માતા લક્ષ્મી ને કરવા માગો છો પ્રસન્ન તો સાંજ પડતા જ કરો આ 2 નિયમોનું પાલન, થશે ધન વર્ષા….

હિન્દૂ ધર્મ શાસ્ત્રોના અનુસાર માતા લક્ષ્મી ને ધન ની દેવી માનવામાં આવે છે, એ પણ કહેવામાં આવે છે કે માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવાથી તેના ભક્તો પર ધનની વર્ષા થાય છે. આજે અમે તમને હિન્દૂ ધર્મ શાસ્ત્રોના અનુસાર બનાવામાં આવેલા અમુક નિયમો વિશે જણાવીશું જેનું પાલન કરીને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને અધિક ધન લાભ મેળવી શકો છો.જો કે આજના સમયમાં આવી બાબતો પર વિશ્વાસ કરનારા લોકો ઓછા જોવા મળે છે પણ તમે પણ આમાં વિશ્વાસ કરીને જુઓ, પછી ફાયદો જ ફાયદો થશે.
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો ઉપાય:તુલસીના છોડને હિન્દૂ ધર્મમાં ખુબ જ પવિત્ર માનવામાં આવે છે, તેને લીધે આજે દરેક ઘરમાં તેને ઉછેરવામાં આવે છે. સાંજના સમયે તુલસીના છોડની સામે દીવો પ્રગટાવવાથી શુભ માનવામાં આવે છે.પણ એ સમસ્યા છે કે લોકો પહેલા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવે છે અને પછી તુલસીના છોડની સામે જેને હિન્દૂ ધર્મમાં એકદમ ખોટી બતાવામાં આવી છે.જો તમે પણ એવું કરો છો તો માતા લક્ષ્મી પ્રસન્ન થવાને બદલે નારાજ થઇ જાશે અને તમને કઈપણ લાભ નહિ મળે. લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે પહેલા તુલસીના છોડની આગળ દીવો પ્રગટાવવો જોઈએ અને તેના પછી જ ઘરના મંદિરમાં. તુલસીના છોડને પહેલું સ્થાન આપવું માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે ખુબ જ આવશ્યક છે.સાથે જ સાંજે ઘરમાં પૂજા કરવાના સમયે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે પૂજાના સમયે ભોજનનું સેવન ન કરો. લક્ષ્મી માં ને પ્રસન્ન કરવા માટે તમારે એ ધ્યાન રાખવું હોઈએ કે જેના પર પૂજા થઇ રહી છે તે સમયે તમારા ઘરમાં ભોજનનું સેવન ના થઇ રહ્યું હોય.પૂજાના સમયે ભોજન કરવાથી ઘરમાં અશુદ્ધતા ફેલાઈ જાય છે જેને લીધે લક્ષ્મી માં તમારાથી નારાજ થઇ જાય છે. જો તમે આ બે નિયમોનું પાલન કરશો તો માતા લક્ષ્મી તમારા પર ચોક્કસ પ્રસન્ન થશે અને તમને ધન લાભ પણ મળશે. Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!