માતા નાં પાર્થિવ શરીરનો ગલત ઈરાદાથી ઉપયોગ કરીને દીકરાએ 3 વર્ષમાં કમાયા 18,00000 રૂપિયા, જાણો ચોંકાવનારો મામલો……

0

આ દુનિયામાં માં થી મોટો કોઈ રિશ્તો નથી હોતો પણ ઘણી વાર એવી અમુક ઘટનાઓ બની જાતી હોય છે કે આપણા આસ-પાસના આ રીશ્તાઓને તોડી-ફોડી નાખતા હોય છે. એવી જ એક ઘટના કોલકતામાં થઇ હતી જ્યાં દીકરો પોતાની માતાના પાર્થિવ શરીરનો ગલત રીતે ઉપીયોગ કરીને દરેક મહીને 50,000 રૂપિયા પેન્શનના રૂપમાં લેતો હતો.જેવું કે આપણા બધાને ખબર છે કે પેન્શન તેને જ મળતું હોય છે જે વ્યક્તિ જીવીત હોય, પણ આ દીકરો પોતાની માં ને 3 વર્ષથી ફ્રીજમાં બંધ કરીને રાખતો હતો. પ્રત્યેક વર્ષ તે પોતાની માતાના પાર્થિવ શરીરના અંગુઠાનું નિશાન લગાવીને જીવિત હોવાનું પ્રમાણ બૈંકમાં જમા કરતો હતો અને બૈંક માં તે બહાનું લગાવ્યું કે તેની માતા ની મોટી ઉમર થઇ જવાને લીધે તે સાઈન કરવાનું ભૂલી ગઈ છે. અને જ્યારે 50,000 નીકળવાનો વારો આવતો તો તે ડેબીટ કાર્ડથી તે પૈસાને નીકાળતો રહેતો હતો. આવી રીતે તે ત્રણ વર્ષથી દરેક મહીને 50,000 રૂપિયા પેન્શન લાવી રહ્યો હતો. હેરાનીની વાત એ છે કે આ આરોપીના પિતા પણ તેની સાથે જ રહેતા હતા. તેને આ કારનામાં પર કોઈ જ આપત્તિ ન હતી.  પાર્થિવ શરીરને સુરક્ષીત રાખવા માટે લગાવ્યો હતો એન્જીનીયરનો દિમાગ:દીકરાએ લેદર ટેકનોલોજી ભણ્યું હતું, જેમાં લેદરને લાંબા સમય સુધી સુરક્ષીત રાખવા માટેનો તરિકો પણ શીખવવામાં આવતો હતો, તે જ ઉપાયથી દીકરાએ 3 વર્ષ સુધી પોતાની માતાના પાર્થિવ શરીરને સુરક્ષીત રાખ્યું હતું.

શરીરને કાંપીને બહાર નીકળ્યા હતા સડાવનારા અંગો:શવના પેટ પર કાંપવાના નિશાન મળ્યા છે અને પોસ્ટમોર્ટમમાં એ જાણ થઇ કે શરીરમાંથી સડી જનારા અંગો ગાયબ છે, માનવામાં આવી રહ્યું છે કે આરોપી દીકરાએ એ બધા અંગોને કાંપીને નીકાળી દિધા છે, જેમાં સડન કે દુર્ગંધની આશંકા હતી. દીકરાએ ઘરમાં ચામડીને સુરક્ષીત રાખનારા અને તેને સડો ન મળે તે માટેના કેમિકલ્સ પણ રાખ્યા હતા.

આખરે કોઈ દીકરો કેવી રીતે ચંદ પૈસા માટે આવું કરી શકે છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.