મારુતિ Wagon R ની નવી 7 સીટર ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો શું ભાવે છે અને બધી જ માહિતી

0

મારુતિ સુઝુકી વેગેનાર R નવી જનરેશનની સાથે 23 જાન્યુઆરી ના રોજ લોન્ચ થવા જઈ રહી છે. જણાવી દઈએ કે વેગેનાર આર ડીલરશીપ પર પણ પહોંચવા લાગી છે, જ્યા તેની અમુક તસ્વીરો લીક કરવામાં આવી છે. લીક થયેલી તસ્વીરો માં તેના એકસ્ટીરિયર અને ઇન્ટિરિયર ની નવી જાણકારી સામે આવી છે. આજે અમે તમને આ નવી વેગેનાર આર વિશે ની પાંચ મોટી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ, જેના ચાલતા તે તમને ખુબ જ પસંદ માં આવી શકે છે. 1. ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ:
મારુતિ વેગેનાર આર ના કેબીન ની લીક કરવામાં આવેલી તસ્વીરો માં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જે તેમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવશે અને આ ઇન્ફોટેનમેન્ટ એન્ડ્રોઇડ ઑટો અને એપ્પલ કારપ્લે થી સજ્જ હશે. આ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ કાર ના ટોપ મોડલ માં જ મળશે.

2. મલ્ટી ફંક્શનલ સ્ટિયરિંગ વ્હીલ:
નવી વેગેનાર આર માં મળતી ફંક્શનલ સ્ટિયરિંગ વ્હીલ આપવામાં આવશે, જેના દ્વારા તમે ઓડિયો અને ફોન કંટ્રોલ ને ચલાવી શકશો. જો કે, વેગેનાર આર ના ટોપ વેરિએંટ માં લેધર રૈપિંગ નહિ મળે. સ્ટિયરિંગ વ્હીલ ની જમણી બાજુએ ડેશબોર્ડ પર મૈન્યુઅલ હેન્ડલૈમ્પ લેવલર આપામાં આવશે. જયારે ડાબીબાજુએ એયર કૉન કંટ્રોલ્સ મળશે.3. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર:
આ વખતે નવી વેગેનાર આર ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવશે જે ટ્રીપ ઇન્ફો, ફ્યુલ(ઇંધલ- ટ્રોલ,ડીઝલ) એલિશિયન્સી અને ફ્યુલ લેવલ ની જાણકારી આપશે. તેના સિવાય 12V નું ચાર્જિંગ સોકેટ આપવામ આવશે જેના ચાલતા લાંબી યાત્રા ના દરમિયાન તમારા ફોન ને ચાર્જ કરી શકાશે. તેની સાથે જ ડ્યુઅલ ટોનબૈજ બ્લેક કેબીન આપવામાં આવશે, જેવું પહેલા આપવામાં આવ્યું હતું.4. સેફટી ફીચર્સ:
રિપોર્ટ્સ ના અનુસાર મારુતિ વેગેનાર આર માં ડ્યુઅલ ફ્રન્ટ એયરબૈગ્સ, EBD ની સાથે ABS, રિયર પાર્કિંગ સેન્સર, સીટ બેલ્ટ રિમાઇન્ડર અને સ્પીડ વોર્નિંગ જેવા સેફટી ફીચર્સ આપવામાં આવશે.5.ઈગ્નીસ અને સ્વીફ્ટ વાળુ મળશે એન્જીન:
નવી વેગેનાર આર ને Heartect  પ્લેટફોર્મ બનાવામાં આવ્યું છે, જેમાં સ્વીફ્ટ અને ઈગ્નીસ ને બનાવામાં આવ્યું છે, માટે વેગેનર આર માં પણ સ્વીફ્ટ અને ઈગ્નીસ વાળું 1.2 લીટર નું એન્જીન આપી શકાય તેમ છે, જે 83ps નો પાવર અને 113Nm નો ટૉર્ક ઉત્પન્ન કરે છે. એન્જીન 5-સ્પીડ ગિયરબોક્સ થી સજ્જ હશે અને તેમાં AMT નો વિકલ્પ પણ આપી શકાય તેમ છે. તેના સિવાય વેગેનાર આર માં CNG નો વિકલ્પ પણ આપી શકે છે.

શું હશે કિંમત?
કિંમત ને લઈને હાલ કોઈ ખુલાસો નથી થયો પણ 4 થી લઈને 6 લાખ સુધી ની રેન્જ માં મળી રહેશે…

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here