અરબાઝ-મલાઈકા ના દીકરા અરહાનની જવાબદારી હવે સલમાન ખાન ઉઠાવી રહયા છે? વાંચો પૂરો મામલો

0

સલમાનને પોતાના પરિવાર ની ખુબ જ ચિંતા રહે છે જે દરેક કોઈ જાણે જ છે. સલમાન ખાન પોતાના પરિવાર નું ખુબ જ ધ્યાન રાખે છે. મલાઈકા અને અરબાઝ ખાન ના છૂટાછેડા પછી થી સલમાન તેના દીકરા અરહાન માટે ખુબ જ ચિંતાજનક રહે છે.
હાલના દિવસોમાં અરબાઝ પોતાની વિદેશી પ્રેમિકા જીયોર્જિયા સાથે લગ્ન કરવાના છે જયારે મલાઈકા અરોરા હાલના સમયે અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે.
એવામાં લાગે છે કે સલમાન ખાન એ અરબાઝ અને મલાઈકા ના દીકરા અરહાન ની જવબાદારી ઉઠાવી લીધી છે.
સલમાન જયારે પોતાની પ્રેમિકા ઇયુંલીયા વંતૂર સાથે ગોવા ફરવા માટે ગયા હતા ત્યારે પણ તે અરહાન ને પોતાની સાથે લઈને ગયા હતા. નવા વર્ષના મૌકા પર અરબાઝ પોતાની પ્રેમિકા જીયોર્જિયા ની સાથે તો મલાઈકા એ અર્જુન કપૂર ની સાથે પાર્ટી કરી રહી હતી. એવામાં સલમાને અરહાન ની સાથે ગોવામાં નવા વર્ષની ઉજવણી કરી હતી. સલમાન ની સાથે અરહાન ની તસ્વીરો આગળના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇલર થઇ રહી છે. જ્યારથી અરબાઝ-મલાઈકા ના છૂટાછેડા થયા છે સલમાન અરહાન ને લઈને સતત ચિંતિત રહે છે.આગળના દિવસોમાં એ ખબર આવી હતી કે સલમાન ખાન નથી ઇચ્છતા કે અરબાઝ પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરે. આટલી ઉતાવળે અરબાઝ ના જીયોર્જિયા સાથે લગ્ન કરવાનો નિર્ણય યોગ્ય નથી લાગી રહ્યો. સલમાન ને લાગે છે કે અરબાઝ ના હાલમાં જ છૂટાછેડા થયા છે, તેના સિવાય તેઓનો દીકરો અરહાન પણ હવે ખુબ મોટો થઇ ચુક્યો છે. સલમાન ને લાગે છે કે અરબાઝે સૌથી પહેલા પોતાના દીકરા ના ભવિષ્ય વિશે વિચારવું જોઈએ.
અરબાઝે બીજા લગ્ન કરવા માટે હજી વધારે સમય લેવો જોઈએ પણ બીજી તરફ અરબાઝ પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે ખુબ જ બેતાબ છે. એવામાં સલમાને પોતાના ઘરે સ્પષ્ટ કહી દીધું છે કે જો અરબાઝ-જીયોર્જિયા ના લગ્ન થાશે તો તે આ લગ્નમાં હાજરી નહીં આપે. આ સિવાય સલમાને મલાઈકા સાથે વાત કરવાનું પણ છોડી દીધુ છે.સલમાન મલાઈકા-અર્જુનના રિલેશન ને લઈને ખુબ જ નારાજ છે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ .. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here