આ ગુજરાતી ફિલ્મનો ટાર્ગેટ છે 1000 કરોડનો બિઝનેસ કરવાનો ! જાણો કેવી રીતે…

0


આજકાલ સારી સારી ગુજરાતી ફિલ્મો બની રહી છે અને આવી રહી છે ત્યારે આપણી સિનેમાના સુવર્ણકાળમાં વધુ એક ગુજરાતી ફિલ્મ આવવા તૈયાર છે. કદાચ આપે નામ તો સાંભળ્યું જ હશે, ‘મારી લાઈફ તારી’ નું. આ ફિલ્મ સંપૂર્ણ પારિવારિક છે અને આ ફિલ્મ સામાજિક સંદેશ પણ આપે છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઓછી ફિલ્મ એવી હશે જે પારિવારિક હોય અને સાથે સાથે એક સોશિયલ મેસેજ પણ આપતી હોય. ‘મારી લાઈફ તારી’ ગુજરાતી ફિલ્મ પિતા-પુત્ર વચ્ચેના જનરેશન ગેપ પર આધારિત છે અને ફિલ્મ એક દીકરાને એટલે કે યુવાનને અને પિતાને ગમશે. આમ આ ફિલ્મ બન્ને વર્ગો માટે છે. આ ફિલ્મમાં સામાજિક સંદેશ છે અને આ ફિલ્મ ફેમિલી એન્ટરટેઇનમેન્ટ પણ આપશે.

હાલ આ ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે આ ફિલ્મે દાવો કર્યો છે કે આ ફિલ્મ 1000 કરોડનો બિઝનેસ કરશે. આ ફિલ્મના દિગ્દર્શક પ્રશાંત પટેલ જણાવે છે કે “આપણો દેશ જ્યારે ‘સોને કી ચીડિયા’ કહેવાતો હતો ત્યારે આપણા દેશના દરેક ઘરમાં એક ચરખો હતો અને આ ચરખો દરેકને રોજગારી આપતો. જ્યારે ગૃહિણી ઘરકામ પૂર્ણ કરી લે અને બચેલા સમયમાં તે ચરખો કાંતતી અને સારી એવી કમાણી પણ કરતી અને આ કારણે આપણે આપણા કપડાં પહેરતા ! જો આપણા રાજ્યના છ કરોડ લોકો માંથી એક કરોડ લોકો વર્ષે એક હજાર રૂપિયાની પણ ખાદી કરી દે તો એક હજાર કરોડ રૂપિયાની આવક થાય અને આ રીતે ધીમે ધીમે બધા જ લોકો ખાદી પહેરે તો આપણા દેશમાંથી ગરીબી નાબૂદ થઈ જાય !”

‘મારી લાઈફ તારી’ ફિલ્મ મુખ્ય બે પાત્રો પર બનેલી છે, પિતાના પાત્રમાં મનન બુચ અને પુત્રના પાત્રમાં દેવ પટેલ હોય છે અને બન્નેના વચ્ચે એક પ્રકારનો મતભેદ હોય છે. આજકાલ પિતાને પુત્ર સાથે બનતું નથી હોતું અને આવું જ પુત્ર સાથે પણ થતું હોય છે. બન્ને વચ્ચેના જનરેશન ગેપને કઈ રીતે દૂર કરી શકાય એ બાબત આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.

લોકોને ‘મારી લાઈફ તારી’ના ગીતો ખૂબ જ ગમી રહ્યા છે અને અલ્કા યાજ્ઞિક અને વિવ્યાન રિચાર્ડ દ્વારા ગવાયેલું ગીત ‘કેમ કરીને તને સમજાવું’ યુવાનોમાં ખૂબ જ પ્રચલિત બની રહ્યું છે. આ ફિલ્મનું બીજું પ્રચલિત ગીત ‘આ જિંદગી શું કામની’ એ ઓસમાણ મીર દ્વારા ગવાયું છે. ગીતના કમ્પોઝર રીના પટેલ છે. બીજા પાત્રોની જો વાત કરીએ તો મા ના પાત્રમાં પ્રતિમાબેન ભટ્ટ છે તથા ફિલ્મમાં શરણમ સોની, સંજય તન્ના પણ જોવા મળે છે. ફિલ્મના લોકેશન ખૂબ જ રસપ્રદ છે, આશ્રમનું શૂટિંગ સર્વોદય આશ્રમ, વાલમ ખાતે કરવામાં આવ્યું હતું અને મોટા ભાગનું શૂટિંગ ગાંધીનગરમાં થયું છે.

મારી લાઈફ તારી‘ દ્વારા વાલ્મી નામનું ફેસબુક પેજ બનાવવામાં આવ્યું છે અને આ પેજ દ્વારા સર્વોદય આશ્રમની ખાદીનું વેચાણ પણ શરું થઈ ચૂક્યું છે અને અત્યાર સુધી પંદર લાખ રૂપિયાની ખાદીનું વેચાણ થઈ ચૂક્યું છે.

– પ્રદીપ પ્રજાપતિ, ગુજ્જુરોક્સ ટીમ

આવનારી ગુજરાતી ફિલ્મો વિષેની માહિતી અને રેટિંગ તથા રીવ્યુ વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here