક છે. હાલના દિવસોમાં આ જિલ્લાનું મુપથ્થડમ ગામ ચર્ચામાં બન્યું છે. અને તે એટલા માટે કેમ કે 70 વર્ષના શ્રીમાન નારાયણન તે કામ કરી રહ્યા છે, જે કદાચ જ કોઈ કરતું હોય.

Source Image

એવોર્ડ વિનિંગ રાઇટર અને લોટરી ડીલર નારાયણન પ્રકૃતિની રક્ષા માટે ખુબ મહેનત કરી રહ્યા છે. ગરમીની મોસમ શરૂ થતા જ લોકોની વચ્ચે ફ્રી માં માટીના વાસણો વહેંચવાનું શરૂ કરી દે છે, જેથી આ કડકડતા તડકામાં પક્ષીઓ પાણી પી શકે.

Source Image

ગરમી વધવાની સાથે સાથે ચકલીઓના મોટાભાગના પાણીના શ્રોત સુકાઈ ગયા છે.  માનવજીવન જ નહિ પણ પ્રાણીઓ પણ પ્રભાવિત થઇ રહ્યા છે. તાપમાન વધવાને લીધે તેઓ ડીહાઇડ્રેશનનો શિકાર થઇ રહ્યા છે. શ્રીમન કહે છે કે આ એક માટીના વાસણથી ઓછામાં ઓછી 100 ચકલીઓ પાણી પી શકે છે. જેના માટે તેમણે 10,000 માટીના વાસણો ખરીદ્યા છે અને 6 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. શ્રીમન પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોઈ ચુક્યા છે પણ તે ગાંધીવાદી તરીકાથી જીવનારા વ્યક્તિના રૂપમાં ઓળખવાનું પસંદ કરે છે.

Source Image

લગભગ 9000 જેટલા વાસણો સ્થાનીય સંગઠનો, સંસ્થાઓ અને શિક્ષા સંસ્થાઓમાં વહેંચી ચુક્યા છે. આ અભિયાનનું નામ છે, જીવા જલથીનું ઓરું માનું પાત્રમ’  ‘An Earthen Pot For Life Saving Water’ ‘જીવનની રક્ષા કરનારા પાણી યુક્ત માટીના વાસણ’. તેને વર્ષ 2018 માં શરૂ કરવામાં આવ્યું. આ અભિયાનની મોટી સફળતાને લીધે શ્રીમને તેને ગરમીઓમાં ફરીથી શરૂ કર્યુ છે. તેણે કહ્યું કે,”મેં તેને ચાલુ રાખવા માટે વધારે વાસણોનો ઓર્ડર આપ્યો છે કેમ કે મોટાભાગના વાસણો વહેંચાઈ ચુક્યા છે”.

Source Image

શ્રીમન આગળના વર્ષે એનારકુલમ જિલ્લામાં લગભગ 15 લાખ રૂપિયાની કિંમતના 50 હજાર છોડ પણ ફ્રી માં વહેંચી ચુક્યા છે. તેની પહેલા નારાયણ પોતાના ગામ મુપથ્થડમ માં 10,000 છોડ પણ વાવી ચુક્યા છે. આ દરમિયાન તેમણે ગામના લોકોને કહ્યું હતું કે દરેક વ્યક્તિ પોતાના ઘરની આગળ એક ફળદાર વૃક્ષ જરૂર લગાવે, જેથી પક્ષી ફળ ખાઈ શકે.

Source Image

જીવનની શરૂઆતમાં ગાંધીજીના જીવનથી પ્રભાવિત શ્રીમન ગાંધીવાદી સિદ્ધાંતથી જીવે છે અને ઈચ્છે છે કે તેનું જીવન દુનિયાને સંદેશ આપવામાં સક્ષમ હોય. માટે તે આગળના છ વર્ષોથી દરેક સામાજિક કાર્ય, My Village Through The Ways Of Gandhiji’ ના ચાલતા કરતા આવ્યા છે. તેમણે તેની શરૂઆત ગાંધીજીની ઓટોબાયોગ્રાફી,”The Story of My Experiments with Truth’ ની 5,000 કોપી લોકોને વહેંચીને કરી હતી.

Source Image

નારાયણનનું કહેવું છે કે,”ગરમીઓમાં પક્ષીઓને પાણી પીવાનું એકમાત્ર સાધન આપણે માનવ જાત જ છીએ, તેઓ બેજુબાન જાનવરો આપણી પાસેથી માંગીને પાણી પી ના શકે, માટે આપણે જાતે જ પહેલ કરવાની રહેશે”.
નારાયણનું કહેવું છે કે,”વર્તમાન સમયમાં જે રીતે લોકો ધરતીના વિનાશની તરફ વળી રહ્યા છે, હું નથી ઈચ્છતો કે આવનારા બાળકોનું ભવિષ્ય ભયાનક હોય. લોટરી વ્યવસાય અને ગામના નાના એવા રેસોરેન્ટથી મળતી આવકથી જેટલું પણ મારાથી થઇ શકે, તે કરવાની કોશિશ કરી રહ્યો છું”.

Source Image

મલયાલમ અને અર્થ શાસ્ત્ર માં પોસ્ટ ગ્રેજ્યુએટ શ્રીમન ને કેરળ રાજ્ય ઇન્સ્ટિયૂટ ફરી ચીલ્ડનર્સ લિટરેચર એવોર્ડ તેની કવિતાઓના સંગ્રહ કુટ્ટીકાલુદે ગુરૂદેવન માટે 2016 માં મળ્યો હતો. તેમણે અન્ય પણ પુસ્તકો લખ્યા, જેમાં એન્ટે પુઝા પેરિયાર નદીના પ્રદુષણ વિશે લખેલી સૌથી નવી રચના છે. અમુક સમય પહેલા તેમને એસ કે પોટ્ટેક્કટ પુરસ્કાર, તેના પર્યાવરણને બચાવવવાના પ્રયાસો માટે આપવામાં આવ્યો હતો.

Source Image

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here