શહીદ પતિની છેલ્લી નિશાનીને જોઈને છલકાયા પત્નીના આંસુ, કહ્યું – અમારી દીકરી પૂરું કરશે તેના પિતાનું સપનું

0

14 ફેબ્રુઆરીનો દિવસ દેશના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે લખાશે. જમ્મૂ-કાશ્મીરના પુલવામા જીલ્લામાં દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠને લીધી છે. આ સંગઠનના એક આતંકીએ આ હુમલાને અંજામ આપ્યો હતો.

પુલવામા આતંકી હુમલામાં દેશના સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા છે. જ્યારે 45થી પણ વધારે જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ જવાનો પોતાની રજાઓ પૂરી કરીને પોતાની ફરજ પર પાછા ફરી રહયા હતા. ત્યારે લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહયા છે. ત્યારે આજે ઉરી હુમલાના એક શહીદની વાત કરીએ.

જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં દુશ્મનો સામે લડતા-લડતા શહીદ થયેલા ઉત્તરાખંડના વીર સપૂત પ્રદીપ સિંહ રાવતના ઘરે દીકરીનો જન્મ થયો ત્યારે તેની પત્નીના આંસુ રોકાવાનું નામ જ ન લેતા હતા. તેમનું કહેવું છે કે તેમના પતિની ઈચ્છા હતી કે તેમને ત્યાં દીકરી આવે. તેમની આ ઈચ્છા પૂરી થઇ છે. આજે ભલે તેઓ અમારી સાથે નથી, પરંતુ અમારી દીકરી પણ દેશ સેવામાં સમર્પિત થઈને અમારું સપનું પૂરું કરશે.

શહીદ પ્રદીપ સિંહ રાવતના પિતા કુંવરસિંહ રાવતે પૌત્રીના જન્મની ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે મોટી થઈને દીકરી પોતાના પિતાની જેમ જ દેશની સેવા કરશે અને નામ રોશન કરશે. ત્યારે શહીદની માતા આજે પણ તેને યાદ કરતા રડી પડે છે.

લાન્સનાયક પ્રદીપ સિંહ રાવત જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં દુશ્મનોના હુમલામાં શહીદ થયા હતા. એ સમયે તેમની પત્ની 7 મહિનાથી ગર્ભવતી હતી. પ્રદીપ સિંહ રાવતના લગ્ન તેના શહીદ થયાના એકે વર્ષ પહેલા જ થયા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here