પ્રેમ પ્રકરણ – મનન અને મહેકની રોમેન્ટિક Love Story – મેં તારા સાચા પ્રેમ ને સમજ્યા વગર તારા થી દુર કર્યો હતો , હું સ્વાર્થી નહતી થવા માંગતી વાંચો આગળ

0

પ્રેમ પ્રકરણ

મનન ચૂપ રહ્યો , મહેક ને કાંઇ પણ બોલ્યા વગર કે રોક્યા વિના જવા દીધી , મહેક પણ પાછળ ફરી મનન સામે જોયા વિના આગળ ચાલતી રહી.

મનન નું દિલ મહેક ને રોકવા મથતું હતું , રાડ પાડી એને ઉભી રાખી , દોડી એને ગળે મળવા ની ઈચ્છા થતી હતી . પણ મનન નું મન એને રોકતું હતું …..
મહેક ચાલતી રહી , ચાલતી રહી….ન પાછળ ફરી …ન મનન સામે જોયું.

મહેક ના એક એક ડગલાં મનન ને એના હૃદય ના ધબકારા નો અહેસાસ દેવડાવતા હતા , જેમ જેમ એ ડગલાં મનન થી દુર જતા હતા , એમ એમ ધબકારા ધીરા પડતા જતા હતા.

મનન થી મહેક ને જતા ન જોવાઇ એને એની આંખો ધીરે થી બંધ કરી….

******

મનન અને મહેક નો ભેટો કોલેજ માં થયો , …

મનન કોલેજ ના એક ખુણા ની પારી પર બેસી એની ત્યાર ની ગલફ્રેંડ સાથે એના એક હાથ ના આંગળા માં પોતાના આંગળા ભરાવી , બીજા હાથે તેના વાળ ને કોઈક વખત ગાલ , આંખ અને કાન પર હાથ ફેરવતો હતો , અને વાતો કરતો હતો , અને રોમાન્સ કરતો હતો, છોકરી પણ પૂરો સાથ દેતી હતી, ટૂંક માં એ એક બીજા ના ગળાડૂબ પ્રેમ માં હતા.પાછળ થી અચાનક એક બીજી છોકરી નો હાથ મનન સાથે રહેલ છોકરી ના ખભા પર રાખી , એ છોકરી ને પોતાની તરફ ખેંચતા જોર થી બોલી “પૂજા ,”
મનન અને પૂજા બને ચોંકી ગયા અને પેલી છોકરી સામે આંખો ફાડી જોતા રહ્યા ,..

ત્યાં પૂજા બોલી “મહેક , તું …આ શું કરે છે ?”

મનન મોઢું બગાડી બેઠો રહ્યો ,
મહેક ,”તને રોકું છું ,શું કરતી હતી આ લફંગા ભેગી ?

મનન ગુસ્સા માં ,”કોણ લફંગો હે?”
મહેક ,”તું બીજું કોણ કોઈ દેખાય છે અહીંયા ?”

પૂજા થોડા ઊંચા અવાજ માં ,”બસ હો મહેક , મોઢું સાંભળી ને , બોયફ્રેન્ડ છે મારો ”

મહેક , “ને હું તારી બેસ્ટ ફ્રેન્ડ …અને હું મારી ફરજ નિભાવીશ, આ લફંગા ના શું ભરોસા ?પેહલા રાધિકા પર લાઇન મારતો,રાધિકા કાંઈ ભાવ ન દીધો તો તને ગોતી …અને પૂજા તું આના ભેગી ફરીશ તો હું તારા ઘર કહી દઈશ જો તું ”

આટલું કહી મહેક ત્યાં થી મોઢું બગાડી નીકળી પડી , પૂજા તેની પાછળ એનું નામ લેતી લેતી દોડી , અને મનન…
મનન મહેક પર ગુસ્સો ચડાવતો તેના ફ્રેંડસ પાસે પહોંચ્યો…

પૂજા અને મહેક એક બીજા ના સ્કૂલ સમય થી ફ્રેન્ડ , અને કોલેજ માં આવી પૂજા ને એનો બીજો બોયફ્રેન્ડ મળ્યો , મનન .
મનન પણ કાંઈ પૂજા ને સાચો પ્રેમ નહતો કરતો , બસ અટરેક્શન હતું , અને કોલેજ માં ઇમ્પ્રેશન જમાવા નો એક રસ્તો .

અને પૂજા પણ એના પેહલા બોયફ્રેન્ડ ને દેખાડવા સમજ્યા વિચાર્યા વગર , મનન સાથે રિલેશન મા આવી ગઈ, મહેક એ વાત સમજતી હતી.

અને એટલે જ પૂજા ને મનન થી દુર રાખવા માંગતી હતી….જેથી આગળ જતાં ન તો પૂજા કે ન તો મનન કોઈ નું દિલ ના તૂટે, એટલા માટે હંમેશા બંને ના રોમાન્સ વચ્ચે આવી , બને ના એક બીજા ઉપર ના ભરોસા ને નબળો પાડે એવી વાતો કહેતી .

પૂજા રહી કાન ની કાચી, ચડાઉ ધનેડો , કોઈ ની વાત માં જલ્દી આવી જતી, એટલે મહેક ની વાતો સાંભળી પૂજા એ બે મહિના માં જ ઘણી વખત મનન સાથે ઝઘડો કરી લીધો, પણ પેહલા કહ્યું એ મુજબ પૂજા ને મનન મનાવી લેતો.

મનન ને મહેક ની હરકતો પર હંમેશા ગુસ્સો આવતો , પણ ક્યારેય એ એને નફરત ન કરી શકતો , એક અલગ જુદી અજાણી લાગણી હતી મહેક પ્રત્યે , મનન નો મહેક પર નો બધો ગુસ્સો પીગળી જતો જ્યારે એ મહેક ની આંખો માં પોતાની આંખ પરોવી જોતો ….

અંતે મહેક ની મહા મહેનતે છ મહિના પછી એ દિવસ એ સમય આવી ગયો જયારે પૂજા એ મનન સાથે બધા સબંધો તોડી નાખ્યા….અને બ્રેકઅપ કરી ચાલ્યી ગઈ . ..

બસ એ જ દિવસે થી મનન અને મહેક ની સ્ટોરી શરૂ થઈ, મનન પેહલી વખત અનહદ ગુસ્સા માં મહેક પાસે પહોંચ્યો , એનો હાથ ખેંચી , સાઈડ માં લઇ ગયો , અને મોટા અવાજ સાથે પૂછ્યું , “શું મજા આવી તને આ બ્રેકઅપ કરાવી?”
મહેક નો ગુસ્સા વાળો ચહેરો નોર્મલ બન્યો, અને પછી એક્સઆઇટમેન્ટ માં બોલી “બ્રેકઅપ થઈ ગયું? અરે વાહ”

મનન ગુસ્સા માં ,”શું આવા એક્સપ્રેશન આપે છે જાણે તને કાંઈ ખબર જ ન હોય , તે જ કરાવ્યું છે ને , શુ પ્રોબ્લેમ શું હતો તને અમારા બંને થી ? ”

મહેક , “અમારા બંને , વાહ કેટલું દુઃખ થાય છે એવું નાટક કરે છે તું …. ,”

મનન ,”હું પ્રેમ કરું છું પૂજા ને , નાટક નથી કરતો હું અત્યારે ”
મહેક ,”હુહ , પ્રેમ , મને બધી ખબર છે કેવો પ્રેમ છે તમારા બંને નો, ખોટો દેખાડો… તું કોલેજ માં બડાઇ મારી શકે , અને એ પેલા પોતાના એક્સ ને દેખાડી શકે એટલે સાથે ફરો છો ને , …આને પ્રેમ ન કહેવાય ..”

મનન , “વાહ શું વિચાર છે તમારો હે…તાળી ઓ પાડવા ની ઈચ્છા થાય છે …..,મારો પ્રેમ દેખાડો નથી….મહેક , હું પૂજા ને ચાહું છું અનહદ….પેલી રાધિકા મારી પાછળ પડી હતી , મેં ના પાડી એટલે એને ઉલટી સ્ટોરી બનાવી…એ જુઠાણા માં તને વિશ્વાસ આવી ગયો , મારો સાચો પ્રેમ તને ન દેખાયો….. વાહ મહેક વાહ”

મહેક કાંઈ ન બોલી બસ એની મોટી મોટી આંખો વડે મનન સામે જોવા લાગી …

મનન વધું માં ઉમેરતા બોલ્યો …”પ્રેમ છે ને દેખાડો કરવા માટે ન થાય, એ બસ થઈ જાય , જો મારે દેખાડો કરવો હોત ને તો હું એના આટલા ઝઘડા સહન જ ન કરત , એને છોડી કોઈ બીજી શોધી લેત, ..
તને ખબર છે , આજે પણ જો હું એને માનવત ને તો એ માની જાત …, અમે અત્યારે સાથે હોત , પણ……હું સમજી ગયો, ..હું એને પ્રેમ કરું છું એટલે મેં એને જવા દીધી….
પૂજા નો પ્રેમ સાચો છે કે નહીં એ મને નથી ખબર , પણ મારો પ્રેમ એની માટે ક્યારેય દેખાડો કરવા માટે નો નહતો….”

મનન થોડો શાંત થઈ અને થોડું કટાક્ષ માં હસી ને વધુ બોલ્યો “ચાલ છોડ હું પણ કોને કહું છું આ બધું , તે તો પ્રેમ નામ ની શાળા માં એડમિશન પણ નથી લીધું લાગતું , બસ પેલી શિયાળ ની વાર્તા ની જેમ “દ્રાક્ષ ખાટી છે ” એમ સમજી લીધું હશે… હે ને…?”

મહેક ની આંખ માં પાણી આવી ગયા… તે થોડું હસી અને ચાલતા ચાલતા બોલી , “આ શિયાળ એ દ્રાક્ષ ચાખી લીધી છે , અને એ સાચે ખાટી નીકળી હતી…”

મનન ચમક્યો…. અને મહેક સામે જોઈ બોલ્યો “એટલે…? હું કંઈ સમજ્યો નહીં ”

મહેક ,” એટલે કે હું પણ આકાશ ને અનહદ પ્રેમ કરતી …પૂજા ની જેમ એ પણ મને કરતો કે નહીં આજ સુધી મને નથી ખબર . મારો પહેલો પ્રેમ , અમારી પ્રેમગાથા બે વર્ષ ચાલી , ટીનએજ નો પ્રેમ , જે કોલેજ માં આવી પૂરો થઈ ગયો…સ્કૂલ માં અમે સાથે હતા , કોલેજ સુધી પહોંચતા પહોંચતા , ઘરે ખબર પડી ગઈ…થોડા ફેમિલી ડ્રામા થયા , વેકેશન દરમિયાન ફોન મારો છીનવાઇ ગયો , …અમારી વાતો બંધ થઈ ગઈ… ધીરે ધીરે પરિવાર નો ગુસ્સો શાંત થયો, મને સમજાવી , થોડું એ સમજ્યા…ફોન પાછો મળ્યો , કોન્ટેક કર્યો…એને કોઈ બીજી કોલેજ માં કોઈ બીજી સાથે એડમિશન લઇ લીધું…..” દુનિયા ની કોમન લવસ્ટોરી ની જેમ મારી લવસ્ટોરી નો પણ અંત આવી ગયો. ”

મનન વાત પૂરી કરતા બોલ્યો , “અને તું પણ બધી કોમન ગર્લ્સ ની જેમ એમ વિચારવા લાગી કે ઓલ મેન્સ આર ડોગ્સ…”

મહેક, “ના …મને તારા પર ભરોસો નહતો , એમ પૂજા પર પણ નહતો….. પણ ..તે તો મને ખોટી સાબિત કરી….”…

મનન કાંઈ ન બોલ્યો…
મહેક ત્યાં થી ચાલતી થવા લાગી… “સોરી મનન ” મનન પાસે થી પસાર થતા થતા મહેક બોલતી ગઈ…

મનન એ પાછળ ફરી મહેક સામે જોયું…પણ મહેક ચાલતી રહી…

તે દિવસે આખો દિવસ મનન મહેક વિશે વિચારતો રહ્યો, બીજે દિવસે કોલેજ એ પહોંચતા મનન ની આંખો મહેક ને શોધવા લાગી…

મહેક પૂજા પાસે ઉભી હતી , મનન દોડતો ત્યાં પહોંચ્યો … મનન ને જોઈ પૂજા મોઢું બગાડી ચાલતી થઈ ગઈ…મનન કાંઈ પણ રિસ્પોન્સ ન આપ્યો…..

મહેક સામે એકધારું જોવા લાગ્યો… ,મહેક એ મનન ની સાથે આંખો નહતી મેળવી શકતી , એ નીચું જોઈ ત્યાં થી ચાલવા લાગી ત્યાં મનન મહેક નો હાથ પકડ્યો , અને બોલ્યો ” હું કાલ નો તારા વિશે વિચારતો હતો… અને અંતે એ વિચાર આવ્યો કે ..”

મહેક આશ્ચર્ય માં “કે ?”

મનન,” તે જે કર્યું એ બરાબર કર્યું…તારે મને સોરી નહીં , પણ મારે તને થેન્ક્સ કહેવું જોઈએ..”

એ વાકય થી બને ની દોસ્તી ની શરૂઆત થઈ …અને કોલેજ ના ત્રણ વર્ષો એટલે કે બાકી રહેલા અઢી વર્ષો માં એ ખૂબ ઊંડી થતી રહી…
બિલકુલ “કરણ જોહર ના કુછ કુછ હોતા હૈ ના રાહુલ અને અંજલિ ની જેમ…”

***
એ દિવસો અને આજ નો દિવસ…કોલેજ નો છેલ્લો દિવસ…
મનન એ આંખો ખોલી …મહેક હવે દેખાતી બંધ થઈ ગઈ હતી.
મનન એ જોર થી મહેક નું નામ લીધું અને ત્યાં ને ત્યાં ગોઠણ પર બેસી રડવા લાગ્યો…ત્યાં જ મનન ને સહારો આપવા પૂજા પહોંચી…મનન ને શાંત કર્યો..અને પાણી પીવડાવ્યું…

“શું થયું મનન ?”પૂજા એ જાણકારી લેતા પૂછ્યું…

મનન એ કાંઈ જવાબ ન આપ્યો… પૂજા “તું મને કહી શકે છે ” મનન ની આંખો માં પાછા આંશુ આવ્યા અને ધીમા અવાજ માં બોલ્યો , “એ મને છોડી ચાલ્યી ગઈ…,

પૂજા ,”તો તે એને રોકી કેમ નહીં ?”

મનન ,”ન રોકી શક્યો , શું કહું હું એને , તારી દોસ્તી ને હું પ્રેમ સમજી બેઠો.., એના ભરોસા ને નહતો તોડવા માંગતો…એને મને કીધું હતું કે આપણી પાક દોસ્તી રહેવી જોઈએ…પણ આ મારું દિલ ..દગો દઈ બેઠું મને…એનું થઈ ને રહેવા માંગે છે …હંમેશા હંમેશા માટે……પણ એ શક્ય નથી….”

“પણ એક વાર કહ્યું તો હોત.. તે એને શાયદ એ પણ ” પૂજા સલાહ દેતા બોલી ,

“તો એ દોસ્તી ખોવા ના ડર થી શાયદ ના ન એ પાડત…, એના મન માં પેલા આકાશ એ જે કર્યું, એવું બીજા કોઈ એની જોડે ન કરી જાય એનો ડર પણ છે ,એટલે એ પ્રેમ થી ડરે છે …એના ડર ને હું કેમ એની સામે ઉભો કરી શકું…?”મનન એ કહ્યું.

“એ પણ તને પ્રેમ કરતી હોય તો ?”

મનન ,”જો એ પ્રેમ કરતી હોત ને તો એ સામે થી કહી દેત મને…નહીં તો આજે અત્યારે કોલેજ ના છેલ્લા દિવસે ,છેલ્લી મુલાકાત માં , છેલ્લા બાય કહ્યા બાદ એક વખત મારી સામે પાછળ વળી ને જોત…મને ગળે મળત….”

“એને પણ તારા જેવો જ દોસ્તી ખોવા નો ભય પણ હોય શકે ને ?”
એનું દિલ પણ એને દગો દઈ શકે ને , એને પણ પાક દોસ્તી ના એ બંધન ને કારણે તને કેહવા ની હિંમત ન કરી હોત…ઘણા કારણો હોઈ શકે મનન …”

આટલું સાંભળતા મનન પાછળ ફર્યો…

તો મહેક ઉભી હતી….

મનન મહેક ને જોઈ એની તરફ દોડ્યો…અને એને કપાળ અને ગાલ પર ચુમીઓ ભરી અને ગળે મળ્યો …અને બોલ્યો ,” આય રિઅલી લવ યુ…મહેક…મને છોડી ક્યારેય ન જજે…” મહેક ની આંખો માં પણ આંશુ હતા..,”ક્યારેય નહીં જાઉં , પણ કોઈક વખત જાવા લાગું તો પ્લીઝ મને રોકી લેજે મનન “…મનન પણ રડતા રડતા બોલ્યો , “પાકું , હું તને ક્યાંય જવા જ નહીં દઉં…”

પૂજા સાઈડ માં ઉભી ઉભી બધું જોતી હતી , અચાનક બોલી , “ચાલો હવે ..મને થેન્ક યુ કહો… કે મેં મનન સાથે બ્રેકઅપ કરી લીધું… મતલબ કે તમારી લવસ્ટોરી નો મેઈન પીલોર , આધાર હું છું…એ વાત ઉપર પાર્ટી જોઈએ હો મને…”

મનન અને મહેક હસવા લાગ્યા….

મનન મહેક ને પછી ગળે લગાળી અને અચાનક પૂછ્યું, “તારું મને છોડી ને જવા નું કારણ શું હતું ?”

મહેક ,”મેં તારા સાચા પ્રેમ ને સમજ્યા વગર તારા થી દુર કર્યો હતો , હું સ્વાર્થી નહતી થવા માંગતી …એટલે એ નિર્ણય મેં તારા પર છોડ્યો હતો..તું મને રોકત તો હું રોકાઈ જાત…પણ તે મને ન રોકી..એની પાછળ નું કારણ જાણવા …હું પાછી ફરી ,અને પૂજા મારી સાથે આવી…
સાચે મનન હું તને અનહદ પ્રેમ કરું છું…અનહદ..”

【દિલ ની વાતો ક્યારેય દિલ માં છુપાવી ન રાખો , એક વખત હિંમત કરી કહી દો…પછી જે થાય એ ..અને ખાસ કરી ને પ્રેમ ની વાતો…એના પર તો ક્યારેય કોઈ બંધન ન બાંધવું… એને વહેવા દેવી…કહી દેવી….】

લેખક: મેઘા ગોકાણી

તમે આ લેખ ‘GujjuRocks’ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

મિત્રો સ્ટોરી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે સ્ટોરી લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય જરૂરી છે!!
અને આપની પાસે પણ કોઈ હદયસ્પર્શી Story છે જે બધા લોકો સુધી પહોંચાડવા માંગો છો
તો અમને આ ઇમેલ પર સેન્ડ કરો (theGujjuRocks@gmail.com)
અમે પહોંચાડીશું આપની Story બધા લોકો સુધી આપના નામ સાથે આ પેજ પર પોસ્ટ કરીશું અને આ આર્ટીકલ આપ ને ગમ્યું હોય તો આપના મિત્રો જોડે શેર કરો ધન્યવાદ.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here