મહાદેવના આશીર્વાદથી ચારણ કુળમાં અવતરેલ માતા ખોડિયારનો પ્રાગટ્ય ઇતિહાસ સાથે જાણો માટેલધામનો ઇતિહાસ…

0

આજે જાણો માતા ખોડલનો રસપ્રદ ઇતિહાસ, અને તેમના પ્રાગટ્યની કથા..જે લોકવાયકામાં ખૂબ જ પ્રચલિત છે. માતા ખોડલનો જન્મ ચારણ ના કુળમાં થયો છે. માતા ખોડલ ને સાત બહેનો અને એક ભાઈ હતા. તેમના માતાનું નામ આઈ દેવળ અને પિતાનું નામ મામાળિયા ચારણ હતું.

Image Source

ભાવનગર જિલ્લાના રોહિસાળા ગામમાં એક ચારણ રહેતો હતો. તે ચારણ રાજ કુળનો ચારણ હત રોજ રજાના દરબાર તે ચારણ જાતો ને દયારા કરતો હતો, આ મામળિયા ચારણ હતો વાંઝિયો એટ્લે રાજાની રાણીએ રાજાના કાને વાત નાખી કે વાંઝિયા ચારણનું રોજ મોઢું જોઈએ છીએ એટ્લે આપણે ત્યાં પણ કોઈ જ સંતાન નથી.અને આ વાત રાજા ને ગળે ઉતરે છે ને રાજાએ મામળીયા ચારણનું અપમાન કર્યું ભર્યા દરબારમાં ને વાંઝિયો ચારણ કહી દરબારમાં ન આવવા જણાવે છે. મામલીયા ચારણને માથું લાગ્યું તેણે શિવ તપસ્યા કરી ને શિવ તપસ્યા થી પ્રસન્ન થઈ ને શિવજીએ સાત દીકરીઑ ને પછી એક દીકરાનું વરદાન આપ્યું.

સમય જતાં ચારણના ઘરે એક પછી એક દીકરીઓ એમ કુલ સાત દીકરીઑ ને એક દીકરાનો જન્મ થાય છે. સાતેય દીકરીઓના નામ આવળ, જોગળ, તોગળ, બીજબાઈ, હોલાઈ જાનબાઈ અને સોસાઈ પાડવામાં આવ્યા. પછી એક દીકરો જન્મ્યો. ચારણનું ઘર તો સાતેય બાળકોથી હર્યું ભર્યું થઈ ગયું. દિવસે ને દિવસે સાતેય ભાઈ બહેનો મોટા થવા લાગ્યા. આડોશ પાડોશમાં જો રમવા જાય તો લોકો એમને રમતા જોઈને પણ રાજી રાજી થઈ જતાં.એવો એમનું બાળપણ હતું.

Image Source

એકવાર આ સાતેય બહેનોના ભાઈ મેરખિયાને સાપે ડંખ દીધો, મેરખિયો પોતે નાગકુળનો અવતાર હતો. એટ્લે જો ઇનો જેવ બચાવવો હોય તો પાતાળ લોકમાંથી અમૃતકુંભ લાવવો પડે અને એ લેબા માટે તેમના માતા દેવળબા જાન બાઈને પાતાળલોક મોકલે છે.

સૂર્યોદય થવા આવ્યો પણ જાનબાઈ આવ્યા નહી એટ્લે એમના માથાથી બોલાઈ ગયું કે ક્યાક ખોડાઈ તો નથી ગઈ ને..હજી ન આવી. આ સાંભળી જાન બાઈના પગ બારણાં પાસે જ ખોડાઈ જાય છે. બસ ત્યારથી નામ પડ્યું ખોડિયાર..ને એ જ સમયે દેવી ખોડીયાર મગર પર સવાર થઈને આવ્યા હતા. તેમણે મગર પર સવાર થઈને જ પોતાના ભાઈને અમ્રુતકુંભથી સજીવન કર્યો હતો.

Image Source

દરેક જ્ઞાતીના લોકો માતા ખોડિયાર ને પૂજે છે. માતા માં દર્શન કરી પોતાના મનની મનોકામના પૂરી કરે છે. રોજ લાખો શ્ર્ધાળુઓ માતા ખોડિયરના ધામ માટેલ અને રાજપરા ગામે આવે છે, હોમ હવન કરી ધન્યતા અનુભવે છે. માતા ખોડિયાર તેમના આશીર્વાદથી દરેક દૂખિયાના દુખ હરે છે ને એક પોકારે જ હાજરા હજૂર પહોંચી જાય છે,
માટેલ ધામનું આ ખોડિયાર મંદિર એક વરખડીના ઝાડ નીચે આવેલ છે. જે મુખ્ય આસ્થાનો વિષય છે. તેમજ આ મંદિરમાં માતા ખોડિયાર ના હાથમાં એક ત્રિશુળ છે જે વધે છે. આ ત્રિશુળ ત્રાણ વર્ષે એક ઇંચ જેટલું વધી રહ્યું છે, તેમજ અહીંયા એક માટેલ ધારો પણ છે. જે ભક્તો માતા ખોડિયારાના દર્શન કરવા આવે છે એ આ ધારાના પણ દર્શન કરવા જાય છે ને ધારાનું પાણી પોતાના માથે ચડાવી ધન્યતા અનુભવે છે, આ ધારાનું પાણી ક્યારેય બગડતું નથી કે દુકાળમાં પણ ખૂટતું નથી. આ પાણી એકદમ ચોખ્ખું જ રહે છે, એવું કહેવાય છે કે આ ધરાની અંદર માતા ખોડિયારનું સોનાનું મંદિર સમાયેલ છે.

Image Source

માટેલ ગામનું આ મંદિર આશરે 1200 વર્ષ જૂનું છે. આ મંદિર જવા માટે તમારે મોરબી થઈને અથવા તો વાંકાનેરઉપર થઈને પણ જઈ શકો છો. આ મંદિરમાં માતાજીનાં બે સ્થાનક છે, એક સ્થાનક સોના ચાંદીના છત્ર અને જુમરથી સજ્જ છે. આહીનયા ભક્તો પ્રસાદમાં સુખડી ને લાપસી નો પ્રસાદ ઍરણ કરે છે ને ચુંદડી ને ચાંદલો ચડાવે છે ને મનોકામના પૂર્ણ કરવા માતાને પ્રાર્થના કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here