21 નવેમ્બર એ લોંન્ચ થશે મારુતિ ની આ સસ્તી ફેમિલી ગાડી, 1 લિટર મા ચાલશે 24 કિલોમીટર…વાંચો વિગત

0

બીજી જેનેરેશન આ એમપીવી નો દેખાવ ખુબ જ આકર્ષક લાગી રહ્યો છે, એટલા માટે જ આ કિંમત મા આટલી સુવિધા સાથે આ ગાડી ખુબ જ સારી પુરવાર થઈ શકે છે.

તહેવાર ના આ સમય મા બધા જ લોકો દીલ ખોલી ને ખરીદી કરી રહ્યા છે. કંપની એના ગ્રાહકો માટે આ તહેવાર પર એક થી એક નવી વસ્તુ આપી રહી છે. મારુતિ પણ એમની સફળ ગાડી અર્ટિગા નું નવું મોડેલ લાવવાની છે. મારુતિ આ મહિને અર્ટિગા નું નવું મોડેલ બજાર મા મુકવાની છે. અર્ટિગા નું નવું મોડેલ 21 નવેમ્બર 2018 મા બજાર મા આવી રહ્યું છે. તો ચાલો આજે જાણી એ અર્ટિગા સાથે જોડાયેલી ખાસ વાતો…

આ બીજી જનરેશન એમપીવીં નો દેખાવ પેલા કરતા પ્રિમયમ અને આકર્ષક લાગી રહ્યો છે.સાથે આટલી કિંમત માં સુવિધા સાથે ખુબ જ સારી ગાડી સાબિત થઈ શકે છે.નવી અર્ટિગા પેલા કરતાં વધારે કલાસિંક અને મોટી દેખાઈ રહી છે. આગળથી મોટી ક્રોમ ગ્રીલ, સ્લીક હેડલેમ્પ અને નવા એલોય વ્હીલ આ ગાડી ને ખુબ જ આકર્ષક દેખાવ આપી રહી છે.

નવી અર્ટિગા ના ઇંટીરીયોર મા ડેશબોર્ડ પર ઓડી જેવી વુડ ફિનિશ છે જે ગાડી ને રોયલ બનાવે છે. સાથે જ મારુતિ એ આ ગાડી મા કલાઇમેટ કંટ્રોલ, સ્માર્ટ પ્લે ઈન્ફોટેઈન્મેન્ટ સિસ્ટમ, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે જેવી નવી સુવિધા આપી છે. આગળ 2 એર બેગ ની સાથે સ્માર્ટ એબીએસ અને ઈબીડી જેવી સુવિધા થી સજ્જ છે.

અર્ટિગા નું અપગ્રેડ દમદાર 105 પીએસ પાવર એન્જિન ની સાથે 138 ન્યુટોન મીટર ટૉર્ક જનરેટ કરશે. 1.2 લીટર ડિઝલ એન્જિન 90 પીએસ ની સાથે 200 ન્યુટોન મીટર ટૉર્ક જનરેટ કરશે, અર્ટિગા ના ગિયર બોક્સ માં કોઈ જ બદલ નથી કર્યો.

અર્ટિગા ની તુલના સીધી જ હોન્ડા બીઆર-વી સાથે થશે.અને કિંમત ની વાત કરી તો અર્ટિગા 7 લાખ થી 11 લાખ ની વચ્ચે હશે.
Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

અમેરિકામાં ખીચડી અને કઢીથી પોતાના ધંધાની શરૂઆત કરનાર ગુજરાતી પટેલ એટ્લે કે ‘પટેલ બ્રધર્સ’ ની કહાની …..

આજથી લગભગ પચાસ દાયકા પહેલાં મફતભાઈ પટેલ નામનો ગુજરાતી યુવાન અમેરિકાની ઇન્ડિયાના યુનિ, માં એમ.બી.એ ના અભ્યાસ માટે ગયા મફતભાઈ પોતે ગુજરાતી હતા ને છેક અમેરિકા ભણવા ગયા એટ્લે શરૂઆતમાં તો બધુ નવું નવું જોઈને એક અલગ જ દુનિયામાં આવ્યા નો અહેસાસ કરતાં હતા. રોજ અમેરિકન વાનગીઓ પેટ ભરીને ખાતા ને મજા માણતા. એક દિવસ ચીઝ બટર સેંડવીચ, તો એક દિવસ મસાલા સેંડવીચ, મસકા બન, મસાલા ફાવ. વગેરે ખાઈ ખાઈ ને ખંટાળી ગયા. એમને મન થયું ગુજરાતી ઘરોમાં રોજ બનતી ખીચડી ખાવાનું. આખા આખા અમેરીકાના શહેરમાં ફર્યા ક્યાંય તેમણે પૈસા આપતા પણ ખીચડી નસીબ ચડી નહી. તેમણે યાદ આવ્યું તેમનું ગામડું. ખાટલામાં બેસીને, રોજ ફળીયામાં બેઠા બેઠા ખુલ્લા આકાશમાં ને કુદરતના ખોળે બેસીને ખિચડી ખાતા ને જે અમીનો ઓડકાર આવતો એ ઓડકાર અમેરીકામાં આવ્યા પછી આજ સુધી નથી આવ્યો.મફતભાઈ પટેલ મૂળ મહેસાણા જિલ્લાના ભાંડુ ગામના. તેમણે તો તરત જ પોતાનું વતન ભાંડુ ગામ, ગાયોના ધણ ને માટી માંથી બનેલા કાચા મકાનો ને ખીચડી ને કાઢી યાદ આવ્યા. ગામની યાદ આવતા જ તે ખૂબ જ ભાવુક બની ગયા. તેમણે મનોમન નક્કી કર્યું કે હું ભલે અમેરીકામાં રહું. પણ, હું અહીંયા આખું મારુ ગામડું ઊભું કરીશ.તેમણે એમ.બી.એ પૂરું કર્યું. જેવુ ત્યાં ભણવાનું પૂરું થયું કે તરત જ તેમણે ત્યાની જ એક સારી કંપનીમાં સાર્સ મજાની સર્વિસ પણ મળે છે, હવે તો તે ડોલરમાં રૂપિયા પણ કમાવા માંડ્યા હતા. પણ રોજ એમને આવો પોછો પોછો ને રબબર જેવો ખોરાક તો ખાવાનો ને ? આટલી બધી કમાણી પણ શું કામની. ખાવાના તો આ ડૂચા જ ને ..એ પણ વાસી. ને ખીચડીને યાદ કરી ખૂબ દુખી થતાં, આંખોમાં આસું આવી જતાં જ્યારે તેમણે ભાંડુના ચૂલામા બનેલી ખીચડી જોવા મળતી ત્યારે એવું ણ હતું કે અમેરીકામાં રહેતા મફતભાઈની જ આ હાલત હતી. અમેરીકામાં રહેતા બધા જ ગુજરાતીઓની આ જ હાલત હતી. પણ કરે શું ?

હજી તો કશુક કરવાનું એમના મનમાં વિચાર જ આવતો હતો . ત્યાજ એક સાચાર મળે છે. એમના ખાસ મિત્ર રમેશભાઈ ત્રિવેદ્દી વાતવાતમાં જણાવે છે કે મારે ધંધામાં ખોટ આવે હે. ને મારે પૈસાની જરૂર છે. મારી પાસે 5 મોટી મોટી દુકાનો છે તે બધી વેંચી નાખવી છે. ખોટ ખાઈને ધંધો કરાતો હશે.? આ સાંભળતા જ મફતભાઈ પટેલ ને ખિચડી યાદ આવે છે. અને અંતે તેમણે અમેરીકામાં તેમના મિત્રની એક નાની એવી દુકાનમાં દેશી હાટડી નામનું એક ફૂડ સ્ટોર ઊભો કર્યો.

શરૂઆતમાં ખૂબ જ તકલીફ પડે છે. પણ આખરે ગુજરાતી પટેલ હાર થોડી માને ? તેમણે તો તેમની માદા માટે ઈંડિયાથી તેમના પત્ની અરુણા અને તેમનો ભાઈ તુલસી ને પણ અમેરિકા બોલાવી લીધા. ખભ્ભે ખભા મિલાવી કામ કરવા લાગ્યા પાંચ છ મહિનામાં તો તેમનો 14 ફૂટમાં બનેલો ફૂડ સ્ટોલ ધમાકેદાર ચાલવા લાગ્યો. એમનો આ ફૂડ સ્ટોર જે માર્કેટમાં હતો ત્યાં એમના સ્ટોર સિવાય કોઈનો સ્ટોર એટલો ચાલતો ન હતો. ગરાગી પણ વધટી જતી હતી. હવે આ ત્રણથી પહોંચી વળાતું નહી એટ્લે મફતભાઈએ તેમની નોકરી છોડી અને આખો દિવસ આ સ્ટોર માં જ આપવા લાગ્યા. ને બીજો પણ સ્ટાફ રાખી લીધો. આમ ને આમ મહેનત અને ખંત થી ખૂબ કમાણી ઠસવા લાગી આ નાનકડો ફૂડ સ્ટોલ ડિપાર્ટમેન્ટલ સ્ટોર જેવો બની ગયો હતો. અને વસ્તુઓની સંખ્યામાંપણ દિવસે ને દિવસે વધારો થવા લાગ્યો.એક બે નહી પણ પૂરી ત્રણ ત્રાણ પેઢી અત્યારે આ કામમાં સક્રિય છે. અને આજે દેશ વિદેશમાં એ નાનકડો સ્ટોર પટેલ બ્રધર્સના નામથી ડ=ફેમસ છે પટેલ બ્રધર્સનો વાર્ષિક ટર્ન ઓવર છે પૂરા ૧૪૦ કરોડ ડોલરમાં છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here