મકરસંક્રાંતિના દિવસે રાશિ અનુસાર કઈ વસ્તુનું દાન કરવું જોઈએ? સુતેલું ભાગ્ય ખુલી જશે અને થશે આખું વર્ષ ધનલાભ, વસાનહો લેખ

1

દાન કરવા માટે સૌથી વિશેષ અને મહત્વનું પર્વ છે મકરસંક્રાંતિ કહેવાય છે કે આ દિવસે કરવામાં આવેલું દાન દરેક દુઃખ અને કષ્ટોને નાશ કરે છે. આ દિવસે કરવામાં આવેલું દાન અને ગણુ પુણ્ય આપે છે. તથા તેનો દૈવીય વિશેષ મહત્વ છે.

જો રાશિ અનુસાર કઈ વસ્તુનું દાન કરશો.

1. મેષ રાશિ
આ રાશિના જાતકોએ તલ, ગોળ અને મગફળી નું દાન કરવું. આથી ચિંતા દૂર થશે અને ધનની પ્રાપ્તિ થશે. સવારના સમય દાન કરવામાં આવે તો તે ઉત્તમ રહેશે.

2. વૃષભ રાશી
આ રાશિના જાતકોએ સફેદ કપડાં ખીચડી અને તલનું દાન કરવું. આવું કરવાથી સ્વાસ્થ્યમાં સુધાર થશે ઘરમાં ખુશી નું વાતાવરણ બન્યું રહેશે. બપોરના બાર વાગ્યા સુધીમાં દાન કરી દેવું.

3. મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો એ ખીચડી, મગફળી, ગોળ ધાબડા અને લીલા વસ્ત્રોનું દાન કરવું. આવું કરવાથી ધનની કમી દૂર થશે. આ દાન સવારે 9 વાગ્યા સુધી કરવામાં આવે તો શ્રેષ્ઠ છે.

4. કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો એ સફેદ કપડા, ચોખા, ચાંદીની વસ્તુ, ફળ અને રેવડી નુ દાન કરવું. તેઓ કરવાથી તેમની માનસિક સ્થિતિ પહેલાથી સારી થશે. સવારે ૭ વાગ્યા સુધીમાં આ દાન કરી લેવું.

5. સિંહ રાશી
આ રાશિના જાતકો મગફળી તાંબાનું વાસણ ,લાલ કપડાં અને ગોળનું દાન આપે. આવું કરવાથી તેમના સ્વાસ્થ્યમાં સુધારો થશે નોકરી-વેપારમાં શુભ પરિણામ મળશે. સવારે આઠ વાગ્યા પહેલા દાન કરી દેવું.

6. કન્યા રાશિ
આ રાશિના જાતકો લીલા કપડાં , મગફળી , લીલા શાકભાજી અને ખીચડી નું દાન કરે. આવું કરવાથી અટકેલું ધન પાછું મળશે આ દાન 12 વાગ્યા સુધીમાં કરી દેવું.

7. તુલા રાશિ
તુલા રાશિના જાતકોએ સફેદ મીઠાઈ , ગુલાબી કપડા , ખીચડી ફળ અને ગુલાબ દાન કરવું. આવું કરવાથી દાંપત્યજીવનમાં મધુરતા આવશે આ દાન 10 વાગ્યા સુધીમાં કરી દેવું.

8. વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોએ લાલ કપડા, લાલ મસૂરની દાળ ,ખીચડી , રેવડી અને ગોળનું દાન કરવું. આવું કરવાથી તેમના પરિવારના વાદવિવાદ ખતમ થશે. આ દાન સવારે આઠ વાગ્યા સુધીમાં કરી દેવું.

9 ધનુ રાશિ
આ રાશિના જાતકો એ ચણાની દાળ , હળદર, પીળા કપડા, કેસર , પીતળ ના વાસણ , પીળા ફૂલ અને ખીચડી દાન કરવું. આવું કરવાથી નોકરીમાં આવનાર મુશ્કેલી દૂર થશે સવારે 9 વાગ્યા સુધીમાં દાન કરી દેવું.

10. મકર રાશિ
આ રાશિના જાતકોએ ખીચડી , ચણાનો લોટ, ચણાના લોટના લાડુ, તેલ કાળા તલ અડદ ની દાળ, છત્રી નું દાન કરવું. આમ કરવાથી વ્યાપારમાં લાભ થશે ૧૧ વાગ્યા સુધીમાં કરી દેવું.

11. કુંભ રાશિ
આ રાશિના જાતકોએ ખીચડી , કાળું કપડું ,કાળા તલ , કાળા અડદ અને તેલનું દાન કરે. આવું કરવાથી સ્વાસ્થ્ય લાભ થશે. સવારે ૭ વાગ્યા સુધીમાં દાન કરી દેવું.

12. મીન રાશિ
આ રાશિના જાતકોએ પીળા રેશમી કપડા, ચણાની દાળ , તલ ,મીઠાઈ , ખીચડી ઊનના કપડાં દાન કરવા. આવું કરવાથી ઇન્ટરવ્યુમાં આવનાર બાધા ખતમ થશે 12 વાગ્યા સુધીમાં દાન કરી દેવું.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here