પાકિસ્તાની મેજરે ભારતીય મેજર અભિનંદનને કર્યાં હતાં આ પ્રશ્નો, દોસ્ત બનીને જાણવા માંગતા હતાં ભારતના મિશન વિષે !!

0

મેજર અભિનંદનને પાકિસ્તાની મેજરે કરેલા આ પ્રશ્નો, મિત્ર બનીને એ જાણવા માંગતા હતા કે , ભારતના મિશન, જમ્મુ કશ્મીરના પુલવામા સીઆરપીએફ પર આતંકવાદી હુમલા બાદ દેશમાંથી પાકિસ્તાનથી બદલો લેવા માટે લોકો ખૂબ જ ગુસ્સે થયા હતા. જેનો બદલો ભારતીય વાયુસેના 26 ફેબ્રુઆરીના રોજ સવારે 3:30 વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને જૈશના આતંકી અડાને તબાહ કરીને લીધો છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન પર થયેલા આ હુમલા પછી પાકિસ્તાનનું ખૂબ જ ખસી ગયુ હતું. જેના પછી બીજા દિવસે તે પોતાના લડાકુ વિમાનોને પાકિસ્તાનમાં હુમલો કરવા માટે મોકલ્યો હતો. પરંતુ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના વિમાનોને રફેદફે કરી નાખ્યા હતા. અને આ બધામાં ભારતનું મિગ -21 વિમાન ક્રેશ થઈને પાકિસ્તાનના વાયુસેનામાં જઈ પડ્યું હતું.

આ ક્રેશ થયેલ વિમાનમાં ભારતીય પાયલટ પાકિસ્તાની સીમામાં જઈને પડ્યા હતા. . પાકિસ્તાની સરકારે પણ આ વાતની પુષ્ટિ કરી હતી કે તેમના કબજામાં એક ભારતીય વાયુસેનાનો પાયલટ છે. તેના પછી સમગ્ર ભારતમાં દરેકને આ જ ઇચ્છા હતી કે કોઈપણ રીતે પાયલટ અભિનંદન ભારત પાછા લાવવા. અભિનંદને દુશ્મનના કબજામાં રહીને પણ પોતાની વીરતા બતાવી હતી. આખી દુનિયાએ જોયું કે કેવી રીતે ભારતીય પાયલોટને ડરાવ્યો હતો., ધમકાવ્યો હતો અને ત્રાસિત પણ કર્યો હતો. પરંતુ અભિનંદને હાર માની નહી. તમને એ પણ જણાવી દઈએ કે મેજર અભિનંદન જલ્દી જ પાછા આવી રહ્યા છે.

અભિનંદન જ્યારે પાકિસ્તાની સેના કબજામાં આવ્યા ત્યારે પાકિસ્તાની મેજર તેમને કેટલાક પ્રશ્નો પૂછતા હતા, પરંતુ અભિનંદન ભય વિના દરેક પ્રશ્નનોના જવાબ આપ્યા અને દુશ્મન દેશને કોઈ પણ પ્રકારની માહિતી ના આપી જે દેશ માટે ખતરો બની રહે. તો ચાલો જાણીએ શું હતા એ પાકિસ્તાનના મેજરના પ્રશ્નો અને અભિનંદને આપેલા જવાબો.

પાકિસ્તાની મેજરનો વાસ્તવિક ચહેરો

તેમના પ્રશ્નો-જવાબનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં મેજર અભિનંદન કોઈ ભય વિના તેમના બધા પ્રશ્નોના જવાબ આપી રહયા છે. આ વીડીયોમાં દેખાય છે કે કેવી રીતે પહેલા તો મેજરે તેમની સાથે મિત્રતા જેવુ વર્તન કર્યું હતું. તેમના હાલ ચાલ પૂછ્યા અને પછી તેમની તંદુરસ્તી વિશે પૂછ્યું . અને થોડી જ વારમાં અભિનંદન પાસેથી તેના મિશનની કેટલીક ખોફિયા માહિતી કાઢવાનો પ્રયત્ન કર્યો. આ મેજરનું રૂપ એ પાકિસ્તાની હકીકત હતી.જો કે અભિનંદન દ્વારા મોટા ભાગે મેજરના પ્રશ્નોના જવાબ આપ્યા. અને અમુક પ્રશ્નોનાં જવાબ આપવાનું ટાળ્યું હતું.

પ્રશ્ન ન. 1- પાક મેજર: તમારું નામ શું છે
જવાબ- અભિનંદન: મારું નામ વિંગ કમાન્ડર અભિનંદન છે. મારી પાસે તેના પુરાવા પણ છે.

પ્રશ્ન ન. 2- પાક મેજર: આશા છે કે તમારી સાથે અહીં સારું વર્તન થઈ રહ્યું છે?
જવાબ- અભિનંદન: હા, મારી સાથે સારી વર્તણૂક થઈ રહી છે. મારું આ કથન ભારત પાછા જઈને પણ બદલાશે નહીં.કેપ્ટને મને ભીડથી બચાવ્યો, તમે બધા ભલા લોકો છો. હું ચાહું છું કે ભારતીય સેના પણ આ પ્રકારનો વ્યવહાર કરે.

પ્રશ્ન ન. 3- પાક મેજર: ક્યાંના રહેવાસી છો ?
જવાબ- અભિનંદન: હું આ કહી શકું નહી. દક્ષિણ ભારત માં ક્યાંક હું વસુ છુ.

પ્રશ્ન ન. 4- પાક મેજર: શું તમે લગ્ન કર્યા છે?
જવાબ- અભિનંદન: હા મેં લગ્ન કર્યાં છે.

પ્રશ્ન ન. 5- પાક મેજર: શું તમને ચા પસંદ આવી ?
જવાબ- અભિનંદન: ખૂબ સરસ છે, આભાર.

પ્રશ્ન ન. 6- પાક મેજર: કયું વિમાન ઉડાવી રહ્યાં હતા?
જવાબ- અભિનંદન: સોરી! હું આ પણ નહી કહી શકું. પરંતુ, વિમાનના મલબાથી તમે જાણી ગયા હશો.

પ્રશ્ન ન. 7- પાક મેજર: તમારું મિશન શું હતું?
જવાબ- અભિનંદન: સોરી મેજર! હું આ તમને કહી શકું નહી.

જલ્દી રિહાથઈ શકશો અભિનંદન: તમને જણાવી દઈએ કે જીનેવાની સંધિ મુજબ વૉર પ્રિજનરને કોઈ પણ પ્રકારનું નુકશાન પહોંચાડી શકાતું નથી. અને તેમને એક ચોક્કસ સમયની અંદર જ તેને દેશ પાછો મોકલવાનો નિયમ છે.

ત્યારબાદ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમદ કુરૈશીનું બયાન પણ સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે તે પાયલોટને મુક્ત કરીને ભારત મોકલવા તૈયાર છે. સમાચારનું જો માણીએ તો આજે મેજર અભિનંદન ભારત પાછા આવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here