મલાઈકા અરોરા પર જીવ ન્યોછાવર કરતો હતો આ ક્રિકેટર, ખુલાસામાં કહ્યું-”અર્જુન કપૂર ને લીધે હું બધું જ…..”

0

હાલના દિવસોમાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ના સંબંધ ની ચર્ચા ખુબ થઇ રહી છે. ધીમે-ધીમે બંને પોતાના સંબંધ ને ખોલીને દુનિયાની સામે લાવી રહ્યા છે. મોટાભાગે અર્જુન અને મલાઈકા એક સાથે પાર્ટી કરતા અને ડેટ પર જાતા જોવામાં આવે છે. આ બંને કલાકારો હવે મીડિયા ના કેમેરાથી ગભરાતા નથી અને હેલો-હાઈ કરીને આગળ વધી જાય છે.જો કે બંને એ હજી સુધી પોતાના રિલેશન ને મીડિયા ની સામે કબુલ્યું નથી, જ્યારે પણ તેઓને પોતાના સંબંધ વિશે સવાલ કરવામાં આવે છે તો તેઓ તેને ટાળી નાખે છે અને કંઈપણ જવાબ નથી આપતા. એવામાં હાલમાં જ એક ક્રિકેટરે પોતાના સંબંધ ની પણ પોલ ખોલી નાખી છે.અર્જુન-મલાઈકા ના પ્રેમ ની હવા ક્રિકેટ જગત ને પણ લાગી ચુકી છે.
જણાવી દઈએ કે ક્રિકેટર કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા ‘કોફી વિથ કરન-6’ માં પહોંચ્યા હતા. આ બંને એ પોતાના પર્સનલ અને પ્રોફેશનક જીવન વિશે પણ ઘણા ખુલાસાઓ કર્યા હતા. કેએલ રાહુલે જણાવ્યું કે બૉલીવુડ ની હોટ મલાઈકા અરોરા પર તે એક સમયે ખુબ જ ફિદા હતા.
કેએલ રાહુલ આગળ જણાવે છે કે તેને પહેલા મલાઈકા અરોરા ખુબ જ પસંદ હતી પણ હવે તે તેનો ક્રશ રહી નથી.તેના પર કરન જોહરે સવાલ કર્યો કે હવે આવું શા માટે? તો રાહુલે જણાવ્યું કે કેમ કે હવે તે અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે.
રાહુલ ના આ ખુલાસા પછી મલાઈકા અને અર્જુન વચ્ચે છુપાવવા માટે કઈ બાકી નથી રહેતું. મલાઈકા અને અર્જુને મુંબઈ માં એક ઘર પણ ખરીદી લીધું છે. આગળના દિવસોમાં મલાઈકા એ અર્જુન કપૂર ના પરિવાર ની સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી.
મલાઈકા નો હાથ પકડીને અર્જુને સંજય કપૂર ના ઘરે એન્ટ્રી લીધી હતી. સંજય કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેયર કરી હતી, જેના કૈપ્શન માં સંજય કપૂરે લખ્યું કે,”ફેમિલી’. તસ્વીર ને જોઈને એવું લાગી રહ્યું છે કે સંજય કપૂરે મલાઈકા-અર્જુનના રિલેશન ને પોતાની મંજૂરી આપી દીધી છે.
Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here