મરતા પહેલા ઘણા લોકોના જીવનને બચાવી ગયો રાવણ, 8 મહિનાએ દીકરી સાથે તસ્વીરો વાઇરલ…

0

19 ઓક્ટોબર ની સાંજે રાવણ દહન ના અમુક સમય પહેલા અમૃતસર માં ખુબ દુઃખભરી દુર્ઘટના બની હતી. આ દુર્ઘટના માં ના જાણે કેટલા ના ઘર ઉજ્જડ બની ગયા હતા, કેટલા ના તો ઘરોનો દિપક ઓલવાઈ ગયો અને કેટલા ના ઘરોમાં દિવાળી પણ અંધકાર માં ફેરવાઈ ગઈ હતી. આ દુર્ઘટના માં લોકો એ ઘણા પોતાનાઓને ગુમાવી દીધા છે. માત્ર ત્રણ સેકન્ડ માં બે રેલગાડીઓ એ રેલવે ટ્રેક પર તાંડવ મચાવ્યો અને તે ઘણા લોકોના જીવને પણ પોતાની સાથે લેતી ગઈ હતી. રિપોર્ટ અનુસાર 70 લોકો નો જીવ ચાલ્યો ગયો હતો અને 142 જેટલા લોકો ઘાયલ થયા હતા. હાદસો થતા જ ઘણા લોકો ઘાયલો અને લાશો ને એકઠી કરવામાં લાગી ગયા હતા. આ રાવણ દહન કાર્યક્રમ માં લગભગ 4,000 લોકો શામિલ થયા હતા. અમૃતસત રેલ હાદસા માં રાવણે ઘણા લોકો નો જીવ બચાવ્યો હતો. અમે તે રાવણ ની વાત કરી રહ્યા છીએ જેમણે રામલીલા માં રાવણ નો કિરદાર નિભાવ્યો હતો. અમૃતસર માં રાવણ દહન દરમિયાન જે રેલ દુર્ઘટના થઇ તેમાં દલબીર સિંહ ના નામનો વ્યક્તિ રાવણ બન્યો હતો. જેનો જીવ પણ આ દુર્ધટના માં ચાલ્યો ગયો હતો. કહેવામાં આવે છે કે આ રેલ દુર્ઘટના માં લગભગ 200 જેટલા લોકો જપેટ માં આવી ગયા હતા અને આ 200 માં એક નામ દલબીર સિંહ નું પણ આવે છે. 32 વર્ષ ના દલબીર સિંહ રામલીલા મંચ પર રાવણ નો કિરદાર નિભાવતા હતા અને પોતાની વેશભૂષા બદલાવ્યાં પછી તે પણ રાવણ દહન જોવા માટે ગયા હતા. તેજ રફ્તાર માં આવતી ટ્રેન કોઈ જોઈ ના શક્યું પણ દલબીર સિંહે તે ટ્રેન ને જોઈ લીધી અને ત્રણ થી ચાર લોકો ને રેલવે ટ્રેક પરથી ઉતાર્યા હતા પણ લોકોને બચાવતા બચાવતા તે ખુદ જ ટ્રેન ની જપેટ માં આવી ગયા.
અન્ય નો જીવ બચાવતા બચાવતા તેણે પોતાનો જીવ ગુમાવી દીધો હતો પણ તે પોતાની પાછળ પોતાની 8 મહિનાની દીકરી ને પત્ની ને છોડી ગયા હતા. સોશિયલ મીડિયા પર દલબીર સિંહ ની રાવણ વાળી તસ્વીર અને તેની દીકરી ની સાથે ની તસ્વીર વાઇરલ થઇ રહી છે.મૃતક દલબીર સિંહ ના મોટાભાઈ બલબીર સિંહ એ જણાવ્યું કે તે ફાટક ની પાસે વાર્ડ નંબર 24 માં રહે છે અને દલબીર ને બાળપણ થી જ રામલીલા મંચન કરવાનો શોખ હતો જેને તે આગળના 8 વર્ષ થી રામલીલા માં જાત-જાત ના કિરદારો ને નિભાવતા હતા. તેણે જણાવ્યું કે 10 વર્ષ પહેલા આ જ ફાટક ને ક્રોસ કરતા તેના પિતાની મૃત્યુ થઇ હતી. દલબીર સિંહ ની મૃત્યુ પછી તેની પત્ની ની રોઈ રોઈ ને ખરાબ હાલત થઇ ગઈ છે.
આવી રીતે થઇ આ દુર્ઘટના:અમૃતસર માં આ દુર્ઘટના ધોબી ઘાટ ની પાસે જોડાયા ફાટક ની પાસે ત્યારે થઈ જ્યારે હજારો ની સંખ્યા માં લોકો રાવણ દહન જોવા માટે જમા થયા હતા. રાવણને સળગાવ્યા પછી જયારે રાવણ ના પૂતળા થી જ્વાળા ઓ ઉઠવા લાગી ત્યારે ભીડ નો એક હિસ્સો આ જ્વાળા થી બચવા માટે રેલવે ટ્રેક ની પાસે ઉભા રહી ગયા હતા. તે જ સમયે ટ્રેક પર પઠાનકોટ-અમૃતસર ડીએમયુ અને હવલા મેલ ગાડી આવી ગઈ જેમણે લગભગ 250 જેટલા લોકોને કચડી નાખ્યા હતા અને લગભગ 70 લોકો નો જીવ તેમાં ચાલ્યો ગયો હતો. કેન્દ્ર સરકારે મૃતક ના પરિવાર ના લોકોને 2 લાખ રૂપિયાનું વળતર આપવાની વાત કહી છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here