માનસિક બીમાર ભાઇ માટે બહેન રહી કુંવારી, ત્યાગ-સમર્પણનો અનોખો કિસ્સો ને એક લાઇક થી વધાવીએ


ભાઇ અને બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતો રક્ષાબંધનનો તહેવાર છે, ત્યારે વડોદરાની એક બહેને પોતાના માનસિક બીમાર ભાઇની જિંદગીભર સારસંભાળ લેવા માટે આજીવન કુંવારી રહેવાનો નિર્ણય કર્યો છે. બહેને માતા-પિતાના અવસાન બાદ પોતાના ભાઇને પોતાનું જીવન માની લીધું છે અને સતત તેની સેવાચાકરીમાં વ્યસ્ત રહે છે.

માતા-પિતાના અવસાન બાદ ભાઇને પોતાનું જીવન માન્યું
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારામાં પરેશનગરમાં રહેતી મનિષા હરિષભાઇ બારોટ નામની 42 વર્ષીય યુવતીએ પોતાના માનસિક બીમાર ભાઇ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. મનિષા બારોટનો નાનો ભાઇ જન્મથી માનસિક બીમાર છે. તેની સ્થિતિ એવી છે કે તે બોલી શકતો નથી અને સતત તેનું ધ્યાન રાખવું પડે છે. મનિષાના પિતા સરકારી નોકરી કરતા હતા અને માતા પણ સ્કૂલમાં આચાર્યા હતાં. મનિષાના જન્મ બાદ પાંચથી 6 વર્ષ બાદ તેનાં નાનાં ભાઇબહેનનો જન્મ થયો હતો. નાનાં બંને ભાઇબહેન જન્મથી માનસિક બીમાર હતાં અને ચાલી કે બોલી પણ શકતાં હતાં. જો કે માતા-પિતાએ કરેલા અથાગ પ્રયાસો બાદ નાની બહેન ચાલી શકતી અને બોલી શકતી થઇ હતી પરંતુ નાનો ભાઇ માત્ર ચાલતો થઇ શકયો હતો પણ બોલી શકતો પણ હતો.

ગ્રેજ્યુએશન કરી ચૂકેલી મનિષા બારોટના પિતાનું 6 વર્ષ પહેલાં અવસાન થયા બાદ અને 8 માસ પહેલાં માતાનું અવસાન થયા બાદ હવે બંને નાનાં ભાઇબહેનની સંપૂર્ણ જવાબદારી મનિષા ઉપર આવી ગઇ હતી. જોકે માતા-પિતાની હયાતી સમયે મનિષાએ ભાઇ-બહેનની સ્થિતિ જોઇ બંનેની સંપૂર્ણ જવાબદારી પોતાના શિરે લેવાનો નિર્ણય કર્યો હતો.

માનસિક બીમાર ભાઇની હાલત એવી છે કે તેને હરપળે કોઇની મદદની અને ધ્યાન રાખવાની જરૂર રહે છે. તે જોતાં મનિષાએ લગ્ન નહીં કરવાનો અને જીવનભર ભાઇની સંભાળ રાખવાનો નિર્ણય કર્યો હતો. માતા-પિતાએ શરૂઆતમાં મનિષાને અનેક વાર સમજાવી હતી પણ મનિષા પોતાના નિર્ણયમાં અડગ રહી હતી.

Source: Divyabhaskar

અત્યારે માતા-પિતાનું છત્ર ગુમાવી ચૂકેલા માનસિક બીમાર ભાઇ અને બહેનની માતાપિતાની જેમ સંપૂર્ણ જવાબદારી મનિષા સંભાળી રહી છે. ભાઇને નાહીધોઇને કપડાં પહેરાવવાથી માંડીને જમાડવા સહિત તમામ કામ મનિષા હસતા ચહેરે કરે છે. રક્ષાબંધન નિમિત્તે ત્યાગ અને સમર્પણની ભાવના સાથે બહેને પોતાના નાના ભાઇને હવે જીવન માની લીધું છે.

ભાઇને રાખડી બાંધવાની સાથે રક્ષા કરવાનું પણ પ્રણ લીધું છે
મનિષા પોતાના નાના ભાઇને દર વર્ષે હાથ પર રાખડી બાંધીને જીવનભર તેનું રક્ષણ કરવાનું જાણે કે પ્રણ લીધું છે. માતા-પિતાની ભૂમિકા ભજવવાની સાથે વ્હાલસોઇ બહેન બનીને મનિષા પોતાના ભાઇની દરેક ક્ષણે સાથે રહીને તેની જીવનભર સેવા કરવાનો નિર્ણય કર્યો છે. મનિષાના સ્વજનો અને મિત્રો પણ મનિષાને સાથ આપીને મનોબળ ઊચું લાવી રહ્યાં છે.

 

Courtesy: DivyaBhaskar

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
2
Wao
Love Love
1
Love
LOL LOL
0
LOL
Omg Omg
3
Omg
Cry Cry
3
Cry
Cute Cute
0
Cute

માનસિક બીમાર ભાઇ માટે બહેન રહી કુંવારી, ત્યાગ-સમર્પણનો અનોખો કિસ્સો ને એક લાઇક થી વધાવીએ

log in

reset password

Back to
log in
error: