શું વિચારીને એક સૈનિક સાથે લગ્ન કરે છે એક છોકરી… શહીદ મેજર સાહેબની પતિએ જણાવ્યું

0

‘એક સૈનિકની પત્ની ક્યારેય પણ આ વિચારીને લગ્ન નથી કરતી કે આગળ શું થશે… આ એક એવી ભાવના છે, જેને વ્યક્ત નથી કરી શકાતી. જોખમ હંમેશા હોય છે અને તમારે એનો સ્વીકાર કરવો જ પડે છે. સાથે જ એક સૈનિકની જેમ જ બહાદૂર બનવું પડે છે.’ આવું કહેવું છે પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ સાથે એન્કાઉન્ટરમાં શહીદ થયેલા મેજર વિભૂતિની બહાદુર પત્ની નિકિતા કૌલનું.પુલ્વામા હુમલા બાદ, આખો દેશ શોકમાં છે. દરેકની આંખો ભીની છે. પરંતુ શહીદો પરિવારનો જુસ્સો હજુ પણ કાયમ જ છે. શહીદ મેજરની પત્ની નિકિતા કૌલ ધોંડિયાલે કહ્યું કે તેને તેના પતિના શહીદ થવા પર ગર્વ છે. તેણે કહ્યું કે તે મોટું દુઃખ છે, પરંતુ તેને ગર્વ છે કે તેના પતિએ દેશ અને જનતા માટે ત્યાગ કર્યો.જે ચાલ્યા ગયા, તેમનાથી કઈંક શીખો:

શહીદ મેજરની પત્ની નિકિતા કૌલ ધોંડિયાલે કહ્યું કે ‘જે લોકો જે ચાલ્યા ગયા, તેમનાથી કઈંક શીખી લો, દુનિયામાં ઘણી વસ્તુઓ હોય છે. પરંતુ સૌથી મોટી વસ્તુ હોય છે કે કોણ કોના માટે કેટલું બલિદાન આપે છે. જરૂરી નથી હોતું કે તમે ડિફેન્સમાં રહીને જ આ કરી શકો છો.જો તમે કોઈ પણ ફિલ્ડમાં હોય, નોકરી કરતા હોય કે બીજું કોઈ કામ, તમારે તમારું કામ પ્રામાણિકતાથી કરવું જોઈએ. આવું કરવાથી ઘણી વસ્તુઓ આપોઆપ ઠીક થઇ શકે છે. જો આપણે આપણું કામ પ્રામાણિકતાથી કરશે તો ઘણા લોકોનો જીવ એમ જ બચી જશે.’

સલામી અને પછી I Love You બોલીને આપી વિદાઈ:છેલ્લા વિદાય સમયે, મેજરની માતા અને તેની પત્ની નિકિતાના આંસુ રોકાવાનું નામ લેતા ન હતા. મેજર ધોંડિયાલની પત્ની, નિકિતાએ રડતા-રડતા પોતાના પતિને I Love You બોલીને વિદાઈ આપી.આ તસ્વીર જેને પણ જોઈ હતી, તેમની આંખોથી આંસુ છલકાઈ આવ્યા હતા. આ પહેલા નિકિતાએ નિકિતાએ તેના શહીદના પતિને સલામી પણ આપી હતી. જણાવી દઈએ કે મેજર અને નિકિતાના લગ્ન 10 મહિના પહેલા જ થયા હતા. 19 એપ્રિલે તેમના લગ્નની વર્ષગાંઠ છે અને મેજરે ત્યારે ઘરે આવવાનું વચન પણ આપ્યું હતું. પરંતુ સોમવારે કાશ્મીરના પુલવામાથી એક ખરાબ સમાચાર આવ્યા અને આતંકવાદીઓ સાથે લડાઈમાં મેજર વિભૂતિ શહીદ થઇ ગયા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here