માનસમાં રહેલી આ ચોપાઈઓ દુર કરી દેશે તુલસીદાસજીની સ્ત્રી વિરોધી હોવાની ભ્રમણા.

ભારતીય સંસ્કૃતિમાં તુલસીદાસજીનું મહત્વનું સ્થાન રહેલું છે. તેમણે રામચરિતમાનસ દ્વારા ફક્ત પ્રભુ રામને જ મહાપુરુષના રૂપમાં નથી દર્શાવ્યા પણ તેમના ધાર્મિકગ્રંથો દ્વારા સમાજમાં સ્ત્રીઓનું મહત્વ શું તે તેમની ચોપાઈઓ દ્વારા બતાવ્યું છે.

जननी सम जानहिं पर नारी ।
तिन्ह के मन सुभ सदन तुम्हारे ।।

માનવજીવનમાં સ્ત્રીઓ પ્રત્યે સન્માન દર્શાવતા તુલસીદાસજી કહે છે કે જે પુરુષ પોતાની પત્ની સિવાયની દરેક સ્ત્રીને પોતાની માતા સમાન ગણે છે તેમના જ હૃદયમાં ઈશ્વર વસે છે. જયારે આનાથી વિરુદ્ધ જે પુરુષ પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે છે તે પાપી હોય છે અને ઈશ્વર તેમનાથી દુર જતા રહે છે.

ढोल गंवार शूद्र पशु नारी।
सकल ताडना के अधिकारी।।

તુલસીદાસજી પોતાની આ ચોપાઈ દ્વારા અમુક લોકો તેમને સ્ત્રી વિરોદ્ધી માને છે પણ હકીકત તો આ છે કે જે સંત માતા પાર્વતીમાં લખતા સમયે આ વાક્યનો પ્રયોગ કરે છે કે તેમના જન્મની સાથે જ ધરતી પર ચારે બાજુ હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ હતું. આમ જ રામચરિતમાનસમાં સીતા માતાના સન્માનમાં તેઓએ આવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમના દ્વારા લખવામાં આવેલ રામચરિતમાનસમાં ઉલ્લેખ છે કે હનુમાનજીને અષ્ટ સિદ્ધિ નવ નિધિના દાતા માટેનું વરદાન માતા સીતા તરફથી જ મળેલ છે.

धीरज, धर्म, मित्र अरु नारी।
आपद काल परखिए चारी।।

તુલસીદાસજીએ માનવજીવનને વધુને વધુ સારું બનાવવા માટે કોનું કોનું યોગદાન જોઈએ તેનો ઉલ્લેખ પોતાની આ ચોપાઈમાં કરેલ છે જેમાં સ્ત્રીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ પોતાની ચોપાઈ દ્વારા જણાવે છે કે ધીરજ, ધર્મ, મિત્ર અને સ્ત્રી આ દરેકની પરીક્ષા તમારા કઠોર સમયમાં કરી શકાય છે.

सो परनारि लिलार गोसाईं।
तजउ चउथि के चंद कि नाईं॥

તુલસીદાસજી પોતાની આ ચોપાઈ દ્વારા વ્યક્તિઓને સમજાવવા માંગે છે કે જે લોકો પોતાનું કલ્યાણ, સફળતા, સદબુદ્ધિ, શુભ સમય અને બીજા નાના મોટા સુખ ઈચ્છે છે તેમણે પરસ્ત્રીના ચહેરાને જોવો જોઈએ નહિ જેમ ચોથના ચંદ્રને આપણે નથી જોતા તેમ આમાં પણ કરવું રહ્યું. તુલસીદાસજી આ ચોપાઈ દ્વારા સ્ત્રીઓના સન્માનને સુરક્ષિત કરવા માટે અને સ્ત્રીઓને કુદ્રષ્ટિથી બચવા માટે કહ્યું છે.

मूढ़ तोहि अतिसय अभिमाना।
नारी सिखावन करसि काना।।

તુલસીદાસજી આ દોહા દ્વારા લોકોને એવું સમજાવવા માંગે છે કે જો કોઈ વ્યક્તિ તમારા ફાયદાની વાત કરી રહ્યા છે તો તમારે તમારું અભિમાન ભૂલીને તે સલાહ ને માનવી જોઈએ. તેમના રામચરિતમાનસના આ દોહામાં તેઓ પ્રભુ શ્રીરામ સુગ્રીવના મોટાભાઈ વાલી સામે એક સ્ત્રીનું સન્માન કરતા કહે છે કે દુષ્ટ વાલી, તું તો અજ્ઞાની પુરુષ છે જ પણ અભિમાનના કારણે તે તારી સમજદાર પત્નીની વાત પણ માની નહિ અને આજે તું હારી ગયો.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!