બંગળી, સેથો અને મંગલસૂત્ર પહેરેલી પ્રિયંકા ચોપરા ની પહેલી તસ્વીરો, પત્ની થી નજરો હટાવી ના શક્યા નિક…

0

પ્રિયંકા ચોપરા અને નિક જૉનસ ના લગ્ન 2 ડિસેમ્બર ના રોજ જોધપુર ના ઉમ્મેદ ભવન પૈલેસ માં થયા છે. પ્રિયંકા ના લગ્ન ની અમુક તસ્વીરો આવી ચુકી છે. અમુક સમય પહેલા જ બંને ને જોધપુર એયરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. આ નવા કપલ ને જોવા માટે ફેન્સ ની ભીડ લાગેલી હતી.પ્રિયંકા ની સાથે તેના જેઠ જેઠાણી જોય અને સોફી પણ હતા. આ દરમિયાન પ્રિયંકા એ ગ્રીન કલર ની સાડી પહેરી રાખી હતી. પ્રિયંકા ના માથા પર સેંથો, ગળા માં મંગળસૂત્ર અને હાથ માં બંગળી પહેરી રાખી હતી. જયારે નિક કેજ્યુઅલ લુક માં નજરમાં આવ્યા હતા. ફેન્સ ને જોઈને બંને એ હાથ જોડીને તેઓનું અભિવાદન કર્યું હતું.
નિક-પ્રિયંકા દિલ્લી માટે નીકળી ચુક્યા છે. પ્રિયંકા ની મહેંદી, પીઠી તથા સંગીત ની તસ્વીરો સામે આવી ચુકી છે. ફેન્સ ને પણ તેઓના લગ્ન ની તસ્વીરો ને લઈને ખુબ ઉત્સુકતા છે.જણાવી દઈએ કે પ્રિયંકા એ પોતાના લગ્ન માટે લાલ રંગ નો ડ્રેસ પહેરી રાખ્યો હતો. હિન્દૂ રીત રિવાજ થી થયેલા લગ્ન માટે નિક એ શેરવાની પહેરી રાખી હતી અને તે ઘોડા પર ચઢીને દુલ્હન ની પાસે આવ્યા હતા. મંડપ ને 70 ફૂટ ની ઊંચાઈ પર બનાવામાં આવ્યું હતું. ઉમ્મેદ ભવન ના બરદારી લોન માં દરેક રિવાજો થયા હતા. બંને એ એક બીજા ને મંડપ માં જોયા હતા. મહેમાનો ને ખુલાસો કર્યો છે કે જયમાળા ના સમયે પ્રિયંકા રડવા લાગી હતી. તેના સિવાય જયારે પ્રિયંકા એ નિક ની સાથે ક્રિશ્ચિન રિવાજો થી લગ્ન કર્યા તો મધુ ચોપરા પણ સ્પીચ આપવાના સમયે રોવા લાગી હતી. પ્રિયંકા પોતાના લગ્ન ના દરમિયાન પિતા ને યાદ કરીને ઘણીવાર રડી હતી.
જણાવી દઈએ કે પ્રિયંકા નું કન્યાદાન અભિનેત્રી પરિનીતિ ચોપરા ના માતા પિતા એ કર્યું હતું. પરિનીતિ ના પેરેન્ટ્સ એ કહ્યું કે,”આ એક ખુબ જ રૉયલ લગ્ન હતા. જોધપુર માં લોકો દ્વારા ખુબ સમ્માન મળ્યું. લોકોનો ખુબ જ પ્રેમ પણ મળ્યો, લગ્ન ખુબ જ શાનદાર રહ્યા હતા’.Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here