વિશ્વભરનું એક એવું મંદિર જ્યાં આજે પણ મંદિરના શિખરે મોર બેસે ને ટહુકા કરે પછી જ આરતી કરાય છે…જાણો એવા મૂળી માંડવરાય દાદાનો ઇતિહાસ !!!

0

પંચાળની ભૂમિ એટ્લે સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલું મૂળી. જે ગામની વચ્ચો વચ જ એક મંદિર આવેલ છે. એ મંદિર પરમાર કુળના કુલદેવતા માંડવરાય દાદાનું મંદિર છે. આ ગામની ભૂમી એ ઘણા બધા ચમત્કાર જોઈ ચૂકી છે. અને આજે પણ પોતાના ચમત્કારોના કારણે પ્રસિદ્ધિ પામેલું મંદિર આજે પણ અડીખમ ઊભું છે અને આજેય તેના ચમત્કારો આખું વિશ્વ જોઈ રહ્યું છે.
આ મંદિર આમ તો પરમાર રાજપૂત કુળના કુલદેવતા માંડવરાયજી એટ્લે કે માંડવરાય દાદાને ભગવાન સૂર્યદેવતાનો અવતાર પણ માનવામાં આવે છે. પરંતુ તેમના ચમત્કારોના કારણે આજે જૈન, ભૂદેવ, અને બીજી બધી જ જ્ઞાતિઓના લોકો પૂજી રહ્યા છે.

આ મંદિરનું રહસ્ય છે પૌરાણિક :
જૂના જમાનાનું મૂળી ગામ એ એક રજવાડું હતું. મૂળી ગામના રાજગઢમાંએ સમયે ચાચોજી રાજાની સાતમી પેઢીના રાજા હતા. અને એ સમયે એ ગાદીએ પરમાર રાજનું શાશન હતું. અને ત્યારે ચાંચોજી નામના રાજાનું રાજ ચાલતું હતું. તે પરમાર વંશજના રાજા થઈ ગયા હતા. એકવાર રાજા ચાંચોજી અને હળવદ ના રાજા કેસરજી ની સાથે ધ્રોલ ના રાજા બધા ભેગા મળીને દ્વારિકા ગયેલા. એ સમયે દરેકે એવી પ્રતિજ્ઞા લીધી હતી એમાં રાજા ચાંચોજી એ એવી પ્રતિજ્ઞા લીધે હતી કે તે ક્યારેય દાન આપવામાં પાછો નહી પડે.

પરંતુ એકવાર તેમનું વ્રત તૂટી જાય છે. કેમકે એક ચારણે જીવતા સિંહના દાનની માંગણી કરી હતી. આખા રાજદરબારની વચ્ચે એ ચારણે બધાના સમજાવવા છ્તાં પણ રાજા ચાંચોજીના દરબારમાં જીવતા સિંહના દાન માંગવા લાગ્યો . હઠ પકડી ને દોહા લલકારવા લાગ્યો.

  • જમીંએન દાન, દે જબર લીલ વળુ લીલાર
  • સાવજ દેમું સાંભળ પારકરા પરમાર !

હે રાજા ચાંચોજી , જો દાન આપવા હોય તો આપ તું સિંહના દાન.
ચારણની માંગને પૂરી કરવાનું ચાંચોજી વચન આપે છે ને કરે છે માંડવરાયજી ના મંદિરે જઇને પોતાની આબરૂ સાચવવા માટે બે હાથ જોડી કરે છે પ્રાર્થના.

ચાંચોજીની ભક્તિ ને પ્રાર્થના સાંભળી ખુદ માંડવરાય સિંહ બનીને આવી જાય છે. ને ત્યારે ચાંચોજી રાજાએ આપ્યા દાન જીવતા સિંહના. ને ચારણ પણ જીવતા સિંહના દાન માંગનાર ચારણ સિંહને હાથ પણ લગાવવા ન ગયો ને ત્યાથી ભાગ્યો. અને ભાગતા ભાગતા કહ્યું કે મારુ દાન પહોંચી ગયું ,આ સાંભળી રાજા ચાંચોજીએ સિંહને છોડી મૂક્યો ને ને માંડવરાય દાદાનો ચમત્કાર જોઈને ચાંચોજી રાજા બોલ્યો, મારા ભગવાને મારી આબરૂ સાચવી.આજે પણ આવા ચમત્કારો ત્યાં જોવા મળે છે, રવિવારે આ મંદિરે ગામેગામથી માનવ મહેરામણ ઉમટી પડે છે. ને આજે કેસરી ધજા ને ફરકાવતું આ મંદિર પર રોજ સંધ્યા ટાણે મોર આવીને મંદિરના ધૂમટ પર બેસીને ટહુકા કરે પછી જ મંદિરમાં આરતીની ઝાલર વાગે છે.

આવા માંડવરાયજીનું મંંદિર આજે પણ મુળીની વચ્ચોવચ કેસરી ધજા ફરકાવતું ઊભું છે. આજકાલની આ વાત નથી વર્ષો પહેલા પણ આ મંદિર પર મોર ટહુકા કરી માંડવરાય દાદાને આવ્યાના અણસાર આપતો ને પછી જ આરતી થતી હતી. આ મંદિરનો ચમત્કાર જ છે કે રસોળી ની ગાંઠ પણ સોપારી ચઢાવવાની બાધા રાખવામા આવે તો રસોળી તેની જાતે જ બેસી જાય છે. આવા છે સૂર્ય ભગવાનના અવતાર ગણાતા માંડવરાય દાદાના પરચા ને ચમત્કાર આ ક્લીયુગમાં પણ.

જુવો વિડીયો

હવે તમે તમારા મોબાઈલમાં જ ડાઇરેક્ટ ગુજ્જુરોક્સના તમામ જોક્સ,સુવિચાર અને પોસ્ટની મજા લઇ શકો છો..🤗
અમારી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને રોજ મેળવો ગુજરાતી જોક્સ, સુવિચાર અને ઘણું બધું..
ડાઉનલોડ કરવા માટે “GujjuRocks” 👈અહીં ક્લીક કરો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here