ફક્ત આટલું નાનું કામ કરીને આ વ્યક્તિએ શહીદોના પરિવાર માટે ફક્ત 6 દિવસમાં ભેગા કર્યા 6 કરોડ રૂપિયા, જાણીને દરેક ભારતીયને ગર્વ થશે

0

વિવેક પટેલ નાની આ વ્યક્તિ કોઈ ફિલ્મ સ્ટાર કે રાજનેતાના દીકરા નથી. પરંતુ એક સામાન્ય વ્યક્તિ છે. પરંતુ આ વ્યક્તિએ જે કામ કર્યું છે એ ખૂબ જ ખાસ છે અને તેને જાણીને દરેક ભારતીયને ગર્વ થશે. પુલવામામાં થયેલી ઘટના પછી દેશમાં લોકો આગળ આવીને મદદ કરી રહયા છે, તો કેટલાક લોકો એવા પણ છે કે આ ઘટનાને અવગણે પણ છે. ત્યારે અમેરિકામાં રહેતા વિવેક પટેલએ છ દિવસમાં જ પુલવામાના શહીદોએ માટે 6 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. માત્ર 6 દિવસમાં છ કરોડ રૂપિયા કેવી રીતે એકત્રિત કરવામાં આવ્યા તેના વિશે અમે તમને આખી વાત જણાવીએ છીએ.

અમેરિકામાં રહેતા વિવેકે કરી મદદ
26 વર્ષીય વિવેક પટેલ અમેરિકામાં રહે છે. તેને જયારે ખબર પડી કે 14 ફેબ્રુઆરીએ ભારતના બહાદુર સૈનિકો સાથે આવા બનાવો થયા હતા, તેને મદદ કરવા માટે વિચાર કર્યો. જો કે વિવેકની એક મજબૂરી હતી કે તે અમેરિકામાં રહે છે અને અમેરિકાના કાર્ડધારક છે. અને સીધી રીતે ભારતીય જવાનોને મદદ કરવામાં અસમર્થ હતા. પણ વિવેકને દેશની મદદ કરવી હતી અને તેના માટે તેણે એક વિચાર કર્યો હતો.

14 ફેબ્રુઆરીના સાંજ પોતાની સાથે પ્રેમના બદલે નફરતના ધમાકાઓ લાવી હતી. પુલવામા હુમલામાં આશરે 40 જવાન માર્યા ગયા હતા. એ પછી જાણકારી મળતા જ લોકો પોતપોતાની રીતે શહીદના પરિવારોની મદદ કરવા લાગ્યા હતા. વિવેકે શહીદ પરિવારોને મદદ કરવા માટે ફેસબુક પર એક પેજ બનાવ્યું. આપેજનું નામ આપ્યું – Indian Army-Pulwama Attack, આ પેજ દ્વારા તેને અભિયાન શરુ કર્યું.

3 કરોડને બદલે 6 કરોડની રકમ થઇ જમા
આ અભિયાન દ્વારા, તેણે 5 લાખ ડોલરનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો, જે ભારતના સાડા ત્રણ કરોડ રૂપિયા છે. લક્ષ્ય આશરે સાડા ત્રણ કરોડ રૂપિયા હતું, પરંતુ જ્યારે આ અભિયાન શરૂ થયું ત્યારે આ આંકડો 6 કરોડ સુધી પહોંચ્યો હતો. આ ઝુંબેશમાં 22 હજાર લોકો જોડાયા અને બધાએ આગળ આવીને જવાનોના પરિવાર માટે પૈસા આપ્યા.

જોકે શરૂઆતમાં વિવેકને પણ મુશ્કેલીઓ સામનો કરવો પડ્યો હતો, કારણે કે લોકો આને ફેક પેજ જણાવી રહયા હતા, પરંતુ વિવેક સતત ફેસબૂક પર ઓનલાઇન રહીને લોકોને જણાવતા રહયા કે આ ફેક નથી અને અહીં પૈસા આપી શકાય છે. તેને આ અભિયાનમાં વર્જિનિયાના એક સ્થાનિક રેડિયો સ્ટેશને સાથ આપ્યો અને જ્યારે રેડિયો પર વાત આવી તો લોકોને વિશ્વાસ બેસી ગયો કે આ ફેક નથી. પછી લોકોએ એવો સવાલ કર્યો કે જે પૈસા તેઓ આપી રહયા છે તે શહીદોના પરિવાર સુધી કઈ રીતે પહોંચશે.

હવે આ મામલે વિવેકનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેને કહ્યું છે કે પૈસા ભેગા થઇ ચુક્યા છે પરંતુ હજુ સુધી ભારત નથી પહોંચ્યા. તેઓએ જણાવ્યું કે એ પૈસાને ટ્રાન્સફર કરવાની રાહ જોવે છે અને ઈચ્છે છે કે કોઈ જવાબદાર વ્યક્તિ આ પૈસાને શહીદોના પરિવાર સુધી પહોંચાડે. વિવેકના આ પુણ્યના કામના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here