મળો ભારતીય ઉદ્યોગ જગતના નાના નવાબને, રમવાની ઉંમરમાં જ બન્યો કરોડોની કંપનીનો માલિક…વાંચો આર્ટિકલ

0

દ્રઢ મનોબળ હોય તો દુનિયામાં કોઈ પણ કામ મુશ્કિલ નથી. આપણા દેશમાં ઘણા એવા પ્રતિભાશાળી બાળકો છે જે ખુબ નાની ઉંમરમાંજ સફળતા હાંસિલ કરીને અન્ય માટે એક મિસાલ કાયમ કરી છે. આ બાળકોએ સાબિત કરી નાખ્યું છે કે પ્રતિભા ઉંમરની મોહતાજ હોતી નથી. આજે અમે એવાજ બે ભાઈઓની સફળતાની કહાની લાવ્યા છીએ જેની નાની ઉમરને લીધે કંપની તેના નામ પર રજીસ્ટર ન થઇ શકી, પણ કારોબારી જગતમાં તેના હુનર ની સામે મોટા-મોટા ઉદ્યોગપતિઓ પણ હેરાન રહી ગયા છે.         

મોટા ભાગે નાના બાળકોને સુટ-બુટમાં જોતાજ જાણે એવું લાગે છે કે કદાચ તો તેઓ તેના મતા-પિતા સાથે કોઈ લગ્નમાં જતા હશે કે પછી ફરવા માટે જાતા હશે. પણ શ્રવણ કુમાર અને સંજય કુમાર માટે સુટ-બુટની આ વાતો લાગુ પડતી નથી. બન્ને ભાઈઓ માત્ર 12 અને 10 વર્ષની ઉંમરથી જ કરોડો રૂપિયાનું ટર્ન ઓવર કરતી કંપનીઓના સીઈઓ બનીને બેઠા છે. ચેન્નાઈમાં જન્મેલા અને મોટા થયેલા શ્રવણ જયારે 8 માં ધોરણમાં હતા ત્યારથી જ પોતાના ભાઈ સંજય, જો 6 ધોરણમાં હતા તેની સાથે મળીને ઘણી મોબાઈલ એપનું નિર્માણ કર્યું હતું. આ ભાઈઓને નાનપણથી જ કોમ્પ્યૂટર વગેરેમાં ખુબ જ રૂચી હતી. ઘરની સાથે સાથે સ્કુલમાં પણ બન્ને ભાઈઓ કોમ્પ્યુટર લેબમાં ચીપકેલા રહેતા હતા.

બન્ને ભાઈઓને કોમ્પ્યુટર પર ગેઈમ રમવામાં પણ ખુબજ રૂચી હતી. પણ અન્ય બાળકોથી બિલકુલ અલગજ આ બન્નેએ ખુદ પોતાની એક ગેઈમ બનાવાની યોજના કરી હતી. પછી બન્નેએ એક કંપની બનવાનું વિચાર્યું પણ કંપની રજીસ્ટર માટે તેઓની ઉંમર સૌથી મોટી બાધા બની ગઈ હતી. પછી તેઓએ પોતાના માતા-પિતાના નામ પર ‘ગો ડાયમેશ્ન્સ’ નામની એક કંપનીની આધારશીલા રાખી અને તેના બૈનર પર એપ્લીકેશન બનાવાનું શરુ કરી દીધું હતું.

શ્રવણ જણાવે છે કે,’અમે ગેઈમ રમવામાં વધુ રૂચી રાખવાને બદલે ગેઈમ બનાવામાં રાખીએ છીએ. તે કેવી રીતે વિકસિત કરવામાં આવે છે તેના વિશે અમને કુતુહલ હતું અને અમે પોતેજ આવુજ કઈક બનાવા માગીએ છીએ.’

પોતાની ગેમિંગ દિલચસ્પીને બરકરાર રાખવાની સાથે તેઓએ સૌથી પહેલા ‘કેચ મી કોપ’ નામની એક ગેમિંગ એપ બનાવી, જેમાં એક ચોર જેલથી ભાગી જાય છે, તેને ખુબ સફળતા મળી. 2012 માં એપ્પલ સ્ટોર અને ગુગલ પ્લે સ્ટોર પર શરૂઆત કરીને, આ ગેઈમે એક અઠવાડીયામાં જ 2,000 જેટલા ડાઉનલોડર હાંસિલ કર્યા હતા. શરૂઆતી સફળતાએ તેના હોંસલાને એક નવી ઉડાન આપી અને પછી તેમને કયારેય પણ પાછળ જોયું ન હતું.

તમને આ જાણીને ખુબ હેરાની થાશે કે આ ભાઈઓએ પહેલા એપ્પ શરુ કરવાના પહેલા લગભગ 125 એપ્પનું પરીક્ષણ કરવું પડ્યું હતું. એપ્પ બનવામાં તેઓને અગણિત ચુનોતિઓનો પણ સામનો કરવો પડ્યો હતો. તે સમયે સૌથી મોટી ચુનોતી હતી કે એપ્પને કઈ રીતે વિકસિત કરવું. તેના માટે સંસાધનોની કમી હતી. તેઓએ પોતાનું પહેલું પ્રોડક્ટ લોકોની સામે પેશ કરવામાં ઘણા મહિના લાગી ગયા હતા.

આજ સુધીમાં તેઓએ ગો ડાયમેશંસના બૈનર પર 10 થી વધારે એપ્પ લોન્ચ કરી છે જેને લગભગ 10 લાખથી વધુ વાર ડાઉનલોડ કરવામાં આવી છે. પોતાની માં ની છત્રછાયામાં તેઓએ ‘આલ્ફાબેટ્સ બોર્ડ’ અને ‘કલર પૈલેટ’ નામ ના બે શૈક્ષણીક એપ વિકસિત કરી. તેટલુજ નહિ બન્નેએ દરેક એપની માર્કેટિંગ પણ ખુદ જ માર્કેટિંગના વિભિન્ન તરીકાઓથી સમીક્ષા કરવાની સાથે તેઓએ પોતાના શૈક્ષણીક એપને વિજ્ઞાપન મુક્ત રાખ્યું છે અને તેને તે સ્થિતિ પર પહોંચાડવા માંગીએ છીએ જે ભવિષ્યમાં યુજર તેના એપ માટે ભુગતાન કરે.

આજ આ બન્ને ભાઈઓ આજ કોઈ કંપનીને ચલાવા માટે સૌથી નાની ઉંમરના ડાયરેક્ટરની શુચિમાં શામિલ છે. વર્તમાનમાં તેમની ઉંમર શ્રવણ(હાલ 16 વર્ષ) અને સંજય(14) ના છે. બન્ને ભાઈઓ ફિક્કી ફ્રેમ્સ 2016ના સમ્મેલનમાં સૌથી નાની ઉંમરના પૈનલના સદસ્ય પણ બન્યા હતા.

આ ભાઈઓની ઉંમરનો મુખ્ય શ્રોત તેના એપની અંદર ઉપસ્થિત વિજ્ઞાપનથી થાય છે. પ્રત્યેક ક્લિકથી તેઓને 0.07 ડોલરની કમાણી કરી હતી. તેના દરેક એપ્પના રેવેન્યુ જોડી દેવામાં આવે તો હર મહિનાની કરોડોની કમાણી થાય છે. તેટલુજ નહિ આ જ તેની કંપનીથી ચીન, યુએસ અને અમુક ઇન્ડિયન્સ કંપનીઓને કોન્ટ્રેક્ટ પણ કર્યો છે.

નાની ઉંમર અને સંસાધનોની કમી હોવા છતાં પણ આ ભાઈઓએ ખુદની કાબિલિયતના દમ પર એક અનોખું કીર્તિમાન સ્થાપિત કરવાની સાથે મોટાથી મોટા કારીગરો સાથે જોડાણ કર્યું છે.
Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!