મંદિરમાં ઘંટી વગાળવાથી શું થાય છે? ક્યારેય વિચાર્યું… જાણો આવા અન્ય પણ તથ્યો વિશે ક્લિક કરીને

0

જ્યારે પણ આપણે મંદિરે જઈએ છીએ ત્યારે દ્વાર પર લાગેલી ઘંટી વગાડીએ છીએ. તેના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણ છે. હિંદુ ધર્મની માન્યતાઓનાં આધારે, જે સ્થાન પર ઘંટીઓનાં અવાજો નિયમિત આવે છે, ત્યાં નકારાત્મક શક્તિઓ નો પ્રભાવ ઓછો થવા લાગે છે, સાથે જ સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગે છે.

સ્કંદ પુરાણ અનુસાર મંદિરમાં ઘંટી વગાળવાથી માનવનાં સો જન્મના પાપ પણ નષ્ટ થઇ જાય છે.

ભારતીય માન્યતાઓના આધારે, જયારે સૃષ્ટિનો આરંભ થયો, ત્યારે જે અવાજ ગુંજ્યો હતો, તે જ અવાજ ઘંટી વગાળવા પર આવે છે. ઘંટી તે જ અવાજનું પ્રતિક છે. આ અવાજ ‘ઓમકાર’ નાં ઉચ્ચારણ થી પણ જાગૃત થાય છે.
માનવામાં આવે છે કે ઘંટી વગાળવાથી ઇશ્વર જાગે છે. મંદિરમાં સ્થાપિત તેની મૂર્તિઓ માં ચેતના જાગૃત થવા લાગે છે. ઘંટી વાગાલ્યા બાદ મંદિરમાં પ્રવેશ કરવાથી પૂજા અને આરાધના વધુ ફળદાયક નીવડે છે.

આજ કારણ છે કે ઘંટી હંમેશા મંદિરના પ્રવેશદ્વાર પર લગાવામાં આવે છે.

ઘંટીનાં અવાજથી મન-મસ્તિષ્ક આધ્યાત્મ તરફ જાય છે. ઘંટીનાં લય થી મગજમાં શાંતિ ની અનુભૂતિ થાય છે. આજ કારણ છે કે મંદિરોમાં પૂજા કે આરતી નાં સમયે વિશેષ ધુનની સાથે ઘંટીઓ વગાળવામાં આવે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!