માલદીવમાં 2nd એનિવર્સરી મનાવી રહ્યા છે દિવ્યાંકા-વિવેક, રોમેન્ટિક પોઝમાં વાઇરલ થઇ તસવીરો….

0

ટીવીની ફેમસ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી અને તેના પતિ વિવેક દહિયા બંને માલદીવમાં રજાઓ મનાવી રહ્યા છે. બંને અહીં લગ્નની બીજી એનિવર્સરીનું જશ્ન મનાવા માટે પહોંચ્યા છે. આ કપલે પોતાની ઘણી રોમેન્ટિક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેયર કરી છે. સમુદ્ર કિનારે કેન્ડલ લાઈટ ડિનરથી લઈને સાથે ફૂટબોલ મેચ જોવા સુધી, દિવ્યાંકા અને વિવેક પોતાની આ ટ્રીપને યાદગાર બનાવામાં કઈ બાકી નથી રાખી રહ્યા. વિવેકે તો પોતાના ઈનસ્ટાગ્રામ પર પોતાના ડિનર ટેબલની પણ તસવીરો શેયર કરી છે.માલદીવમાં રિસોર્ટમાં દાખલ થતા પહેલા દિવ્યાંકાએ એક બુમરેન્ગ વિડીયો પોસ્ટ કર્યો હતો. તેની સાથે તેમણે લખ્યું, ‘બે વર્ષ પહેલા અમે આ સમયે અમારા સંગીત પર પુરા જોશમાં ડાન્સ કરી રહ્યા હતા. આજે બધું જ શુકુન ભર્યું છે”.
લગ્નના બે દિવસ પછી દિવ્યાંકાની વિદાઈનો એક વિડીયો સામે આવ્યો છે. તેમાં તે એયરપોર્ટ પર રિવાજો નભાવી રહેલી નજરમાં આવી રહી છે. હવે તેના એક પરિવારના સદસ્યએ તેને રડવા માટે કહ્યું તો તેણે ચોંકાવનારું રીએકશન આપ્યું.
દિવ્યાંકા અને વિવેકની મુલાકાત ટીવી સિરિયલ ‘યે હૈ મોહબ્બતેં’ ના સેટ પર થઇ હતી. વિવેક હાલના દિવસોમાં ભૂતિયા શો ‘કયામત કી રાત’ માં નજરમાં આવી રહ્યા છે. તેન પહેલા તેમણે એકતા કપૂરની સિરિયલ કવચમાં પણ કામ કર્યું હતું. દિવ્યાંકા અને વિવેક ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે-8’ પણ જીતી ચુક્યા છે.

Video:

https://www.instagram.com/p/Bk6-58HHiZv/?taken-by=diveksquad

https://www.instagram.com/p/Bk_8ELLgFAj/?taken-by=diveksquad

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!