મને જ્યારે પણ તારી યાદ આવશે ના ત્યારે હું ક્યારે રડીશ નહિ,

0

માહિર આહિર { હમદર્દ }…મને જ્યારે પણ તારી યાદ આવશે ના ત્યારે હું ક્યારે રડીશ નહિ, તારી સાથે વિતાવેલી ક્ષણો આંખો બંધ કરી જોઈ લઈશ, મેં જે જે વાતો પર તને ચીડવી છે એ ચેટિંગ જોઈ લઈ ખુશ થઈ લઈશ,
તું નહિ હોય સાથે તો શું થયું તું મારા દિલમાં છે હતી અને હમેંશા રહીશ, તારી યાદો તો હરેક ક્ષણ મારી સમીપ હશે ,

અને હા સાંભળ મને પણ એક વાદો કર ,
કે જ્યારે તને મારી યાદ આવશે ના ત્યારે તું આંખો ભીની નહિ કરે, કારણ કે તારી એ આંખો માં હું ક્યારે આંસુ જોવા નથી માંગતો , અને હું નિ:સ્વાર્થે હરેક પળ હરેક ક્ષણ તારી સાથે જોડાયેલો રહીશ ,
ક્યારે પણ સાદ કરજે તારી સમક્ષ રજુ થઈ જઈશ , અને તું મને કોઈ પણ ક્ષણે યાદ કરજે મારી યાદો મારી સાથે વિતાવેલી પળો તને હસાવવા તરત જ તારી આંખો સમક્ષ આવી જશે ,

_હમેંશા ખુશ રહેજે._

હું પણ જાણું છું અને તને પણ ખબર છે , આપણે જિંદગીભર સાથે નહિ રહી શકીએ, પણ જેટલી પળો આપણે અત્યારે સાથે વિતાવીએ છીએ એ પણ બહુ છે. અને એ વાત વિચારી ખુશ થઈ લેજે કે, ખુશનસીબ હતી હું કે થોડીક ક્ષણો તો તારી સાથે વિતાવવા મળી , આપણે સાથે વિતાવી રહ્યા છીએ એ જ ક્ષણો ને સહારો બનાવી જિંદગીભર હસતી રેહજે , તું પણ સદા મારી આંખોમાં રમતી રહીશ , _અને તને ખુશ જોઈ હું પણ હમેંશા હસતો રહીશ રાધે ©_

#_Զเधै

Writer: માહિર આહિર { હમદર્દ }…

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.