મંગળવારે સુંદરકાંડ નો પાઠ આવી રીતે કરો, દરેક મનોકામના પૂર્ણ કરે છે હનુમાનજી – વાંચો લેખ

0

કોઈપણ અઠવાડિયાનો ત્રીજો દિવસ એ મંગળવાર છે આ દિવસે મહાબલી હનુમાનજીની પૂજા અને અર્ચના કરવામાં આવે છે. બળ, બુદ્ધિ, વિદ્યાના દાતા હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનના દરેક સંકટ દુર થઇ જાય છે. દરેક દેવોમાં હનુમાનજીને આ ધરતી પર જીવિત દેવમાંથી એક માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે કલિયુગમાં તેઓ પૃથ્વી પર ફરતા રહેશે. મંગળવારના દિવસે સુંદરકાંડના પાઠ કરવાની પરંપરા છે. એવું પણ કહેવામાં આવે છે કે ચાલીસ અઠવાડિયા સુધી નિયમિત જો કોઈ વ્યક્તિ એ સંપૂર્ણ શ્રદ્ધાથી સુંદરકાંડના પાઠ કરશે તેમની દરેક મનોકામના પૂર્ણ થશે. તેમના જીવનમાં કોઈપણ પ્રકારની બાધા આવશે નહિ.

સુંદરકાંડના પાઠ કેમ ?
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિધિવત અને સાચા નિયમો અનુસાર હનુમાનજીના સુંદરકાંડના પાઠ આસ્થા અને વિશ્વાસ સાથે કરવા જોઈએ. આ પાઠ એકવાર પૂર્ણ કરવામાં ૨ થી ૩ કલાક લાગે છે. પાઠ કરો ત્યારે શાંતિ અને સંપૂર્ણ ધ્યાન આ પાઠ કરવા તરફ જ હોવું જોઈએ. પાઠ મંગળવાર અને શનિવારે કરશો તો એ વધારે ફળદાયી રહેશે. સારી રીતે સુંદરકાંડ પાઠ વિધિના નિયમથી જ આ ધાર્મિક પાઠ કરવાની શરૂઆત કરો. જેમની પાસે બહુ સમય નથી હોતો તો તેઓ ૧૧ ચોપાઈ પણ રોજ વાંચી શકે છે.

સુંદરકાંડ પાઠનો અનોખો મહિમા,
શુભ પ્રસંગ પર ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચેલ શ્રીરામચરિતમાનસના સુંદરકાંડના પાઠ કરવા જોઈએ. શુભ કામની શરૂઆત કરતા પહેલા સુંદરકાંડનો પાઠ કરવા એ સારું માનવામાં આવે છે. કોઈપણ વ્યક્તિના જીવનમાં વધારે મુશ્કેલી હોય, કોઈ કામ અટકી ગયું હોય કે પછી વ્યક્તિનો આત્મવિશ્વાસ ઘટી ગયો હોય. કે પછી કોઈપણ તકલીફ હોય સુંદરકાંડનો પાઠ એ શુભ ફળ આપે છે.

માનવામાં આવે છે કે સુંદરકાંડના પાઠ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. સુંદરકાંડના પાઠમાં હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. જે લોકો નિયમિત રીતે સુંદરકાંડના પાઠ કરે છે તેમના દરેક દુખ દુર થઇ જાય છે. આના કારણે સુંદરકાંડને હનુમાનજી પાસેથી સફળતા પ્રાપ્ત કરવા માટે યાદ કરવામાં આવે છે. સુંદરકાંડ એ એકમાત્ર એવો અધ્યાય છે જે શ્રીરામના ભક્ત હનુમાનનો એક વિજય છે આ આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિ વધારવા માટે કરવામાં આવતા પાઠ છે.

સુંદરકાંડના પાઠથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે કોઈપણ કાર્યને પૂર્ણ કરવા માટે આત્મવિશ્વાસ પણ આના દ્વારા મળે છે. હનુમાનજીની પૂજાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે. હનુમાનજી એ બહુ જલ્દી પ્રસન્ન થાય તેવા દેવ છે, શાસ્ત્રોમાં તેમની કૃપા પ્રાપ્ત કરવા માટેના અનેક ઉપાય બતાવવામાં આવ્યા છે, આ દરેક ઉપાયમાં એક છે સુંદરકાંડના જાપ કરવા. હનુમાનજીને બહુ જ જલ્દી પ્રસન્ન કરવા માટે સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે અને આ પાઠ કરનાર દરેક વ્યક્તિના જીવનમાં ખુશીઓની વરસાદ થાય છે અને પરિવારમાં પણ શાંતિ બને છે.

સુંદરકાંડ : હનુમાનજીની સ્તુતિ,
સુંદરકાંડ એ હનુમાનજીની સ્તુતિ કહેવાય છે. સુંદરકાંડ કરતા પહેલા મનમાં વિશ્વાસ રાખવાનો છે કે જેવીરીતે હનુમાનજીએ પ્રભુ શ્રીરામના દરેક કાર્ય કર્યા હતા એવી રીતે તેઓ તમારા પણ દરેક કામને સારી રીતે પાર પાડશે. સુંદરકાંડમાં ત્રણ શ્લોક, ૬૦ દોહા અને ૫૨૬ ચોપાઈ છે. ૬૦ દોહામાં પહેલા ૩૦ દોહામાં વિષ્ણુસ્વરૂપ શ્રીરામના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. સુંદર શબ્દ આ કાંડમાં ચોવીસ ચોપાઈમાં આવે છે.

કેવીરીતે કરશો સુંદરકાંડના પાઠ.

  • સુંદરકાંડ કરતા પહેલા સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરવાના રહેશે.
  • હનુમાનજી અને શ્રીરામના ફોટો પર કે મૂર્તિ પર ફૂલોનો હાર પહેરાવો અને દીવો અને અગરબત્તી કરીને પ્રસાદમાં ગોળ અને ચણા અથવા લાડુ ધરાવો.
  • પાઠ શરુ કરતા પહેલા ગણપતિની પૂજા કરો પછી તમારા ગુરુની પૂજા કરો, પિતૃઓ અને પછી શ્રીરામની વંદના કરો અને પછી જ સુંદરકાંડના પાઠ શરુ કરો.
  • આખા સુંદરકાંડ દરમિયાન તમારું ધ્યાન એ પાઠમાં જ હોવું જોઈએ.
  • પાઠ પૂર્ણ થાય પછી શ્રીરામ અને હનુમાનજીની આરતી અને પાઠ કરો પછી આરતી અને પ્રસાદ બધાને આપો.
  • જયારે બધું પૂર્ણ થઇ જાય તો ભગવાન શ્રીરામને વિદાઈ પણ આપવાની રહેશે.
  • પાઠ થઇ ગયા પછી સુંદરકાંડને લાલ કપડામાં શ્રદ્ધાપૂર્વક લપેટીને પૂજા કરવાની જગ્યાએ મૂકી દેવું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here