પાર્ટનરથી નથી ઇચ્છતા ક્યારેય બ્રેકઅપ, તો મનમાં ઉતારી લો આ 5 વાતોને ..

0

આજે જાણો કે, પતિ- પત્નીના સંબંધોમાં પ્રેમને કાયમ રાખવા માટે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ એના વિશે

જ્યારે બે લોકો મળીને કોઈપણ સંબંધની શરૂઆત કરે છે. ત્યારે, એકબીજા પર કેટલીય આશાઓ રાખી દેતાં હોય છે. પણ ક્યારેક એવું પણ બને કે એ આશાઓ ને એ સપનાઓ પૂરા નથી થઈ શકતા. ત્યારે પોતાની આશાઓ પર પાણી ફરી ગયું છે. એવી લઘુતાગ્રંથીમાં મૂકાઈ જાય છે કે, આખી જિંદગી સાથ આપવાના વચન આપનાર જ સંબંધોનો અંત લાવી દેતાં હોય છે. અને ક્યારેક એવું પણ બને કે મનને મનાવીને પણ સંબધ જાળવી રાખતા હોય છે. આવા નાજુક સમયમાં સંબધોમાં મજબૂતાઈ હોવી ખૂબ જરૂરી છે. બંને એ એકબીજાને ખુશ રાખવાનો પ્રયત્ન સતત કરતાં રહેવું પડે. તો અને તો જ સંબંધોમાં મીઠાશ ને તાજગી જળવાઈ રહે .ચાલો, આજે જાણીશું સંબંધોમાં તાજગી જળવાઈ રહે એના માટે શું કરવું જોઈએ અને કઈ કઈ વાતોનુ ધ્યાન રાખવું જોઈએ તેના વિશે :

• આવી રીતે બનાવો તમારા સંબંધોને મજબૂત :

તમારા પાર્ટનરને થોડો સમય આપો. સમય આપવાનો મતલબ ઊંધો નથી વિચારવાનો. એને એના પોતાના માટે જીવવાનો સમય આપો. થોડી આઝાદી આપો. હાર કોઈ વ્યક્તિ હોય એને એના માટે જિંદગી જીવવી ગમતી જ હોય છે. જ્યારે એને પોતાના માટે સમય નથી મળતો ત્યારે વ્યક્તિનો સ્વભાવ બદલાઈ જાય છે. નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય છે. તો જો તમે તમારા પાર્ટનરને સમજી થોડી એને આઝાદી આપશો એ પણ વિશ્વાસ પૂર્વક તો કોઈ તમારા સંબંધોને તોડી નહી શકે. ને તમારો સંબંધ પણ મજબૂત બનશે.રોજ એક ને એક વાત ન કરો. રોજની લાઈફસ્ટાઇલમાં પરિવર્તન લાવો. એક ને વસ્તુ કે એક ને એક વાતથી વ્યક્તિ કંટાળી જતો હોય છે. માટે રોજ એકબીજા માટે કહુક નવું કરવાનું વિચારો.

સંબંધ ત્યારે જ મજબૂત બની શકે છે. જ્યારે, તમને એકબીજા પર ભરોસો હોય. એકબીજાને પોતાની વાત રજૂ કરવામાં કોઈ જ ખચકાટ ન થવો જોઈએ. સાથે જ એકબીજાની લાગણીને માન આપી એકબીજાનો આદર કરવો જોઈએ.

આ સંબંધ માટે જરૂરી છે એકબીજાનો પ્રેમ, હૂંફ ને સાથ. તો બને ત્યાં સુધી એકબીજા સાથે વધારે ને વધારે સમય પસાર કરવો જોઈએ.બંનેએ સાથે બેસીને પહેલી મુલાકાત, પહેલી ડેટ ને પહેલા પ્રેમની મીઠી મીઠી વાતો કરવી જોઈએ જેનાથી એ અનુભવ , એ અહેસાસનું સ્મરણ થતાં જ પ્રેમમાં વધારો થતો હોવાથી સંબંધમાં પ્રેમ જળવાઈ રહે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here