આજે વાંચો માતા મેલડીના પ્રાગટયની કથા……

1

માતા મેલડી ની ઉત્પતિની ઘણી બધી લોકવાયકાઓ પ્રચલીત છે, એવું કહેવાય છે કે જ્યારે માતા મેલડી પ્રગટ થયા ત્યારે માતા મેલડીનું કોઈ જ નામ આપવામાં આવ્યું ન હતું એટ્લે તેમણે નમામી દેવી તરીકે જ પ્રસિદ્ધ હતા ને ધીમે ધીમે તેઓ માતા મેલડીને નામે પૂજાવા લાગ્યા. પરંતુ હકીકત આવી નથી. તો ચાલો આજે જાણીએ માતા મેલડીની સાચી પ્રાગટ્ય કથા;
જ્યારે સતયુગ હતો ત્યારે દાનવો એટ્લે કે રાક્ષસો બ્ર્મ્હ, વિષ્ણુ ને મહેશના તપ કરીને અજય અમર થવાનું  વરદાન મેળવી લેતા અને પછી લોકો પર ત્રાસ ગુજારતા હતાં. ઘણા વર્ષો પહેલા ની આ વાત છે જ્યારે દાનવ દેવો ની અપાર પૂજા અને ભક્તિ અને તપ કરી તેઓ ભગવાન પાસેથી તેમનાં તપના પ્રભાવે પ્રસન્ન કરીને વરદાન મેળવતાં હતા ને ખૂબ  શક્તિશાળી થઈ જતાં હતા. અને પછી એ વરદાનના પ્રભાવે દાનવો દેવતાઓને હેરાન પરેશાન કરી મૂકતાં ને સ્વર્ગ પ્રાપ્તિ માટે યુદ્ધ પણ કરતાં હતા. ત્યારે દેવતાઓ નવદુર્ગા અને દેવી શક્તિની આરાધના કરતાં ને તેમના શરણે જતાં હતા. અને તેમનાં દેવતાઓના ત્રાસમાંથી મુક્ત કરવા માટે પ્રાર્થના કરતાં હતા. ત્યારે દેવી શક્તિ ને આધ્યશક્તિ માં નવદુર્ગાનાં સ્વરૂપે ધરતી પર પ્રગટ થઈને દેવતાઓનો સંહાર કરતાં હતા.
આવી જ રીતે એક અમરૈયા નામ નો રાક્ષસ પણ પોતાનાં તપના પ્રભાવે અને વરદાનના કારણે ખૂબ જ શક્તિશાળી બની ગયો ગયો હતો. અને તેને આવી જ રીતે લોકોને અને દેવતાઓને હેરાન કરવાનું ચાલુ કર્યું હતું. ત્યારે દેવતાઓએ અને લોકોએ નવદુર્ગા ની આરાધના કરી હતી. ત્યારે દેવી નવદુર્ગાએ આ અમરઈયા રાક્ષસ સાથે ઘણાં વર્ષોસુધી યુદ્ધ કર્યું હતું. ત્યારે આ રાક્ષસ થાકી ગયો ને મૃત્યુના ડરથી બચવા માટે આ રાક્ષસ એક સાયલા નામના તળાવમાં છૂપાઈ જાય છે.આ નવદુર્ગાએ આ રાક્ષસનો વધ કરવા માટે પોતાનાં શરીરનાં બધા જ અંગોમાંથી મેલ કાઢીને એ મેલની પૂતળી બનાવી એમાં જીવન આપ્યું. પછી બધી જ દેવીઓએ શક્તિ અને શસ્ત્રો આપ્યાં. ને એ પૂતળીને આદેશ કર્યો કે એ છૂપાઈને બેઠેલા રાક્ષસને ગોતી તેનો વધ કરે. .

ત્યારે આ પૂતળીએ આદેશ અનુસાર એ રાક્ષસને ગોતી તેની સાથે યુદ્ધ કરીને તેને મારી નાખ્યો.
પછી આ પૂતળી પાછી નવદુર્ગા પાસે આવે છે ને ફરી આદેશ કરવા કહે છે. ત્યારે નવદુર્ગાએ કહ્યું કે તે રાક્ષસનો એકલા હાથે વધ કર્યો છે. હવે તું મેલી થઈ ગઈ છે. તારું અહીંયા કોઈ કામ નથી. તું અહીયાથી જતી રહે. ત્યારે પૂતળીને પોતાનું અપમાન થયું હોય તેવું લાગ્યું ને તે મહાદેવ પાસે જાય છે. અને મહાદેવને બધી જ હકીકત કહી સંભળાવે છે. મહાદેવે તેના હક્ક માટે લડવા કહ્યું ને કહ્યું કે હું તને શક્તિ અને શસ્ત્રો આપું છુ. તું નવદુર્ગા સાથે યુદ્ધ કરી તારો અધિકાર મેળવ. અને આજથી તારું નામ મેલડી રહેશે. કેમકે તું નવદુર્ગાના મેળમાંથી જન્મી છે.

આમ ખુદ મહાદેવે પોતાની જટામાંથી ગંગાજીણી ઉત્પતી કરીને મેલડીને રાક્ષસના મૃત્યુના કારણે જે મેલી થઈ ગઈ હતી તેને પવિત્ર કરી ને એ પછી મેલડીએ નવદુર્ગા સાથે યુદ્ધ કરી પોતાનો અધિકાર મેળવ્યો. આમ માતા મેલડીની ઉત્પતિ થઈ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here