માર્ચ મહિનામાં ફરવાલાયક સસ્તી અને સુંદર જગ્યા આવેલ છે આપણા દેશમાં તમે મુલાકાત લીધી કે નહિ?

0

માર્ચ મહિનો બહુ સુંદર અને ખુશનુમા હોય છે. ના તો બહુ ગરમી હોય છે કે ના તો બહુ ઠંડી હોય છે. લગભગ ઘણા બાળકોની પરીક્ષાઓ પણ પૂર્ણ થતી હોય છે. હવે આવા વાતાવરણમાં જો ફરવા જવાનો કોઈ પ્લાન બનાવી રહ્યા છો અને ફરવા જવા માટેના સૌથી બેસ્ટ ડેસ્ટીનેશન શોધી રહ્યા છો તો અમે તમને જણાવીશું એવી જગ્યાઓ વિષે જ્યાં તમે બહુ ઓછા ખર્ચે ફરવાનો સાચો આનંદ ઉઠાવી શકો છો. આવો તમને જણાવીએ એવી કઈ જગ્યાઓ છે જ્યાં તમે ફરી શકશો.

૧. જયપુર, રાજસ્થાન : સુંદર મહેલ અને બીજી ઈમારતો રાજસ્થાન આવતા દરેક પ્રવાસીએ આકર્ષે છે. આવામાં જો તમારું બજેટ બહુ ઓછું છે તો તમે રાજસ્થાનના પિંક સિટી એટલે કે જયપુરમાં ફરવા જઈ શકો છો. માર્ચ મહિનામાં જયપુર ફરવા માટે બહુ સારું વાતાવરણ હોય છે, દિવસ થોડી ગરમીમાં ને રાતે હલકી હલકી ઠંડી. અહિયાં તમે તમારા જીવનસાથી સાથે કે પછી પરિવાર સાથે પણ ફરવા જઈ શકો છો. દિલ્હીથી જયપુર લગભગ ૩૦૦ કિલોમીટર દુર છે તમે ત્યાં બસ, ટ્રેન દ્વારા પણ જઈ શકો છો. અહિયાં આવેલ હોટલનું ભાડું પણ ૫૦૦ રૂપિયાથી શરુ થાય છે. જયપુર ફરવા માટે તમે સિટી બસ પણ લઇ શકો છો. તેનું ભાડું એક વ્યક્તિ દીઠ ૨૦૦ રૂપિયા જેટલું હોય છે.

૨. કસોલ, હિમાચલ પ્રદેશ : સુંદર વાદીઓ અને ઠંડી હવાઓ ઘણુબધું આવેલ છે આ જગ્યાએ. હિમાચલ પ્રદેશમાં ઘણી બેસ્ટ ડેસ્ટીનેશન છે જ્યાં તમે પરિવાર સાથે કે મિત્રો કે પછી જીવનસાથી સાથે પણ જઈ શકો છો. જો તમારું બજેટ ઓછું છે તો હિમાચલ પ્રદેશમાં આવેલ કુલ્લુથી થોડે જ દુર આવેલ કસોલ એક બહુ સુંદર જગ્યા છે. કસોલ એ યુવાનોની મનપસંદ જગ્યા છે. અહિયાં વધારે પડતા લોકો તેમના મિત્રો સાથે આવતા હોય છે. શહેરની ભીડથી દુર આવેલ કસોલ આ જગ્યા ઘણી સસ્તી છે. તમે દિલ્હીથી અહિયાં પહોચી શકો છો. દિલ્હીથી તમારે અહિયાં બસ દ્વારા આવવાનું રહેશે, આ બસનું ભાડું ૯૫૦ રૂપિયાથી શરુ થાય છે અને ત્યાં હોટલમાં તમને ૫૦૦ રૂપિયાથી શરુ થતા રૂમ મળી રહેશે.

૩. ઋષિકેશ, ઉત્તરાખંડ : રીવર રાફટીંગ માટે પ્રસિદ્ધ ઋષિકેશ એડવેન્ચર માટે પણ બહુ સુંદર ડેસ્ટીનેશન છે. અહિયાં ઘણી કંપનીઓ દ્વારા બે થી ત્રણ હજાર રૂપિયામાં ટુર પેકેજ આપતી હોય છે જેમાં રહેવાનું, ખાવાનું-પીવાનું વગેરે સામેલ હોય છે. જો તમે જાતે જવા માંગતા હોવ તો તમે દિલ્હીથી બસ દ્વરા અહિયાં જઈ શકો છો.

૪. ધર્મશાળા, હિમાચલ પ્રદેશ : હિમાચલ પ્રદેશમાં આવેલ ધર્મશાળા દિલ્હીથી લગભગ ૪૭૫ કિલોમીટર દુર આવેલ છે, દિલ્હીથી ધર્મશાળા જવા માટે ૫૦૦ રૂપિયા થી ૬૦૦ રૂપિયા સુધીનું ભાડું લાગે છે. અહિયાં બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાનું બહુ સુંદર મંદિર છે. સાથે અહિયાં ધર્મશાળાથી દસ કિલોમીટર દુર આવેલ મૈક્લોડગંજ પણ ફરવા જવા માટેની અદ્ભુત જગ્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here