10 Tips: માસિકધર્મ દરમિયાન આવી રીતે રાખો તમારા પાર્ટનરનું ધ્યાન….પછી જુવો પ્રેમ વધી જશે

0

માસિકધર્મ મહિલાઓમાં થનારી એક સામાન્ય પ્રક્રિયા છે. પણ દરેક મહિના આ દરમિયાન મહિલાઓને ઘણી સમસ્યાઓ થાય છે. પીરીયડ દરમિયાન, મહિલાઓમાં થનારા હોર્મોનલ ચેન્જીસને લીધે તેઓને પેટ ફૂલવું, થકાન લાગવી, પીઠમાં દર્દ અને મુડ સ્વીંગ થવું જવી પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે.

યાદ રાખો કે ભલે તમે તેની તકલીફોને બાંટી ન શકતા હોવ પણ અ દરમિયાન તેની અમુક બેઝીક જરૂરીયાતોનું ધ્યાન રાખો, તેની મદદ કરીને તમે તેને કઈક સ્પેશીયલ પણ મહેસુસ કરાવી શકો છો, સાથે જ તમારા રીશ્તાને પણ મજબુત કરી શકો છો. ચાલો તો તમને જણાવીએ કે માસિકના દરમિયાન પોતાના પાર્ટનરનું કેવી રીતે ધ્યાન રાખવું.1. યાદ રાખો તારીખ:
પોતાના પાર્ટનરની પીરીયડની તારીખને યાદ રાખો. ઘણીવાર મહિલાઓમાં પીરીયડ શરુ થવાના એક-બે દિવસ પહેલા પણ બેચેની અને થકાન જોવા મળતી હોય છે. એવામાં તારીખ યાદ રાખવા પર તમે તેઓની પરેશાનીને સમજી શકશો.

2. મુડ સ્વીંગને સમજો:માસિક ધર્મના દરમિયાન મહિલાઓ મોટાભાગે ચીડચિડી બની જાતી હોય છે. નાની-નાની વાતો પર ગુસ્સો આવવો પણ આ સમયે એક સામાન્ય વાત છે, એવામાં તમે તેના કોઈ કારણ વગર ગુસ્સો કરવા પર શાંત રહો અને તેને  સંભાળવાની કોશીસ કરો.

3. ચોકલેટ ખવળાવો:જો કે સંબંધમાં આજકાલ એમ જ ચોકલેટ ખવળાવવાનો રીવાજ છે પણ પીરીયડનાં દરમિયાન તમે પોતાના પાર્ટનરને ચોકલેટ ખવળાવશો તો તેમાં મોજુદ ફ્લેવનોઇડસ તમારા પાર્ટનરનાં મુડને સારો બનાવી દેશે.

4. ખાવા-પીવાનું રાખો ધ્યાન:મહિલાઓ મોટાભાગે આ દિવસોમાં કમજોરી અને દર્દનાં ચાલતા પોતાના ખાવા-પીવા પર યોગ્ય રીતનું ધ્યાન આપી શકતી ન હોય. તે તમારી જવાબદારી બને છે કે તમે તેને સારી ડાઈટ ઉપલબ્ધ કરાવો.
5. સ્ટ્રેસને રાખો દુર:આ દિવસોમાં તમે તમારા પાર્ટનરની સાથે કોઈપણ પ્રકારના તણાવ અને દબાવથી દુર રાખવાની પૂરી કોશીસ કરો.
6. કામોમાં કરો મદદ:આ દિવસોમાં ઘર અને બહારનાં કામોમાં મેનેજ કરવું કોઈપણ મહિલાઓ માટે મુશ્કિલ હોય છે. આ મુશ્કિલ દિવસોમાં તમારે તેને કામમાં મદદ કરવી જોઈએ.
7. યોગા અને એકસરસાઈજ માટે પ્રેરિત કરો:પીરીયડનાં દિવસોમાં યોગા અને હલકું-ફૂલકું વ્યાયામ દર્દમાં આરામ આપે છે. તમારે તમારા પાર્ટનરને આવું કરવા માટે પ્રેરિત કરવી જોઈએ.
8. વધુ ચા કે કોફી ન પીઓ:પીરીયડનાં દરમિયાન મહિલાઓને વધુ ચા અને કોફી નુકસાન અપાવતી હોય છે માટે પોતાના પાર્ટનરને ચા અને કોફીનાં સ્થાન પર સૂપ, નારીયેલ પાણી અને ફળોનું જ્યુસ આપો.
9. બોડી મસાજ આપો:પીરીયડના દીવસોમા મહિલાઓમાં બોડી પેઇનની ફરિયાદ એક સામાન્ય વાત છે. એવામાં તમે તેને હલ્કા હાથથી બોડી મસાજ આપશો તો તેને સારું મહેસુસ થશે.
10. આસાન થઇ જાશે આ દીવસો:જો તમે તમારા પાર્ટનરનું ધ્યાન રાખશો અને મુશ્કિલ દિવસોમાં યોગ્ય દેખભાળ અને પ્રેમ આપશો તો આ દિવસો ખુબ જ આસાન લાગશે. અને તમારી આ કોશીસો તમારી જગ્યા વધુ મજબુત બનાવી દેશે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here