‘માતા-પિતા’ ના આશીર્વાદ વગર આગળ ન વધી શકાય, યાદ રાખો…વાંચો લેખ માં અમિતાભ બચ્ચનને બરોડા આવ્યા ત્યારે બીજું શું શું કહ્યું

0

બૉલીવુડ ના મહાનાયક અમિતાબ બચ્ચન એ વર્તમાન યુવા પેઢી ને કહ્યું માતા-પિતા ના આશીર્વાદ વગર તમે આગળ વધી ન શકો, યાદ રાખો. તેમણે કહ્યું કે જયારે પણ હું માતા-પિતા ને સંતાનો દ્વારા બહાર કાઢી મુકવા કે વૃદ્ધાશ્રમ માં મોકલવા વિશે વાંચું છું તો ખુબ જ વ્યથિત થઇ જાવ છું, આવા સંતાનો ખુબ જ ખરાબ કામ કરે છે, એવું મને લાગે છે”.
આવું તેમણે વડોદરા મેનેજમેન્ટ એસોસિએશન ના તરફથી નવલખી મૈદાન પર મંગળવાર ના રોજ આયોજિત સમારોહ માં સયાજી રત્ન એવોર્ડ સ્વીકાર કર્યા પછી બોલી રહ્યા હતા. વડોદરા ના પૂર્વ મજારાજા દિવંગત સયાજીરાવ ગાયકવાડ તૃતીય ની યાદ માં તેને આ રત્ન એવોર્ડ પૂર્વ રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ એ પ્રદાન કર્યું હતું. અમિતાબે કહ્યું કે તે એક સામાન્ય નાગરિક છે પણ વડોદરાવાસીઓ ના તરફથી તેની ઉપલબ્ધીઓ નો સ્વીકાર કરીને તેને સમ્માનિત કરવા માટે તે સંસ્કાર નગરી ના ઋણી છે. તેમણે પોતાના માતા-પિતા પર પોતાનું વ્યક્તવ્ય કેન્દ્રિત રાખ્યું. તે બોલ્યા ‘જયારે પણ હું માતા-પિતા ને સંતાનો દ્વારા બહાર કાઢી મુકવા કે વૃદ્ધાશ્રમ માં મોકલવા વિશે વાંચું છું તો ખુબ જ વ્યથિત થઇ જાવ છું, આવા સંતાનો ખુબ જ ખરાબ કામ કરે છે, એવું મને લાગે છે”.તેમણે વર્તમાન યુવા પેઢી ને કહ્યું કે માતા-પિતા ના આશીર્વાદ વગર તમે આગળ ન વધી શકો, યાદ રાખો”.પિતાની વાત કરતા તે આગળ બોલ્યા, જે કામ ના થઇ શકે તેમાં ઈશ્વર ની મરજી સમજીને આગળ વધે છે, પોતાના જીવનના ઉતાર-ચઢાવ ના પ્રસંગો ને યાદ કરીને તેમણે કહ્યું કે જ્યા સુધી જીવન છે ત્યાં સુધી સંઘર્ષ છે, તેનો સામનો કરશો તો સારું પરિણામ નિશ્ચિત મળશે. સ્કૂલ ના દિવસોમાં પિતાના તરફથી કહેવામાં આવેલી વાતો ને યાદ કરતા તેમણે કહ્યું કે તેના પિતા કહેતા હતા કે મન નું હોય તો તે સારું, મન નું ના હોય તો તે વધુ સારું…! આ વાત સાંભળી ને તેમણે તેના પિતા ને પૂછ્યું કે ના હોય તો વધુ સારું…એનો શું અર્થ છે તો પિતા એ તેને સમજાવ્યું કે મન નું ના હોય તો તેને ઈશ્વર ની મરજી સમજવી…ત્યારથી તે આ વાત ને ગાંઠ બાંધી ને અમીતાબ ચાલતા આવ્યા છે. જે કામ ના થાય તેમાં ભગવાન ની મરજી સમજીને આગળ વધવું જોઈએ.પિતા ની અગ્નિપથ કવિતા સંભળાવવા પર તાળીઓ વગાડી:

અમીતાબે પિતા ની અગ્નિપથ કવિતા સંભળાવી તો લોકોએ તાળીઓ વગાડીને અભિવાદન કર્યું. સમારોહ પછી કાર માં બેસીને જવાના સમયે લોકોએ ઓટોગ્રાફ માટે આગ્રહ કર્યો. અમિતાબે પણ લોકોનું મન રાખ્યું અને વિવિધ વસ્તુઓ કાર ના બોનેટ પર રાખીને ઓટોગ્રાફ આપ્યા. તેની પહેલા અમિતાબ ચાર્ટર વિમાનથી વડોદરા પહોંચ્યા હતા. ત્યાં તેના ફેન્સ ની ભીડ લાગેલી હતી.એક ઝલક મેળવવા માટે ધક્કા-મુક્કી પણ થઇ હતી.એરપોર્ટ થી અમિતાબ સીધા પૂર્વ રાજવી પરિવાર ની મુલાકાત કરવા માટે લક્ષ્મી વિલાસ પૈલેસ પહોંચ્યા હતા. ત્યાં અમીતાબે પૂર્વ રાજવી પરિવાર ના સદસ્યો ની સાથે બપોર નું ભોજન લીધું. સમારોહ પછી અમિતાબ ફરીથી મુંબઈ માટે એયરપોર્ટ રવાના થયા. જણાવી દઈએ કે લિવિંગ લેજેન્ડ ઓફ ઇન્ડિયા માં આઇકોનિક પ્રતિભા રાખનારા વ્યક્તિઓ ને આ એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ 2013 માં શરૂ કરવામાં આવેલો એવોર્ડ પહેલી વાર નારાયણ મૂર્તિ ને, વર્ષ 2015 માં રતન ટાટા ને એને આ વર્ષ બૉલીવુડ ના મહાનાયક અમિતાબ બચ્ચન ને પ્રદાન કરવામાં આવ્યો હતો.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here