મંગળનો મેષ રાશિમાં પ્રવેશ, આ 6 રાશિના જાતકોના ખુલી જશે ભાગ્ય, મળશે દરેક કામમાં સફળતા…

0

જ્યોતિષ શાસ્ત્ર મુજબ માનવામાં આવે છે કે ગ્રહો નિયમિત પોતાનું સ્થાન પરિવર્તન કરતા જ રહે છે. જેના કારણે બધી જ રાશિના જાતકોની કુંડળીમાં પણ ફેરફાર થાય છે. આ પરિવર્તનની અમુક રાશીઓ પર સારી અસર થાય છે તો અમુક રાશીઓ પર તેની વિપરીત અસર થાય છે. અમુક ગ્રહોની સ્થિતિ બદલાવવાથી અનેક રાશિના જાતકોના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવતા હોય છે. તમને જણાવી દઈએ કે મંગળ ગ્રહે રાશિ પરિવર્તન કર્યું છે, મંગળ ગ્રહે મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. તારીખ ૫ ફેબ્રુઆરીની રાત્રે ૧૧:૪૭ થી આ પરિવર્તન થયું છે. આ સ્થિતિ સતત ૪૫ દિવસ સુધી રહેવાની છે. આના કારણે ૧૨ રાશિના જાતકો પર કેવી કેવી અસર થશે એ આજે અમે તમને જણાવીશું. અમુક રાશિના જાતકો પર આ પરિવર્તનની હકારાત્મક અસર થશે અને અમુક રાશિના જાતકો પર તેની વિપરીત અસર થવાની છે.

પહેલા આપણે જાણીશું એ રાશિના જાતકો વિષે જેમના જીવનમાં આ પરિવર્તનથી શુભ સમય આવવાનો છે.

મેષ રાશિના જાતકોની કુંડળીમાં મંગળ ગ્રહે પ્રવેશ કર્યો છે. આ પ્રવેશના કારણે આ રાશિના જાતકોની કરિયર સંબંધિત દરેક સમસ્યામાંથી મુક્તિ મળશે. નોકરી કરતા મિત્રોને આર્થીક લાભ મળશે. આ રાશિના જાતકોના સ્વાસ્થ્યમાં સુધારો આવશે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમારું કાર્ય તમે અનેરી ઉર્જાથી પૂર્ણ કરી શકશો. જમીન અને મિલકત સાથે જોડાયેલ કેસમાં સારો ફાયદો થશે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધ વધુ મજબુત થશે. તમારા દ્વારા કરવામાં આવેલ દરેક કામ સફળ થશે અને તમને સફળતા પ્રાપ્ત થશે.

મિથુન રાશિના જાતકોની કુંડળીમાં મંગળ ૧૧માં સ્થાનમાં સ્થાયી થયો છે. આ પરિવર્તનથી તમને અનેક લાભ થવાના છે. આ રાશિના જાતકોની આવકમાં વધારો થવાનો છે અને આર્થીક સ્થિતિ મજબુત થશે. અચાનક ધનલાભ થવાના યોગ છે. મિત્રો અને ઘર પરિવારના સભ્યો તરફથી તમને સહયોગ મળશે. તમારા દુશ્મનો પર તમે વિજય મેળવી શકશો. તમારી અધુરી ઈચ્છાઓ પૂરી થઇ શકશે. કરિયર બનાવવા માટે આ સમય અદ્ભુત છે, નોકરી કરતા મિત્રોને સતત સફળતા મળશે.

કર્ક રાશિના જાતકોની કુંડળીમાં મંગળ ૧૦માં સ્થાનમાં સ્થાયી થયો છે. જેના કારણે આ રાશિના જાતકોને અનેક શુભ ફળ પ્રાપ્ત થશે. કરિયરમાં સફળતા મળશે. સમાજમાં માં અને સન્માન મળશે. પૈસા સંબંધિત દરેક વિવાદમાં તમને સફળતા મળશે. સ્વાસ્થ્ય માટે પણ આ સમય સૌથી ઉત્તમ છે. બાળકો અને પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. દાંપત્યજીવન મધુર બની રહેશે. જે પણ મિત્રો પ્રેમ લગ્ન કરવા માંગે છે તેમની માટે આ સમય સારો છે. લગ્ન ઈચ્છુક વ્યક્તિના લગ્ન થવાના યોગ બનશે.

સિંહ રાશિના જાતકોની કુંડળીમાં મંગળ ૯માં સ્થાનમાં સ્થાયી થયો છે. જેના કારણે તમને તમારા અનેક કામમાં સફળતા મળશે. અમને તમારા નસીબનો સંપૂર્ણ સાથ મળશે. વારસાઈ મિલકતમાં તમને સાથ મળશે અને તમારા દરેક કાર્યમાં તમને સફળતા મળશે. આવનાર સમય દરમિયાન કોઈ લાંબી યાત્રા કરવાના યોગ બનશે. તમારું મન આનંદમય રહેશે, પરિવારમાં સુખ અને શાંતિ વધશે. તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે અને આવનાર સમયમાં સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

મકર રાશિના જાતકોની કુંડળીમાં મંગળ ચોથા સ્થાનમાં સ્થાયી થયો છે જેના કારણે તમારો આવનાર સમય બહુ જ ઉત્તમ રહેશે. જમીન અને સ્થાયી મિલકતના કેસમાં તમને ફાયદો મળશે. મોસાળ તરફથી તમને ધનલાભ થવાનો યોગ છે. આર્થિક લાભની સાથે સાથે કાયમી આવકમાં વધારો થશે. ભાઈ બહેન તરફથી સંપૂર્ણ સહકાર મળશે. વેપારમાં સારો ફાયદો મળશે, માનસિક તણાવ ઓછો થશે.

કુંભ રાશિના જાતકોની કુંડળીમાં મંગળ ગ્રહ ત્રીજા સ્થાનમાં સ્થાયી થયો છે. આને કારણે તમારામાં આત્મવિશ્વાસનો વધારો થતો જોવા મળશે. કોઈપણ જોખમ ભરેલું કાર્ય તમે કરી શકશો. તમને કરિયરમાં સફળતા મળશે નોકરીની જગ્યાએ તમને માન અને સન્માન મળશે. યાત્રા કરવા જવાના પણ યોગ બની રહ્યા છે. તમારા શત્રુ પર તમે વિજય થઇ શકશો. ઘર અને પરિવારમાં સંપ બની રહેશે આર્થિક તકલીફ દુર થશે.

આવો તમને જણાવીએ કે બાકીની જે રાશિ છે તેમના જાતકોના જીવનમાં કેવું પરિવર્તન આવશે.

વૃષભ રાશિના જાતકોની કુંડળીમાં મંગળ એ બારમાં સ્થાનમાં સ્થાયી થયો છે, આ તમારા જીવન માટે તમને મિશ્ર ફળદાયી રહેશે. તમારે તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખજો. સુખ અને સુવિધા પાછળ વધારે ખર્ચ થશે. તમારી પાસે કોઈ મદદ માંગવા આવશે તો તમે તેમની મદદ કરી શકશો. લગ્નજીવન સારી રીતે પસાર થશે. જે મિત્રોના લગ્ન કરવાના બાકી છે તેમના માટે સારા ઘરના સંબંધ આવશે. કોઈ પાસેથી ઉધાર પૈસા માંગવા નહિ.

કન્યા રાશિના જાતકોની કુંડળીમાં મંગળ આઠમાં સ્થાનમાં સ્થાયી થયો છે જેનાથી તમારો આવનાર સમય સામાન્ય રહેશે અચાનક ધનલાભ થવાના યોગ છે. જે કામ તમે આત્મવિશ્વાસ સાથે કરશો તેમાં તમને સફળતા જરૂર મળશે. તમારા જીવનમાં આવનાર દરેક સમસ્યા પૂર્ણ થઇ જશે. ધાર્મિક કાર્યમાં મન લાગશે ભાઈ અને બહેન સાથે સંબંધ સુધારશે. માતાની તબિયત બગડી શકે છે તેમના સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી.

તુલા રાશિના જાતકોની કુંડળીમાં મંગળ સાતમાં સ્થાનમાં સ્થાયી થયો છે જેનાથી તમારો આવનાર સમય શુભ રહેશે. ભાગીદારીમાં કરેલ કાર્યમાં તમને સફળતા મળશે. અચાનક ધનલાભ થવાના યોગ છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. લગ્નજીવન સારું પસાર થશે એકબીજાના સહકારથી કોઈપણ કામ પાર પાડી શકશો. આ સમય દરમિયાન તમારે તમારી વાણી અને વર્તન પર કાબુ રાખવાની જરૂરત છે. કોઈપણ સાથે નાહકના વાદ વિવાદમાં પડશો નહિ. વાતાવરણને કારણે સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે.

વૃષિક રાશિના જાતકોની કુંડળીમાં મંગળ આઠમાં સ્થાનમાં સ્થાયી થયો છે આનાથી તમને અનેક ક્ષેત્રમાં સફળતા મળશે. તમારી માટે આવનાર સમય મધ્યમ ફળદાયી રહેશે. તમારા વિરોધીઓ તમને નુકશાન પહોચાડવા માંગશે એટલે સાવધાન રહો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. નાહકના અને વધારાની વસ્તુઓ પાછળ ખર્ચ વધશે. તમારે કોઈની પાસે પૈસા ઉધાર લેવા પડશે.

ધન રાશિના જાતકોની કુંડળીમાં મંગળ પાંચમાં સ્થાનમાં સ્થાયી થયો છે, જેનાથી તમને મધ્યમ પરિણામ મળશે. પ્રેમ સંબંધોમાં મજબૂતાઈ વધશે અને એકબીજાની વધુ નજીક આવી શકશો. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. તમે દાન અને પુણ્યનું કામ કરી શકશો. તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. પરિવારનો સહયોગ મળશે.

મીન રાશિના જાતકોની કુંડળીમાં મંગળ બીજા સ્થાનમાં સ્થાયી થયો છે જેનાથી તમારો આવનાર સમય મિશ્રફળદાયી રહેશે. આર્થિક પરીસ્થિતિમાં સુધારો થશે. પરિવારનું વાતાવરણ મધ્યમ રહેશે. વિદેશ યાત્રા કરવાના યોગ બની રહ્યા છે પણ વાહન ચલાવતા અને રસ્તો ઓળંગતા તકેદારી રાખજો. નાનો મોટો અકસ્માત થવાના યોગ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here