મલાઈકા અરોરા કરી રહી છે ડેટ અર્જુન કપૂરને? વાંચો શું જણાવી રહી છે મલાઈકા અરોરા તેમના સંબંધો વિષે

0

બોલીવુડની કોઈ અભિનેત્રી અને અભિનેતા એ છૂટાછેડા પછી બીજા કોઈ પાત્ર સાથે ફરી રહ્યા છે કે પછી બીજા સાથે સંબધ મજબુત બનાવી રહ્યા છે એ અવારનવાર સંભાળવા મળતું જ હોય છે. હમણાં થોડા સમયથી મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે કઈક ચાલી રહ્યું છે એવા ઘણા સમાચાર આપણે સાંભળ્યા હતા. ઘણા લોકોનું તો એવું પણ કહેવું છે કે મલાઈકા અરોરા અને અરબાઝ ખાનની વચ્ચે થયેલા છૂટાછેડાનું કારણ પણ આ અર્જુન કપૂર જ છે. તો આવો આજે તમને પૂરી વિગત જણાવીએ કે શું છે એ બંને વચ્ચે.

હમણાં થોડા સમય પહેલા એક ફેશાબ શો દરમિયાન મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બંને સાથે જોવા મળ્યા હતા અને તેના કારણે ઘણા લોકોએ એવી પણ વાત ફેલાવી હતી કે તેઓ બંને સતત સાથે રહીને પોતાના સંબધો મજબુત છે તેવું દર્શાવવા માંગે છે. પણ હકીકત કઈક અલગ જ છે આવો જણાવીએ કે એક ટોક શો દરમિયાન શું જણાવ્યું મલાઈકા અરોરાએ.

આમ તો મલાઈકા અરોરા એ પોતાની પર્સનલ લાઈફને લોકો સમક્ષ જાહેર કરવી પસંદ કરતી નથી પણ પોતાના અને અર્જુનના સંબંધો વિષે ચાલી રહેલી આટલી બધી અટકળોને લીધે તે જણાવી રહી છે કે “હું ડેટિંગનાં કૉન્સેપ્ટને જાણતી જ નથી. મને આ બધુ સમજમાં નથી આવતુ. મે મારી જિંદગીમાં સૌથી પહેલા જે માણસને ડેટ કર્યો, તેની સાથે જ લગ્ન કર્યા. તે સિવાય મે કોઇને ડેટ નથી કર્યો.  આ વાત ઉપરથી આપણે હવે સમજી જવું જોઈએ કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે કશું જ નથી તેઓ ફક્ત મિત્ર છે.

તમને એક વાત જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અરબાઝ ખાનની પહેલી મૂલાકાત ૧૯૯૩માં મિસ્ટર કોફીના શુટિંગ દરમિયાન થઇ હતી. બંનેએ બીજા ઘણા બધા કામ સાથે કર્યા હતા આ દરમિયાન તેઓ એકબીજાની બહુ નજીક આવી ગયા હતા અને સતત ૫ વર્ષ તેઓ એકબીજાને ડેટ કરતા હતા ત્યારબાદ તેઓએ લગ્ન કરી લેવાનો નિર્ણય કર્યો હતો અને આખરે ૧૯૯૮માં તેઓએ લગ્ન કર્યા હતા. નોંધનીય વાત એ છે કે તેઓના ૨૦ વર્ષના સુખી લગ્નજીવનનો તેઓએ ૨૦૧૭માં અંત લાવી દીધો હતો અને બંને છુટા થઇ ગયા હતા.

અરબાઝના જીવનની વાત કરીએ તો તેઓ પણ પોતાની લાઈફમાં ઘણા આગળ આવી ગયા છે તેઓ વિષે એક વાત જાણવા મળી છે કે તેઓ અત્યારે જૉર્જિયા એન્ડ્રિયા સાથે ફરી રહ્યા છે અને તેને  વધારે જાણવાની કોશિશ કરી રહ્યા છે. હમણાં જ ગણપતિના તહેવાર દરમિયાન જૉર્જિયા એન્ડ્રિયાને અરબાઝ ખાન સાથે જોવા મળી હતી અને એક સમાચાર મુજબ અરબાઝ અત્યારે ૫૧ વર્ષની ઉંમરે જૉર્જિયા એન્ડ્રિયા સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો છે. માટે હવે તેના લગ્નસંબંધિત સમાચાર જાહેર થાય તો બહુ નવાઈ પામવા જેવી વાત નહિ રહે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here