માર્કેટમાં બ્રેડનો રાફળો ફાટી નીકળો છે પણ તમને ખબર છે બ્રેડના નુકશાન? હોંશ ઉડી જશે – વાંચો આર્ટિકલ….

લગભગ દરેક ઘરોમાં નાશ્તા માં ઉપીયોગ માં લેવામાં આવતી બ્રેડ અંગ્રેજો ની સાથે ભારત આવી હતી. ખાસ કરીને તેવા લોકો જેઓ ખુબ જ વ્યસ્ત રહે છે, તેઓના માટે તેનું મહત્વ વધુ છે. જો કે વધુ જાણનારાઓ તેના સ્વાસ્થ્ય ના હિસાબે બ્રેડ ને વધુ સારી નથી માનતા, આજે અમે તમને બ્રેડ સાથે જોડાયેલી અમુક હકીકતો જણાવીશું જેને જાણીને તમે પણ ચોંકી જાશો.

બ્રેડ ને પાઉંરોટી શા માટે કહેવાય છે?: બ્રેડ વિશે ઘણું એવું સાંભળવા મળે છે. જેમ કે તેને પગે થી બનાવામાં આવે છે, માટે તેને પાઉંરોટી કહેવામાં આવે છે. જો કે, તે સાચી વાત નથી. પાઉં પુર્તગાલ(પોર્ચુગીજ)નો એક શબ્દ છે. પણ શું તમને ખબર છે કે ભારતમાં બનનારા બ્રેડ માં નુકસાન પહોંચાવનારા કેમિકલ નો ઉપીયોગ કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર ભારતમાં મોટાભાગે બનનારી બ્રેડ માં પોટેશિયમ બ્રોમેટ કે આયોડેટ નો ઉપીયોગ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય ના હિસાબે યોગ્ય નથી.

બ્રેડ થી વધે છે વજન:જો તમે ખુબ વધુ પડતી જ બ્રેડ ખાઓ છો તો તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ, નિમક, રીફાઇન્ડ શુગર અને પ્રિઝર્વેટિવ્સ ને લીધે તમારું વજન વધી શકે છે.

પચાવામાં મુશ્કિલ:બ્રેડમાં રેશાવાળી ચીજ હોય છે એટલે કે તે ખુબ જ ચીકણું હોય છે અને તેને લીધે આપણા આંતરડામાં તેને પચવામાં ખુબ જ સમય લાગે છે. ઘણા સમય સુધી તેને પેટમાં પડ્યા રહેવાથી વિષ બનવા લાગે છે અને તે પેટ સંબંધી ઘણા રોગોને જન્મ આપે છે.

બ્રેડના નુકસાન:બ્રેડમાં રસાયણ અને એડિટિવ્સ નો ભરપૂર ઉપીયોગ થાય છે. પાણીનો સંપર્ક તેને વધુ ચીકણું બનાવે છે. તેને ખાધા પછી પાચન ક્રિયા ધીમી પડી જાય છે. આપણા શરીરની સિસ્ટમ તેને રોકવાની કોશિશ કરે છે અને અંતે તેમાંથી લાળ બનવાની શરુ થઇ જાય છે.

બ્લડ શુગર ને વધારે છે:મોટાભાગે બ્રેડ રીફાઇન્ડ લોટ એટલે કે મેંદા માથી બને છે. જેમાં ગ્લિસેમિક ઇન્ડેક્સ (ગ્લુકોઝ ને પ્રભાવિત કરવાની ક્ષમતા) વધુ હોય છે. જેને લીધે લોહી માં શુગર નું સ્તર વધે છે.

બ્રેડના નુકસાન:બ્રેડ માં કાર્બન ડાયોકસાઇડ અને બ્રોમાઇડ જેવી ઘણી ચીજો હોય છે, જે સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડે છે. જો કે કોઈપણ પ્રકારની રીફાઇન્ડ વસ્તુ શરીર માટે હાનિકારક હોય છે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!