થોડાક જ સમયમાં લોન્ચ થઇ શકે છે મારુતિની 7 સીટર WagonR, આરામથી પગ લાંબા કરીને મજા માણી શકો છો

0

મારુતિ સુઝુકીની પસંદગીની ગાડીઓમાંથી એક WagonR હવે વધુ સ્પેસ સાથે ભારતમાં આવવાની છે. નવી વેગન-આર જુના મોડલથી એકદમ જ અલગ હશે, એમાં પહેલા કરતા વધુ સ્પેસ હશે. કારણો દેખાવ તો પહેલા જેવો જ હશે, પરંતુ હવે પહેલાથી વધુ સ્પેસ અને દમદાર એન્જીન સાથે તૈયાર કરવામાં આવી છે. આશા છે કે 7 સીટર વેગન આર આ વર્ષે તહેવારોની મોસમમાં રજુ થઇ શકે છે. હાલ જે વેગન આર છે તેમાં ફક્ત 5 લોકોના બેસવાની જ સુવિધા છે.

નવી વેગન આરમાં 1.2 લિટરના 3 સિલેન્ડરવાળું પેટ્રોલ એન્જીન મળશે. 3 સિલેન્ડર વાળું એન્જીન 84bhpના પાવર સાથે 115nm ટૉર્ક ઉત્પન્ન કરે છે. 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન (AMT) બંને વિકલ્પોમાં આ ગાડી બજારમાં મળશે. કંપની નવી વેગન આર સાથે CNG વિકલ્પ પણ આપી શકે છે.

મારુતિ વેગન આર 3 વેરિયંટમાં લોન્ચ થઇ શકે છે. તેના ત્રણ વેરિયંટ R બેસ, R ટોપ અને R CNG હોઈ શકે છે. એના સિવાય કેટલાક માર્કેટમાં WagonR CNG અને LPG ફ્યુલ મોડનું વિકલ્પ પણ મળી શકે છે.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ, કંપની આ ગાડીની શરૂઆતી કિંમત 5.2 લાખ રૂપિયા રાખી શકે છે. દિલ્હીમાં R બેસની એક્સ શોરૂમ અનુમાનિત કિંમત 5.2 લાખ રૂપિયા, R ટોપની 6.5 લાખ અને R CNGની કિંમત 6.3 લાખ રૂપિયા હોઈ શકે છે.

વેગન આર 7 સીટર લિમિટેડ એડિશન કારમાં બોડી ગ્રાફિક્સ નવું આપવામાં આવશે. સાથે જ કીલેસ એન્ટ્રીની સાથે સેન્ટ્રલ લોકીંગ સિસ્ટમ, સિક્યોરિટી એલાર્મ, ડ્યુઅલ ટન ડેશબોર્ડ, બ્લૂટૂથ સાથે ડબલ ડિન સ્ટિરિયો, પ્રીમિયમ સીટ, રિયર પાવર વિન્ડો પણ હશે. તે દેખાવમાં આગળ અને પાછળથી જૂની વેગન આર જેવી જ લાગશે.

મારુતિ વેગન આરની એમપીવી વેગન આર પ્લેટફોર્મ પર બેસ્ડ હશે. જેમાં મારુતિ સુઝુકીના નવા ડિઝાઇનિંગ એલીમેન્ટ્સ જોવા મળશે. અત્યારની વેગન આરના મુકાબલે આ લાંબી અને પહોળી હશે. નવી વેગન આરમાં 14 ઇંચના અલૉચ વ્હીલ, રેગ્યુલર હેલોજન હેડલેમ્પસ અને રૂફ રેલ્સ જેવા ફીચર્સ હશે. નવી કારમાં ત્રણ હરોળમાં બેસવાની વ્યવસ્થા હશે.

અપકમિંગ મારુતિ સુઝુકી વેગન આર 7 સીટર એમપીવીનો મુકાબલો ભારતમાં મુખ્યત્વે ડટસન ગો પ્લસ સાથે થશે. જોકે ડાયમેંશનના હિસાબથી નવી વેગન આર ડટસન ગો પ્લસથી નાની હશે. ડટસન ગો પ્લસમાં પણ 1.2 લીટર પેટ્રોલ એન્જીન છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here