માસિક ધર્મ માં થતાં પેટ દર્દ ને 6 સફળ ઉપાયો – માહિતી શેર કરો જેથી બધાને લાભ મળે

0

માસિક ધર્મ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે, જે સ્ત્રીઓમાં માં દર મહિને 3 અથવા 7 દિવસ માટે ચાલે છે. આ પીડિયડ્સ છોકરીઓ માં 11 થી 15 વર્ષ ની વચ્ચે શરૂ થાય છે. જેમાં ઘણી છોકરીઓ ડરવા લાગે છે, જ્યારે તેને પહેલી વખત આ બધુ શરૂ થાય છે, પરંતુ આ માટે ડરવા ની જરૂર નથી કારણ કે આ એક સામાન્ય બદલાવ છે. જેની અંદર લોહી વહે છે. આ સિવાય આ માસિક ધર્મ ના સમયે સ્ત્રીઓ ને પેટ અને કમર માં દુખાવો થાય છે ઉપરાંત તેમણે બીજી સમસ્યાઓ નો પણ સામનો કરવો પડે છે.ઘણી વખત પીડિયડ્સ માં આ દુખાવો એટલે હદ સુધી વધી જાય છે કે હોસ્પિટલ સુધી પણ જવું પડે છે. આ પીસીયડ્સ માં શરીર માં નબળાઈ, થાક લાગવા લાગે છે, આ ઉપરાંત સ્વભાવ પણ ચીડચીડો થઈ જાય છે. આ સમયે નાના-મોટા કામ કરવા માં પણ તકલીફ થવા લાગે છે. આ દુખાવો શરીર માં પેટ ના નીચે ના ભાગે, કમર અને પીઠ માં થાય છે. આજે આપણે અહી માસિક ધર્મ માં થતાં દુખાવા ના ઉપાય વિશે વાત કરીશું.

પીડિયડ્સ માં દુખાવો કેમ થાય છે ?
ઓછી ઉંમર ની છોકરીઓ માં આ દર્દ વધારે થતું જોવા મળે છે. 20 વર્ષ થી નીચે ની છોકરીઓ માં પીડિયડ્સ માં પેટ અને કમર ના નીચેના ભાગ માં દુખાવો વધુ થાય છે. પીડિયડ્સ ના પ્રથમ 2 દિવસ વધુ દુખાવો થાય છે. જ્યારે ઘણી સ્ત્રીઓ ને શરૂઆત થાય તેના પહેલા જ દર્દ નો અનુભવ થવા લાગે છે.પિરિયડ માં થતાં દર્દ ના મુખ્ય કારણો માં એક કારણ આ સમયે લોહી નું વધુ પડતું વહેવું. જોવા મળે છે કે વધુ પડતી સ્ત્રીઓ માં માસિક ધર્મ માં થતો દુખાવો એક બાળક ના જન્મ પછી ઓછો અથવા તો થતો જ નથી.

માસિક ધર્મ માં થતાં દર્દ ના ઉપાયો

1. ગરમ પાણી થી શેક કરવો


માસિક ધર્મ ના સમયે ગરમ પાણી થી શેક કરવો એ એક કારગર ઉપાય માનવા માં આવે છે. ગરમ પાણી ના શેક થી ગર્ભાશય ની માંસપેશીઓ શાંત થઈ જાય છે. જેના કારણે દર્દ માં આરામ મળે છે. આ માટે તમે કોઈ રબર ની બેગ માં અથવા પ્લાસ્ટિક ની શીશી માં ગરમ પાણી ભરી ને તેનાથી પેટ ના નીચે ના ભાગે શેક કરવો જોઈએ. આ સિવાય તમે કોઈ ટુવાલ ને પણ ગરમ પાણી માં પલાળી તેને પેટ ના નીચેના ભાગે રાખી શેક કરી શકો છો.

2. તજ

તજ ની અંદર ખૂબ જ વિપુલ પ્રમાણ માં કેલ્શિયમ, આયર્ન અને ફાઈબર પ્રાપ્ત થાય છે. આ સિવાય પણ તેમાં ઘણા એવા ગુણ રહેલા છે જે પીડિયડ્સ ના સમયે થતાં સોજા અને દર્દ માં રાહત પહોચાડે છે. એક ગ્લાસ ગરમ પાણી માં એક ચમચી તજ નો પાઉડર અને એક ચમચી મધ ને ભેળવી ને માસિક ધર્મ ના પહેલા દિવસે દિવસ માં 2 થી 3 વખત પીવો.

3. આદું

આદું ને પણ માસિક ધર્મ માં થતાં દુખાવા માટે ઉપયોગ માં લેવા માં આવે છે. પેટ અને કમર માં દુખાવો થવા નું એક મોટું કારણ prostaglandins નામ નું એક કેમિકલ હોય છે , જે સ્ત્રીઓ ના ગર્ભાશય માં હોય છે. આદું એક દવા ના રૂપે કામ કરે છે અને આ દુખાવા માં વધારો કરતાં કેમિકલ ને ઓછું કરે છે. જેનાથી સ્ત્રીઓ ને પીડિયડ્સ માં પેટ અને કમર ના દર્દ માં છુટકારો મળે છે. એક કપ પાણી માં એક આદું નો નાનો કટકો નાખી તેને ઉકાળો અને પછી તેને ઠંડુ કરી તેમાં મધ અને લીંબુ ના રસ ભેળવી દો. આ ચા ને માસિક ધર્મ ના દિવસો માં એક દિવસ માં 3 વખત પીવો.

4. તુલસી

એક ચમચી તુલસી ના પાન ને ઉકળતા પાણી માં નાખો અને તેને સારી રીતે ઢાંકી દો. ઠંડુ થઈ ગયા પછી પીવો. આ પાણી ને દિવસ માં 3 થી 4 વખત સેવન કરો. તુલસી એક આયુર્વેદિક ઔષધિ ના રૂપે કામ કરે છે, જે દુખાવા ને ઓછું કરવા માં મદદ કરે છે.

5. કોથમીરના બીજ

જો તમને અનિયમિત માસિક ધર્મ ની સાથે પેટ ના દુખાવા ની સમસ્યા રહેતી હોય તો કોથમીર ના બીજ તેના માટે રામબાણ ઉપાય સાબિત થાય છે. થોડા કોથમીર ના બીજ ને પાણી માં ઉકાળો અને ઠંડુ થઈ ગયા પછી દિવસ માં 2 વખત તેનું સેવન કરવા થી રાહત નો અનુભવ થશે.

6. ગાજરનું સેવન

ગાજર નો હલવો બનાવવા માટે જ નહિ અપિતુ તેનો માસિક ધર્મ માં થતાં દર્દ ના ઉપાય રૂપે પણ કામ કરે છે. સ્ત્રી રોગ ના નિષ્ણાતો એવું કહે છે કે પીડિયડ્સ માં ગાજર નો રસ પીવા થી બ્લડ નો ફ્લો સારી રીતે થાય છે, જેના કારણે દુખાવા માં આરામ મળે છે.

લેખન.સંકલન : માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here