12 Photos: માલદીવમાં પોતાની મેરેજ એનિવર્સરી ઉજવી રહી છે શિલ્પા, સોશિયલ મીડિયા પર શેર કર્યા રોમેન્ટિક ફોટો તમે જોયા કે નહિ?

0

બોલીવુડની યોગા ગર્લ શિલ્પા શેટ્ટી હમણાં પોતાના પરિવાર સાથે માલદીવમાં રજાઓ વિતાવી રહી છે. ખાસ વાત એ છે કે આ ફેમેલી ટ્રીપ એ શિલ્પા માટે બહુ ખાસ છે કારણ કે તે અહિયાં પોતાની એનિવર્સરી સેલીબ્રેટ કરવાની છે. શિલ્પાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની રજાઓના ફોટો શેર કર્યા હતા. તમે ફોટોમાં શિલ્પાને બ્લેક બીકીનીમાં જોઈ શકો છો.

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ ૨૨ નવેમ્બરના દિવસે પોતાના લગ્નની એનિવર્સરી ઉજવવાના છે વર્ષ ૨૦૦૯માં તેઓએ મુંબઈમાં લગ્ન કર્યા હતા. આજે તેઓ પોતાની ૯મી એનિવર્સરી ઉજવશે. તમને જણાવી દઈએ કે શિલ્પા અને રાજને એક દિકરો પણ છે.

શિલ્પાએ ફોટો શેર કરતા સમયે લખ્યું હતું કે જો મારું ચાલે તો હું હંમેશા માટે અહિયાં જ રહી જાવ. ત્યાં શિલ્પાએ પોતાના રજાના અમુક વિડીઓ પણ શેર કર્યા હતા. શિલ્પાની આ પોસ્ટ પછી રાજે કોમેન્ટ કરી હતી કે બસ ફક્ત એકવર્ષ બાકી છે પછી આપણે આપણી દસમી એનિવર્સરી ઉજવીશું મને લાગતું જ નથી કે આટલો સમય થઇ ગયો. લાગે છે જાણે કાલે આપણા લગ્ન થયા હોય. અત્યારે શિલ્પા અને રાજ એ માલદીવમાં પોતાનું વેકેશન મનાવી રહ્યા છે. આજે શિલ્પાએ ઘણાબધા ફોટો શેર કર્યા હતા.

તમને જણાવી દઈએ રાજ કુન્દ્રાની શિલ્પા સાથે આ બીજા લગ્ન છે આ લગ્ન થયા ત્યારે રાજની પહેલી પત્નીએ શિલ્પા પર ઘર તોડવા માટેનો આરોપ પણ લગાવ્યો હતો.

સમાચાર મુજબ શિલ્પા અને રાજની પહેલી મુલાકાત એ વર્ષ ૨૦૦૮માં થઇ હતી. ત્યારે રાજ એ શિલ્પાના “એસ2” પરફ્યુમને પ્રમોટ કરી રહ્યા હતા. ત્યારે જ બંને વચ્ચે ઓળખાણ થઇ હતી અને બંને એકબીજાની નજીક આવ્યા હતા. અને પછી ૨૨ નવેમ્બર ૨૦૦૯માં તેઓએ લગ્ન કર્યા હતા. બોલીવુડના એ સમય દરમિયાન એ સૌથી મોંઘા લગ્ન હતા. એ સમયે શિલ્પની સગાઇની વીંટીથી લઈને તેના લગ્નના કપડા બહુ ચર્ચામાં રહેલા હતા. કહેવાય છે કે સગાઇમાં રાજે શિલ્પા માટે ૩ કરોડની વીંટી બનાવડાવી હતી. રાજે લગ્નના એક વર્ષ પૂર્ણ થયા પર શિલ્પા ને દુબઈમાં બુર્જ ખલીફામાં એક ફ્લેટ પણ લઇ આપ્યો હતો જેની કિમત એ સમયે ૫૦ કરોડ હતી.

બોલીવુડની ફીટનેશ પ્રત્યે સજાગ અને યોગા એક્સપર્ટ શિલ્પા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહી છે. હમણાં જ થોડા સમય પહેલા તેમણે તેમના પતિ સાથે મળીને શિરડી સાઈ બાબાને ૨૫ લાખનો સોનાનો મુગટ ચઢાવ્યો હતો.

Raj Kundra Status

ફ્રેશ ફૂડ  Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here