આ છે જીન્સ પાછળનો ઇતિહાસ – આપણે રોજ પહેરીએ છીએ તો પણ અજાણ છીએ વાંચો પુરી કહાની

0

જીન્સ એક એવું બેઝીક આઉંટ ફીટ છે જે દરેક ઓકેઝન માટે પરફેક્ટ માનવામાં આવે છે. મહિલા હોય કે પુરુષ હર કોઈ માટે આ એક બેહતરીન વિકલ્પ માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો જે જીન્સને આટલા મજાથી પહેરો છો, તેને ફેશનનો હિસ્સો બનવા માટે કેટલી માથાકૂટ કરવી પડતી હોય છે. આવો તો જાણીએ તેની કહાની…જીન્સ દશકો પહેલાના નહિ પણ સદીયો પહેલાનો છે અને જે જીન્સ ને ફેશનનો ખુબ મોટો પાર્ટ સમજવામાં આવે છે તે કોઈ જમાનામાં મજુરોનો પહેનાવ સમજવામાં આવતું હતું.જીન્સનો આવિષ્કાર 19 મી સદીમાં ફ્રાંસનાં શહેર NIMES માં થયો હતો, જે કપડાથી જીન્સ બની છે તેને ફ્રેંચમાં “Serge” કહેવામાં આવે છે અને તેનું નામ પડી ગયું  “Serge de Nimes”  પછી લોકોએ તેને શોર્ટ કરી દીધું અને તે થઇ ગઈ Denims (डेनिम्स) ધીમે-ધીમે આ ડેનીમ્સ પુરા યુરોપમાં પોપ્યુલર બની ગઈ અને તેના બાદ તેને સૌથી વધુ નાવિક પસંદ કરવા લાગ્યા હતા. લોકોએ આ નાવિકોને સન્માન આપવા માટે એક નીકનેમ આપવામાં આવ્યું જે ‘જીન્સ’ હતું.ભારતમાં ડેનીમથી બનેલા ટ્રાઉઝર્સ ડુંગા નાં નાવિકો પહેરતા હતા, જેને ડૂંગરીજનાં નામથી જાણવામાં આવતું હતું. તેના માટે જીન્સનું ફેબ્રિક તેના કામના પ્રમાણે પરફેક્ટ હતું.1850 આવતા આવતા એક જર્મન વ્યાપારી લેવી સ્ટ્રોસે કેલીફોર્નીયા માં જીન્સ પર પોતાનું નામ છાપીને વેંચવાનું શરુ કરી દીધું હતું. ત્યાં એક ટેલર જેકબ ડેવિસ તેનો સૌથી પહેલો કસ્ટમર બન્યો હતો. તેણે પણ લોકોને જીન્સ વેંચવાનું શરુ કરી દીધું હતું. ત્યાં કોયલાની ખાણમાં કામ કરનારા મજુર તેને વધુ ખરીદતા હતા, કેમ કે તનું કાપડ બાકીના ફેબ્રિકથી થોડું મોટું હતું, જે તેઓના માટે ખુબ જ આરામદાયક હતું.એક દિવસ ડેવિસે સ્ટ્રોસ ને કહ્યું કે આપણે બંને મળીને તેનો એક મોટો બીનેસ શરુ કરીએ. સ્ટ્રોસને ડેવિસનો આ પ્રપોઝલ ખુબ જ પસંદ આવ્યો. આવી રીતે તેઓએ જીન્સ માટે યુએસ પેટેંટ લઇ લીધું અને પછી પછી મોટા પાયા પર જીન્સ બનાવાનું શરુ કરી દીધું.પહેલી જીન્સ નીલા રંગની હતી, જો કે ઘણા એવા રંગોમાં ડેનીમ રંગવામાં આવે છે પહેલી જીન્સ નીલા રંગમાં બનાવામાં આવી હતી. શરૂઆતમાં જીન્સ મજુરો અને મહેનતી લોકો દ્વારા જ પહેરવામાં આવતી હતી, તેઓના કપડા જલ્દી ગંદા થઇ જતા હતા, કપડા ગંદા થવા પર પણ તે મેલા ન દેખાય તે માટે નીલો રંગ રાખવામાં આવ્યો હતો.      પુરુષો માટે બનેલી જીન્સમાં જીપ ફ્રન્ટ માં નીચે ની તરફ લગાવામાં આવતી હતી, જો કે મહિલાઓ માટે જીન્સમાં તેને સાઈડમાં લગાવામાં આવતી હતી. જીન્સને પહેર્યા બાદ બુટ્સ પહેરવામાં દિક્કત આવતી હતી માટે તેના ચાલતા અમેરિકન નેવી એ બુટકટ જીન્સને વર્કર્સની યુનિફોર્મ બનાવામાં આવી.  1950 માં જેમ્સ ડીને એક હોલીવુડ ફિલ્મ ‘રેબલ વિદાઉટ અ કોજ’ બનાવી, જેમાં તેઓએ પહેલી વાર જીન્સની ફેશન શરુ કરી હતી. આ ફિલ્મને જોયા બાદ અમેરીકાનાં ટીન એજર્સ અને યુથમાં જીન્સનો ટ્રેન્ડ છવાઈ ગયો. તેની લોકપ્રિયતા ઓછી કરવા માટે અમેરિકામાં રેસ્તરા, થીએટર્સ અને સ્કુલમાં જીન્સ પહેરવા પર બૈન પણ લગાવામાં આવ્યું હતું, છતાં પણ જીન્સની ફેશન યુથનાં મસ્તક પર એવું ચઢ્યું કે પછી ક્યારેય ઉતર્યું જ નહી.ધીમે-ધીમે જીન્સની પોપ્યુલારીટી ખુબજ વધવા લાગી અને 1970 માં તેને ફેશનનાં તૌર પર સ્વીકાર કરી લેવામાં આવ્યો. ત્યારથી અત્યાર સુધીમાં જીન્સનો ક્રેઝ દરેક તબ્બકાનાં લોકો નાં મસ્તક પર ચઢીને ઘૂમી રહ્યો છે.    

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.