મરતી વખતે કૃષ્ણ પાસેથી માંગ્યા હતા આ 3 વરદાન, જેનાથી અમર થઇ ગયા દાનવીર મહાબલી કર્ણ…..

મહાભારતમાં મોટા વીર યોદ્ધાઓની વાત કરીયે તો કૌરવો સિવાય સૌથી વધુ પ્રસિદ્ધ જો કોઈ નામ જાણવામાં આવતું હોય તો તે છે ‘કર્ણ’. મહાબલી કર્ણ માત્ર એક પરાક્રમી યોદ્ધા જ ન હતા પણ સાથે એક એવા વ્યક્તિ હતા જેનાથી આપણને ઘણું બધું શીખવા મળે છે. શૂરવીર હોવાની સાથે સાથે તે ઇતિહાસમાં દાનવીર કર્ણના રૂપમાં હંમેશા અમર રહેશે.કહેવામાં આવે છે કે મહાભારતનું જયારે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે પાંડવો ની સામે કર્ણ એક મોટો ખતરો બની ગયા હતા. જેને લીધે યુદ્ધ માં જીતવા માટે કર્ણ ને મારવો ખુબ જ જરૂરી હતો.

મહાબલી કર્ણ અમર થઇ ગયા આ ત્રણ વરદાનો થી:પણ પાંડવોની સામે સૌથી મોટી મુશ્કિલ હતી કે સૂર્ય પુત્ર હોવાને લીધે મહાબલી કર્ણ ને મારવા ની તો દૂર ની વાત રહી પણ તેને નુકસાન પહોંચાડવું પણ કોઈ માટે આસાન ન હતું.
જેને લીધે પાંડવોએ કર્ણ ને મારવા માટે છલનો સહારો લેવો પડ્યો કેમ કે સ્પષ્ટ યુદ્ધ માં કર્ણ થી વિજય પ્રાપ્ત કરવો અસંભવ હતો. જયારે કર્ણ ને છેતરપિંડી દ્વારા યુદ્ધ માં હરાવી નાખ્યા અને જયારે મહાબલી કર્ણ છેલ્લા શ્વાસ લઇ રહ્યા હતા ત્યારે ભગવાન કૃષ્ણએ તેની એક અંતિમ પરીક્ષા લીધી હતી.
કૃષ્ણ કર્ણની પાસે પહોંચ્યા અને કહ્યું કે તું એક દાનવીર રૂપે ઓળખાય છે મને તારી પાસેથી કઈક દાન જોઈએ છે. કર્ણ ની પાસે તે સમયે કઈ જ ન હતું પણ તેને ધ્યાન આવ્યું કે તેનો એક દાંત સોનાનો છે તો તેણે મરતી વખતે એક પથ્થર થી પોતાનો દાંત તોડીને કૃષ્ણને દાન સ્વરૂપે ભેટ આપી દીધો.
કૃષ્ણ તેની દાનવીરતા ને જોઈને ભાવુક થઇ ગયા અને તેમણે કર્ણ પાસેથી કોઈપણ ત્રણ વરદાન માંગવા માટે કહ્યું. કર્ણ એ કૃષ્ણ પાસેથી ત્રણ વરદાન માંગ્યા, મહાબલી કર્ણ એ કહ્યું કૃષ્ણ જયારે આગળનો જન્મ લે તો આગળના વર્ગ ના લોકોના ઉદ્ધાર માટે કાર્ય કરે, બીજું વરદાન એ માંગ્યું કે કૃષ્ણ આગળનો જન્મ ત્યાં જ લે જ્યાં કર્ણ હોય.
તેના પછી ત્રીજું વરદાન મહાબલી કર્ણએ એ માંગ્યું કે તેનો અંતિમ સંસ્કાર એવી જગ્યાએ કરવામાં આવે જ્યા કોઈ પાપ ન થયેલું હોય, જેને લીધે કૃષ્ણએ કર્ણનું અંતિમ સંસ્કાર પોતાના હાથ ઉપર કર્યું હતું. કહેવાય છે કે આજ સુધીમાં જો દાનવીર અને એક સાચા મિત્ર ની પરિભાષા માટે જો કોઈ શબ્દ બનેલો છે તો તે છે ‘કર્ણ’.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!