મળો કળિયુગ ની દ્રૌપદી ને, જેણે સગા પાંચ ભાઈઓ સાથે રચાવ્યા લગ્ન, આખરે શા માટે…..

0

તમે બધા એ સતયુગ ની દ્રૌપદી વિશે તો જરૂર સાંભળ્યું હશે. મહાભારત દરમિયાન દ્રૌપદી એ પાંચ પાંડવો સાથે લગ્ન કર્યા હતા. પણ  તેના પછી આ પાંચે ભાઈઓની કિસ્મત એવી બદલી કે તેઓ જુગાર માં હારી ગયા. જો કે આતો હતી પહેલાની જૂની વાત, પણ આજે અમે તમને એક એવી યુવતી વિશે જણાવીશું જેને લોકો આજના સમયમાં દ્રૌપદી ના નામથી જાણે છે.કેમ કે પાંડવો ની પત્નીની જેમ આ યુવતીએ પણ એક જ પરિવારના પાંચ દીકરાઓ સાથે લગ્ન કર્યા છે. લગ્ન માત્ર પરંપરા જ નથી પણ તેને દુનિયાભર ના દરેક ધર્મો અને સભ્યતાઓ માં સૌથી પવિત્ર બંધન માનવામાં આવે છે. જેની સાથે જોડાઈને પતિ-પત્ની જીવન ભર એક-બીજાના સુખ દુઃખ ના ભાગી બની જાય છે. જ્યા એક તરફ ભારતમમાં મહિલાઓ માટે એક કરતા વધારે લગ્ન કાનૂની અપરાધ માનવામાં આવે છે, જ્યા બીજી તફર આ ઉત્તર ભારતની રહેનારી મહિલાએ આ કાનૂન ને તોડી ને 5 લગ્ન કર્યા છે.આપણા દેશમાં ઘણા સદીઓ થી અલગ-અલગ રીતિ-રિવાજ અને પરંપરાઓ ચાલતી આવી રહી છે. એવામાં અમુક રિવાજો એટલા વિચિત્ર છે કે તમે ક્યારેય તેને સપનામાં પણ ન વિચાર્યું હોય. ભારતમાં હંમેશા મહિલાઓને પુરુષો કરતા નીચી સમજવામાં આવી છે. સાથે જ મહિલાઓના ચરિત્ર ને સાચા સાબિત કરવા માટે તેની પાસે ઘણા એવા ભયાનક કામો પણ કરવામાં આવતા હોય છે. કળિયુગની આ દ્રૌપદી નું નામ રજ્જો છે. 21 વર્ષની આ રજ્જો દેહરાદૂનના કોઈ એક ગામમાં રહે છે.
હિમાલય, દેહરાદૂન અને તિબ્બત ના અમુક ગામમાં મહિલાઓ માટે વિચિત્ર એવી પરંપરાઓ વર્ષો થી ચાલી રહી છે. આ પરંપરા અનુસાર દરેક યુવતીને પોતાના પતિની સાથે-સાથે તેના ભાઈઓ સાથે પણ લગ્ન કરવા માટે મજબુર કરવામાં આવે છે. ભણેલી-ગણેલી યુવા પેઢી પણ આ પરંપરા ને નાબૂદ કરવામાં નાકામિયાબ સાબિત થઇ રહી છે.આ ક્ષેત્ર માં મહિલાઓની સંખ્યા ખુબ જ ઓછી છે માટે તેઓને એક કરતા વધુ યુવકો સાથે લગ્ન કરવા માટે મજબુર કરવામાં આવે છે. આ પરંપરા ને ફ્રેટરનલ ની પોલિન્ડરી પણ કહેવામાં આવે છે. અહીંના લોકો ભલે ગમે તેટલા ગરીબ કેમ ન હોય પણ તેઓ પોતાના લગ્ન ધામધૂમ થી કરે છે.
અને જે 18 મહિનાના એક બાળકની માં છે પણ આશ્ચર્ય ની વાત એ છે કે તેના વાસ્તવિક પિતા વિશે કોઈ જ નથી જાણતા. આ પાંચે ભાઈઓ રજ્જો ની સાથે ખુબ જ ખુશ છે અને રજ્જો તે બધાની સાથે એક સરખો સમય વિતાવે છે. અને આ ભાઈઓ માં પણ એકબીજાને લઈને કોઈ જ ઈર્ષા નથી અને દરેક રજ્જો ને એકસરખો પ્રેમ કરે છે.
રજ્જો ની માતા ના પણ ત્રણ પતિ હતા માટે તે આ પરંપરા ને પોતાના બાળપણ થી જ જાણતી હતી. રજ્જો ના કહેવા અનુસાર તે પાંચ પતિઓ સાથે લગ્ન કરીને ખુબ જ ખુશ છે. તે પોતાના પૂર્વજો ની આ પરંપરા થી ખુબ જ પ્રભાવિત થઇ છે અને તેને લગ્ન કરવામાં કોઈ જ આપત્તિ કે સમસ્યા ન આવી.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!