‘માસિક દરમિયાન હું મંદિરમાં જાઉં છું’ – કાજલ ઓઝાનું ચર્ચિત ઇન્ટરવ્યૂ વાંચો આર્ટિકલમાં


#letstalkperiods: આજના મહેમાન કાજલ ઓઝા વૈદ્ય

માસિકચક્ર એક એવો શબ્દ છે જે બેઠક રૂમમાં બોલાય તો ઘડિયાળના કાંટા થોભી જાય છે અને ચારેબાજુ મૌન છવાઈ જાય છે. આ મૌનના લીધે ઘણી માન્યતાઓ અને ગેરસમજણો પ્રવર્તે છે. માસિકચક્ર એક કાળી બેગ છે, જે દર મહિને કેમિસ્ટની દુકાનેથી કંઈ લઈને ઘરે આવે છે. બીબીસી ગુજરાતી આજથી શરૂ કરી રહી છે વિશેષ ચર્ચા #letstalkperiods. આ ચર્ચામાં આજે અમારી સાથે જોડાયાં છે જાણીતાં લેખિકા કાજલ ઓઝા વૈદ્ય. કમેન્ટ બોક્સમાં આપના વિચારો લખી ચર્ચામાં ભાગ લો.

‘’માસિક દરમિયાન હું મંદિરમાં જાઉં છું. મારા શરીરનો ધર્મ મને ઇશ્વરે આપ્યો છે. શા માટે ના જાઉં? જે લોકો માને છે કે માસિકચક્ર દરમિયાન મહિલાઓ અપવિત્ર થઈ જાય છે, એમને મારી સલાહ છે કે તમે સૌથી પહેલાં મંદિરો ચોખ્ખાં કરો.
મને જ્યારે મન થાય, ત્યારે ભગવાન પાસે જાઉં છું. તેમાં મને કોઈ પણ પ્રકારનો અપરાધભાવ થતો નથી. મારા ઉછેર દરમિયાન મારા ઘરમાં માસિકચક્ર પાળવાની કોઈ જ વ્યવસ્થા મેં જોઈ નથી. મારી મમ્મી, મામી કે ફોઇઓને મેં ક્યારેય માસિકચક્ર વખતે ખૂણામાં બેસતાં જોયા નથી.


બહુ જ યાદ કરું તો મારી એકાદ બહેનપણીનાં મોઢે સાંભળ્યું હતું કે એણે ઘરે જઈને રસોઈ બનાવવી પડે છે કારણ કે એણે એની મમ્મીને અડવાનું નથી. એ વખતે એ વાત બહુ ગંભીરતાથી લીધી નહોતી.

થોડીક મોટી થઈ અને વાંચવાનું શરુ કર્યું ત્યારે આ વિશે ઊંડાણમાં ખબર પડી. એમાં પણ એવું લાગ્યું કે આપણી સમાજ-વ્યવસ્થામાં મહિલાઓને આરામ બહુ ઓછો મળે છે. એવામાં જો એમને 4-5 દિવસ આ બહાને પણ આરામ મળતો હોય તો ખોટું નથી.


હા, કંતાન પર સૂવાનું, ગાદલા વગર ખાટલામાં સૂવાનું કે પછી એ દિવસોમાં તમને ઘરનાં એક ખૂણામાં પટકી દેવામાં આવે, સાવ અજુગતો વ્યવહાર કરાય એ ખોટું છે.
પ્રાચીન સમયથી જ માસિકચક્ર અને ધાર્મિક માન્યતાઓને એક સાથે જોડી દેવામાં આવી છે. એટલે મહિલાઓનાં મગજમાં આ બાબતે દુવિધા રહે છે. પરંતુ ખુલ્લા મન અને મગજથી મહિલાઓએ જાતે જ આ વિશે બોલવું પડશે. તો જ સમાજ બદલાશે.’’

(અર્ચના પુષ્પેન્દ્ર સાથે કરેલી વાતને આધારે)

News Source

મિત્રો આ આર્ટિકલ પસંદ પડે તો શેર જરૂર કરજો

આર્ટિકલ વાંચવા બદલ ખુબ ખુબ આભાર….

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
21
Wao
Love Love
24
Love
LOL LOL
6
LOL
Omg Omg
9
Omg
Cry Cry
4
Cry
Cute Cute
8
Cute

‘માસિક દરમિયાન હું મંદિરમાં જાઉં છું’ – કાજલ ઓઝાનું ચર્ચિત ઇન્ટરવ્યૂ વાંચો આર્ટિકલમાં

log in

reset password

Back to
log in
error: