માતા ખોડીયારને કેમ કહેવામાં આવે છે ખોડીયાર? જાણો કેવી રીતે મગર બન્યો તેમનું વાહન વાંચો બીજી રસપ્રદ અને જાણવા જેવી વાત.

0

માતા ખોડીયારનું નામ એ જાનબાઈ હતું, તેમને પગમાં ઠેસ વાગી અને તેના કારણે તેઓ થોડું ખોડાતા ચાલતા હતા અને ત્યારે તેમની બહેને કહ્યું કે ખોડલ આવી આ કારણે તેમને ખોડીયાર કહેવામાં આવે છે. અને જે તે જગ્યાએ પહોચવા માટે તેમણે મગરની મદદ લીધી પછી તેમણે મગરને સોનાની વાળી એ નાકમાં પહેરાવી અને કહ્યું કે આજથી તું મારું વાહન. આમ મગર એ માતા ખોડીયારનું વાહન બની ગયું. હવે જાણો બધી માહિતી વિગતે.

મહા સુદ સાતમના દિવસે માતા ખોડીયારની જન્મજયંતી આવે છે. આવનારા જાન્યુઆરી મહિનામાં ૨૬ તારીખે આ તહેવાર ઉજવવામાં આવશે. આવો જાણીએ માતા ખોદીયારના પ્રાગટ્ય સાથે જોડાયેલ રસપ્રદ અને જાણવાજેવી વાતો.

બોટાદ તાલુકા પાસે આવેલ રોહીશાળા ગામમાં એક ચારણ રહેતો હતો તેમનું નામ મામળ હતું. તેઓ પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે માલધારીનું કામ કરતા હતા. વલ્લભીપુરના રાજા શિલાદીત્યના તે સૌથી વધુ પ્રિય હતા માતા સરસ્વતીના તેઓ ઉપાસક હતા. તેમના પર માતા સરસ્વતીના આશીર્વાદ છે. રાજાના દરબારમાં તેઓ મામળદેવ તરીકે ઓળખાતા હતા. તેમના પત્નીનો સ્વભાવ એ બહુ ધાર્મિક અને બીજા લોકો માટે કશું કરી છૂટવા કશું પણ કરી શકતા હતા. આ દંપતી પાસે એ અઢળક પૈસા હતા પણ તેમને કોઈ સંતાન હતું નહિ. રાજા ને મામળદેવ એ બહુ પ્રિય હતા જે અમુક લોકોથી જોવાતું ના હતું ત્યારે અમુક લોકોએ રાજાના કાન ભરવાની શરૂઆત કરી તેમણે રાજાને કહ્યું કે મામળદેવને કોઈ સંતાન નથી જો કોઈ સારું કામ શરુ કરવા જતા કે પછી બીજા કોઈ કામ કરવા જતા આ દેવના દર્શન એ અપશુકન થશે. આવી લોકોની વાતોમાં આવીને મામળદેવને સંભળાવી દીધું કે હું વાંઝીયાનું મોઢું જોવા નથી માંગતો તમે ચાલ્યા જાવ. રાજાના મોઢે આવું સાંભળીને તેઓ બહુ દુખી થઇ ગયા. રાજાની આ વાત સાંભળીને બીજા લોકો પણ તેમને અનેક વાતો સંભળાવવા લાગ્યા, બધાની વાતો સાંભળીને તેઓ બહુ દુખી થઇ ગયા અને ઘરે આવીને દરેક વાત પોતાની પત્નીને જણાવે છે.

ત્યારબાદ તેઓ પરેશાન થઈને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપ કરવા લાગ્યા અને તેમણે નક્કી કર્યું કે જો શિવજી પ્રસન્ન નહિ થાય તો તેઓ પોતાનું માથું એ તલવારથી કાપીને તેમને અર્પણ કરશે. જયારે શિવજી પ્રસન્ન થયા નહિ ત્યારે તેઓ પોતાનું માથું એ તલવારથી કાપવા માટે તૈયાર થાય છે ત્યારે તરત જ શિવજી પ્રગટ થાય છે અને તેમને આશીર્વાદ આપે છે કે નાગદેવતાના પુત્ર અને તેમની પુત્રીઓ તમારા ત્યાં જન્મ લેશે. આમ મામળદેવ ઘરે જઈને પોતાની પત્નીને વાત કરે છે અને ત્યાર પછી તેઓ ભગવાન શિવના જણાવ્યા પ્રમાણે મહા સુદ આઠમના દિવસે ઘરમાં આઠ પારણા ખાલી રાખે છે ત્યારબાદ નાગપુત્ર અને નાગપુત્રીઓ આવે છે અને સાત પુત્રીઓ અને એક પુત્રનો અવતાર ધારણ કરે છે.

તેમના ઘરે અવતરેલ સાત પુત્રીઓ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાસાઈ અને સૌથી નાની બહેન જાનબાઈ (ખોડીયાર) અને તેમના ભાઈ મેરલદેવનો જન્મ થયો. આમ આ સમાચાર વાયુવેગે આખા ગામમાં ફેલાઈ જાય છે અને આખું ગામ એ ખુશીના હિલોળે ચઢે છે.

આ સાત બહેનોનો એકનો એક ભાઈ મેરલદેવને એક ખેતરમાં ઝેરી સાપ કરડે છે. આમ એકના એક ભાઈની તકલીફ જોઇને દરેક બહેન ડરી ગઈ અને એ ઝેર ઉતારવા માટે દરેક એ અલગ અલગ પ્રકારના ઉપાય કરવા લાગ્યા. ઘણુબધું કરવા છતાં પણ ઝેર ઉતરતું નથી ત્યારે એક વ્યક્તિએ જણાવ્યું કે આ ઝેર એ ફક્ત નાગલોકના જળથી જ ઉતરશે. અને જો આ જળ એ આજે સૂર્યાસ્ત પહેલા લાવવામાં આવે તો અને તો જ તેમના ભાઈનો જીવ બચી શકશે. જળ લાવવા માટે જાનબાઈ એટલે કે માતા ખોડીયાર એ પાતાળલોક જવા માટે નીકળે છે અને જયારે તેઓ જળ લઈને આવી રહ્યા હતા ત્યારે ઉતાવળમાં તેમને ઠેસ વાગે છે અને તેઓ મગરની મદદ લઈને તેમના ભાઈ પાસે પહોચે છે તેમને આવેલા જોઇને તેમની બહેન એ જણાવે છે કે લો ખોડલ આવી ગઈ આમ તેમનું નામ એ ખોડીયાર પડ્યું.

રા’નવઘણને માતા ખોડીયાર પ્રત્યે બહુ શ્રધ્ધા હોય છે તેઓ જયારે પોતાની બહેનોને બચાવવા માટે યુધ્ધમાં જતા હોય છે ત્યારે તેઓ માતા ખોદીયારના મંદિર પાસેથી તેમનો ઘોડો એ ૨૦૦ મીટર ઉંચાઈથી કુદાવે છે એ છતાં પણ તેમને કોઈપણ પ્રકારની ઈજા થતી નથી. રા’નવઘણ પર માતા ખોદીયારની કૃપા સતત રહે છે. રા’નવઘણની માતાને ખોડીયાર માતા પર અપાર શ્રદ્ધા હોય છે અને તેમના આશીર્વાદના કારણે જ તેમનો જન્મ થયો હતો.

આવો તમને જણાવીએ માતા ખોડીયારના પ્રસિદ્ધ મંદિરો

૧. રાજપરા :

ભાવનગરથી ૧૭ કિલોમીટર દુર આવેલ આ ગામ એ ખોડીયાર મંદિર માટે બહુ પ્રખ્યાત છે. આ મંદિરને તાંતણીયા ધુરાવાળા ખોડીયાર તરીકે ઓળખાય છે.

૨. માટેલ :

જો તમે રાજકોટ બાજુ ફરવા જાવ તો તમારે માટેલમાં આવેલ માતા ખોડીયારના આ મંદિરના દર્શન અવશ્ય કરવા જોઈએ. રાજકોટના વાંકાનેર પાસે આ મંદિર આવેલ છે. આ મંદિરમાં માતા ખોડીયાર સાથે તેમની બહેનોની મૂર્તિઓ પણ આવેલ છે. આ મંદિર બહાર એક પીલુડીનું ઝાડ પણ છે આ ઝાડની નીચે એ ખોડીયાર માતા અને તેમની બહેનના પાળિયા આવેલ છે.

આ સિવાય આપણા ગુજરાતમાં બીજા ઘણાબધા ખોડીયાર મંદિર આવેલ છે હવે તો વીરપુર પાસે પણ એક સુંદર જગ્યાએ ખોડીયારધામ બનાવવામાં આવ્યું છે ત્યાં પણ બહુ અદ્ભુત જગ્યાઓ છે. જયારે પણ સૌરાષ્ટ્ર ફરવા જવાનું પ્લાન બનાવો તો આ મંદિરની મુલાકાત અચૂક લેજો. તમે આજ સુધી કેટલા ખોડીયાર મંદિરની મુલાકાત લીધી છે. તમારા ગામ, શહેર, ગલી કે જ્યાં પણ ખોડીયાર મંદિર આવેલ છે તેના ફોટો કોમેન્ટમાં મુકો. જય માતાજી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here