માથા પર પડી વીજળી પણ અકસ્માતને બદલે થયો ચમત્કાર, એવી તે બદલાઈ ગઈ જિંદગી કે તમને વિશ્વાસ જ નહીં આવે….

0

વરસાદ ની ઋતુમાં તમે મોટાભાગે આકાશ માંથી વીજળી પાડવા જેવી ઘટનાઓ સાંભળી હશે. આ ઘટનામાં મોટાભાગે લોકોની મૃત્યુ પણ થઇ જાતિ હોય છે અને સાથે જ સંપત્તિ ને નુકસાન પણ થાતું હોય છે. પણ શું તમે ક્યારેય વિસાર્યું છે કે આકાશીય વીજળી પડવાથી કોઈ વ્યક્તિ બચી ગયો હોય? આજે એવી જ ઘટના અમે તમને કહેવા જઈ રહ્યા છીએ જેમાં આ વ્યક્તિ નો જીવ બચવાની સાથે સાથે તેની જિંદગી પણ બદલાઈ ગઈ જાણે કે કોઈ ચમત્કાર થઇ ગયો હોય.
આ વ્યક્તિનું નામ ટોન સીકોરીયા છે અને તે ન્યુયોર્ક નો રહેવાસી છે. ડોક્ટર પણ આ ઘટનાને ચમત્કાર માને છે અને આધુનિક સાઇન્સ માટે આ એક પહેલી બની ગઈ છે. વાત ત્યારની છે જ્યારે ટોન એક પબ્લિક ફોન બુથ થી વાત કરવા માટે બહાર નીકળી રહ્યો હતો કે આકાશીય વીજળી આ ફોન બુથ પર પડી.ફોન બુથ લોખંડ નો બનેલો હતો અને ટોન પણ આ અકસ્માતનો શિકાર થઇ ગયો. ટોન આ અકસ્માત માં ખુબ જ ગંભીર બની ગયો હતો, વીજળી પડવાથી તેનું શરીર પુરી રીતે દાજી ગયું હતું અને તે બેહોશ થઈને નીચે પડી ગયા અને તેના હૃદય ના ધબકારા પણ રોકાઈ ગયા હતા.
જો કે તેનું નસીબ સારું હતું કે આ સમય પર અમુક લોકો હાજર હતા જેમાંની એક નર્સ પણ હતી જે નજીકના જ કોઈ એક હોસ્પિટલમાં કામ કરતી હતી. ટોનને તરત જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો જ્યા પર તેને તત્કાળ આઇસીયુ માં ભરતી કરવામાં આવ્યો.
આ હાદસામાં ટોન જીવિત તો રહી ગયા પણ તેના મગજમાં ઊંડો આઘાત પહોંચ્યો હતો જેનાથી તેને ભૂલવાની બીમારી લાગુ પડી ગઈ હતી, પણ તેના જીવનમાં અન્ય બદલાવો પણ આવ્યા હતા જે એકદમ અનોખા હતા.
અમુક સમય પછી તે ઠીક તો થઇ ગયા પણ હાદસાથી તેની અંદર નું સંગીત પ્રેમ જાગી ગયું. અકસ્માત પહેલા તેને સંગીત પ્રત્યે બિલકુલ પણ રુચિ ન હતી પણ ઠીક થયા પછી તેને પિયાનો વગાળવાની ઈચ્છા જાગરૂક થઇ. તેને પિયાનો વગાળતા જોઈને તેના પરિવારના લોકો જાણે કે હેરાન જ રહી ગયા હતા.
કોઈપણ જાતની પ્રેક્ટિસ વગર જ ટોન શાનદાર પિયાનો વગાડી રહયા હતા. તેના પછી તેમણે એક ક્લબ જોઈન કરી લીધું અને નેશનલ લેવલ પર પરફોર્મ કરવા લાગ્યો. વીજળી પડવાથી તેના મગજમાં એવી અસર થઇ કે કોઈએ તેની કલ્પના પણ ન કરી હોય.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here