મહિન્દ્રા એ લોન્ચ કરી ભારતની પહેલી ઇલેક્ટ્રિક ઑટો, 4 કલાક ના ચાર્જિંગ પર ચાલશે 130 કિલોમીટર….

0

મહિન્દ્રા એ ભારતમાં પહેલી 3 વ્હીલર ઓટો લોન્ચ કરી દીધી છે. તેને પહેલી વાર ઑટો એક્સ્પો 2018 માં જોવામાં આવી હતી. તેના પછી તેને સપ્ટેમ્બર માં મુવ એબિલિટી સમિટ 2018 માં હાજર કરવામાં આવી હતી. હવે કિંમત ની વાર કરીયે તો મહિન્દ્રા ટ્રીઓ ની કિંમત 1.36 લાખ રૂપિયા છે. આ કિંમત ટ્રીઓ યારી ઈ-રીક્ષા ની છે. જયારે મહિન્દ્રા ટ્રીઓ ઓટો ની કિંમત 2.22 લાખ રૂપિયા છે. ટ્રીઓ ને મોડ્યુલર પ્લેટફોર્મ પર બનાવામાં આવ્યું છે અને ઈ રીક્ષા અને ઓટો બંને માં ઉપલબ્ધ હશે. મહિન્દ્રા ઇલેક્ટ્રીલ ના સીઈઓ એ કહ્યું કે તેના માલિક ને 20 ટકા વધુ બચત થાશે. મહિન્દ્રા ટ્રીઓ માં લિથિયમ આયન બેટરી આપવામાં આવેલી છે. આ બેટરી ની લાઈફ 5 વર્ષ સુધીની છે. જયારે એક વાર કુલ ખર્ચ થવા પર બેટરી 130 કિમિ સુધી નું બેકઅપ આપશે. કંપની નો દાવો છે કે તેને 4 કલાક થી પણ ઓછા સમયમાં ફૂલ ચાર્જ કરી શકાય છે. સાથે જ કંપની એ કહ્યું કે ટ્રીઓ ને માત્ર 2 કલાક ચાર્જ કરીને 85 કિમિ સુધી ચલાવી શકાય છે. કંપની એ કહ્યું તેનો સૌથી મોટો ફાયદો તો એ જ છે કે તેનાથી પ્રદુષણ નહીં થાય. ઇન્ડિયા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ના તરફથી શિફ્ટ થઇ રહ્યું છે, તો પહેલા ફોકસ પબ્લિક ટ્રાન્સપોર્ટ પર છે જેના પછી પર્સનલ વ્હીકલ પર ફોકસ કરવામાં આવશે. મહિન્દ્રા ટ્રીઓ કંપની ના 4 વેરિએંટ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં માર્કેટ માં રહેલા ઑટો થી મોટું કેબીન આપવામાં આવ્યું છે. કંપની એ કહ્યું કે તેમાં સેફટી નું પણ પૂરું ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં રિયર માં પહેલાથી જ ક્રેશ ગાર્ડ આપવામાંઆ આવ્યું છે. જેમાં ડિજિટલ મીટર આપવામાં આવ્યું છે. જેમાં બેટરી નો રિયલ ટાઈમ ડેટા મળતો રહેશે. તેના ટોપ વેરિએંટ માં હાર્ડ ટોપ નો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ વિકલ્પ છે, એટલે કે તે તમારા પર નિર્ભર કરશે કે તમને હાર્ડ ટોપ લેવી છે કે નહિ. સૌથી ખાસ વાત કે મહિન્દ્રા ટ્રીઓ ની 24 મહિના કે 50,000 કિમિ ની વોરંટી છે. મહિન્દ્રા ઇલેક્ટ્રિક ને ‘ભારત ન ઇફેલી ઇલેક્ટ્રિક ટેક્નોલોજી વિનિર્માણ કેન્દ્ર’ સ્થાપિત કર્યું અને તેના પછી બેંગ્લોર પ્લાન્ટ માં 100 કરોડ રૂપિયા નું નિવેશ કરીને તેનો વિસ્તાર કર્યો. હવે મહિન્દ્રા ઇલેક્ટ્રિક પ્લાન્ટ ની ક્ષમતા 5 ગણી વધી ગઈ છે. હવે અહીં 25,000 ઇલેક્ટ્રિક વાહન તૈયાર કરી શકાય છે.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here