માસિક ધર્મને લઈને આવું વિચારે છે આ 7 બોલીવુડ અભિનેત્રીઓ, આપ્યા છે આવા બયાનો…નવાઈ લાગશે જાણીને

0

શ્રદ્ધા કપૂરની વાતો સાંભળીને ચોંકી ન જતા.

આપણે અહી પીરીયડ્સ(માસિક ધર્મ) એક એવો મુદ્દો છે, જેના પર ખુલ્લા દિલથી વાત નથી થઇ શક્તિ. પણ જો કોઈ આ બાબત વિશે વાત કરી પણ દે તો બાકીના લોકો તેને એવી રીતે જોવા લાગશે કે જાણે કે તે 2-4 ખૂન કરીને આવ્યો હોય. પણ અમારો સવાલ એ છે કે આવું શા માટે? આખરે મહિલાઓના શરીરમાં થતી પ્રાકૃતિક ફેરફાર વિશે વાત શા માટે  થઇ શકતી નથી. એમાં ખોટું શું છે?

સામાન્ય રીતે જ્યારે પણ કોઈ અભિનેત્રી કોઈ પબ્લિક ઇવેન્ટ કે પ્રોગ્રામમાં હાજરી આપે છે ત્યારે તેઓ પોતાના ફિલ્મો અને પોતાના કરિયરની વાતો કરતી જણાતી હોય છે. આવા મૌકા ખુબ ઓછા આવતા હોય છે કે કોઈ પણ બોલીવુડ સેલેબ્સ કોઈ મુદ્દા પર ખોલીને વાત કરતા જાણવામાં આવ્યા હોય.

પણ બોલીવુડની અમુક એક્ટ્રેસેસ એવી છે કે જેઓએ માત્ર માસિક ધર્મ વિશે ખુલીની વાત કરી, પણ તેના વિરુદ્ધમાં અવાજ પણ ઉઠાવ્યો છે. ચાલો તો જાણીએ આ મુદ્દા પર અમુક સુંદરીઓની વાતો.

1. કરીના કપૂર:

યુનિસેફના કાર્યકર્મમાં કરીના કપૂરે મહિલાઓની સાથે થનારી આ સમસ્યાઓ વિશે કહ્યું હતું કે,’હું આ જોઇને ખુબ ખુશ છુ કે મહિલાઓ સાથે જોડાયેલી આ બાબત માત્ર ચાર દીવાલની અંદરજ નહિ પણ ખુલ્લેઆમ મીડિયા પર થવા લાગી છે’.

કરીનાએ આગળ જણાવ્યુ કે,

‘આપણને દરેકે ભગવાને બનાવ્યા છે. તેમણે જ મહિલાઓના શરીરમાં આ પ્રોસેસનો સમાવેશ કર્યો છે. તેમાં શરમ જેવી કોઈ બાબત ન હોવી જોઈએ. આપળે મહિનાના 30 દિવસ સુધી કામ કરી શકીએ છીએ. તેવામાં અમને કોઈ સ્પેશીયલ ટ્રીટમેંટની કોઈજ જરૂરીયાત નથી.

2. પરીનીતી ચોપડા:

બબલી ગર્લ પરીનીતી ચોપડાએ કહ્યું કે,’ મને સમજમાં નથી આવતું કે માસિક ધર્મ જેવી વાતોને લોકો શા માટે છુપાવતા હોય છે. હું એક નાના એવા શહેરથી છુ જ્યાં લોકોએ આ બાબત અંગે કઈક અલગજ કાયદા કાનુન બનાવી રાખ્યા હતા. જેવું કે મંદિર ન જવું, અથાણું ન ખાવું, વાળ ન ધોવા વગેરે.

મેં દરેક નિયમોને તોડી નાખ્યા:

પરીનીતી આગળ જણાવે છે કે,’મને આ બધુ જોઇને ખુબ ગુસ્સો આવતો હતો માટે મેં દરેક નિયમ ને બ્રેક કરી નાખ્યા હતા. મેં તે સમયે તે બધું કર્યું જે લોક કરવાની ના પાડતા હતા. આ બધું મહિલાઓની પ્રકૃતિ સાથે જોડાયેલું છે, તે છતાં પણ ખબર નહિ લોકો શા માટે આટલી હાય તૌબા કરે છે.

3. સ્વરાં ભાસ્કર:

ઇન્ટરનેશનલ ગર્લ્સ ડે પર સ્વરાં ભાસ્કરે જણાવ્યું કે,’યુવતીઓને પોતાના મનમાંથી આ ડર કાઢી નાખવો જોઈએ કે પોતે માસિક ધર્મમાં છે અને રક્તના ધબ્બા તેની ઈમેજ બગાડી નાખશે’.

આ કોઈ બહાનું નથી:

સ્વરાએ આગળ જણાવ્યું કે,’માસિક ધર્મ સ્કુલ ન જાવું, ક્લાસ બંક કરવા, ખેલકૂદ ન કરવું અને માત્ર ઘરેજ બેસી રહેવા માટેના બહાના  નથી. આ એક પ્રાકૃતિક પ્રોસેસ છે, જેની દિલ ખોલીને વાત થઇ શકે છે.

4. શ્રદ્ધા કપૂર:

શ્રદ્ધા કપૂરે જણાવાયું કે,’હું સ્કુલના દિવસોમાં પણ માસિક ધર્મ દરમિયાન સ્કુલ બંક કરતી ન હતી. આ બાબત વિશે હું ખુલીને વાત કરતી ન હતી કેમ કે,..

છોકરાઓને ચીડવતી હતી:

કેમ કે તે છોકરાઓ તેની આ વાતને સમજી શકતા ન હતા. માટે હું તેમને કહેતી હતી કે હું મારા સ્પેશીયલ ટાઈમમાં છુ. આ વાત પર તે છોકરાઓના એક્સપ્રેશન જોવા લાયક હતા.

5. કૃતિ સેનોન:

કૃતિ સેનોને આ બાબત વિશે જણાવ્યું કે,’ભારતના ઉતર રાજ્યોમાં રહેનારી 58% મહિલાઓ આજે પણ માને છે કે માસિક ધર્મ દરમિયાન અથાણુંને અડકવાથી તેમાં બગાડ આવી જાય છે’.

સૈનેટરી નેપકીન્સની એડ પસંદ નથી:

કૃતિ નું કહેવું છે કે, 60% મહિલાઓ ટીવી પર આવી એડ્સ જોઇને શર્મીન્દગી મહેસુસ કરતી હોય છે. અમે મહિલાઓની વચ્ચે જન્મેલી આ વિચારધારાને ખતમ કરવા માંગીએ છીએ’.

6. કલ્કી કોચલીન:

કલ્કીએ કહ્યું કે,’આ બધી બકવાસ વાતોને ખતમ કરવાની જરૂર છે. આ એક નેચરલ પ્રોસેસ છે, જે દરેક મહિલાઓના શરીરમાં બને છે’.

હું ખુદને બાંધી નથી શકતી:

કલ્કીએ કહ્યું કે,’મારું કામ, લાંબી યાત્રાઓ, રીહર્સલ, શુટિંગ વગેરે મને એ વાતની પરમીશન નથી આપતી કે હું આ પ્રકારના કોઈ પણ બંધનમાં બંધાઈ જાઉં. આ માત્ર એક ખોટી વિચારધારા છે. જેને દુર કરવાની આવશ્યકતા છે’.

7. વરુન ધવન:

બોલીવુડ અભિનેતા વરુન ધવને પણ પોતાના ટ્વીટર પર મહિલાઓ સાથે જોડાયેલી આ સમસ્યા વિશે વાત કરી હતી.

મેં મારું કામ કર્યું હવે તમારો વારો છે:

વરુને જણાવ્યું કે,’કોઈ પણ કારણથી ગર્લ્સની સ્કુલ છૂટવી ન જોઈએ. ભારતમાં 5 માંથી એક યુવતીને માસિકધર્મના લીધે સ્કુલે ન જાવા માટે મજબુર કરવામાં આવે છે. મેં મારું કામ કર્યું હવે તમારો વારો છે’.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.